________________
આજીવિકાના પ્રહાર
૧૫૩
manacca દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછા કરનારા અભિમાની લો કે રાજા આદિ લોકોની સેવા કરવાની ભલે નિંદા કરે; પણ રાજસેવા કર્યા વગર સ્વજનને ઉદ્ધાર અને શત્રુને સંહાર થાય નહીં.” કુમારપાળ રાજા નાસી ગયા, ત્યારે સિરિ બ્રાહ્મણે તેમને સહાયતા આપી, તેથી તેણે પ્રસન્ન થઈ અવસર આવતાં તે બ્રાહ્મણને લાટદેશનું રાજ્ય આપ્યું. કેઈ દેવરાજ નામે રાજપુત્ર જિતશત્રુ રાજાને ત્યાં પિળીયાનું કામ કરતું હતું. તેણે એક સમયે સર્પને ઉપદ્રવ દૂર કર્યો, તેથી પ્રસન્ન થએલા જિતશત્રુ રાજાએ તે દેવરાજને પિતાનું રાજ્ય આપી પોતે દીક્ષા લઈ સિદ્ધ થયા. મંત્રી, શ્રેષ્ઠી, સેનાપતિ આદિનાં સર્વ કામે પણ રાજસેવામાં જ સમાઈ જાય છે. આ મંત્રી આદિનાં કામો ઘણાં પાપમય છે, અને પરિણામે કડવાં છે. માટે ખરે. ખર જોતાં શ્રાવકે તે વર્જવાં જોઈએ. કહ્યું છે કે “જે માણસને જે અધિકાર ઉપર રાખીએ, તેમાં તે ચોરી કર્યા વગર રહે નહીં, જુઓ, બેબી પિતાનાં પહેરવાનાં વસ્ત્ર શું વેચાતાં લઈ થડાં પહેરે છે ? મનમાં અધિક અધિક ચિંતા ઉત્પન્ન કરાવનારા અધિકાર કારાગૃહ સમાન છે. આથી રાજાના અધિકારીઓને પ્રથમ નહીં પણ પરિણામે બંધન થાય છે.” રાજાના ગુપ્તિ પાળ કેટવાળ વિગેરે ન થવું. તથા સમ્યગદષ્ટિ શેઠ મળતાં મિથ્યા દૃષ્ટિ શેઠને ત્યાગ કર.
હવે સુશ્રાવક સર્વથા રાજાઓનું કામકાજ કરવાનું મૂકી ન શકે, તે પણ ગુણિપાળ, કોટવાળ, સીમાપાળ, વગેરેના અધિકાર તે ઘણા પાપમય અને નિર્દય માણસથી બની શકે એવા છે, માટે શ્રદ્ધાવંત શ્રાવકે તે જરૂર તજવા. કેમકે–તલાર, કોટવાળ, સીમાપાળ પટેલ આદિ અધિકારી કઈ માણસને પણ સુખ દેતા નથી.” બાકીના અધિકાર કદાચિત કઈ શ્રાવક સ્વીકારે છે, તેણે મંત્રી વસ્તુપાળ તથા પૃથ્વીધરની પેઠે શ્રાવકના સુકૃતની કિર્તિ થાય તેવી રીતે તે અધિકાર ચલાવવાનું કેમકે –જે માણસોએ પાપમય એવાં રાજકાર્યો કરવા છતાં, તેની સાથે ધર્મનાં કૃત્ય કરીને પુણ્ય ઉપાર્યું નહીં, તે માણસને દ્રવ્યને અર્થે ધૂળ ધોનારા લકે કરતાં પણ હું મૂઢ જાણું છું. પિતાની ઉપર રાજાની ઘણી કૃપા હોય તે પણ તેનું શાશ્વતપણું ધારી રાજાના કેઈ પણ માણસને કપાવવો નહીં. તથા રાજા આપણને કોઈ કાર્ય કરવા સેપે તે રાજા પાસે તે કામ ઉપર ઉપરી માણસ માગવો.” સુશ્રાવકે આ રીતે રાજસેવા કરવી. અને તે પણ બને ત્યાં સુધી શ્રાવક રાજાની જ કરવી. એ ઉચિત છે. કહ્યું છે કે-“શ્રાવકે જ્ઞાન અને દર્શન સંપાદન કરેલા કઈ શ્રાવકને ઘેરે દાસપણે રહેવું તે શ્રેષ્ઠ છે, પણ મિથ્યાત્વથી મૂઢમતિ થએલે કોઈ મોટે રાજા અથવા ચક્રવત્તિ હેય, તે તેને ઘેર રહેવું શ્રેષ્ઠ નથી.” હવે કદાચિત્ બીજું કાંઈ નિર્વાહનું સાધન ન હોય, તે સમકિતના પચ્ચકખાણમાં “વિત્તીવાળ” એવો આગાર રાખે છે, તેથી કઈ શ્રાવક જે મિથ્યાષ્ટિની સેવા કરે, તે પણ તેણે પિતાની શકિતથી અને યુક્તિથી કરી શકાય તેટલી સ્વમિની પીડા ટાળવી. તથા બીજા કોઈ પ્રકારે છેડે પણ શ્રાવકને ઘેર નિર્વાહ થવાને વેગ મળે તે મિયાદષ્ટિની સેવા મૂકી દેવી. એ પ્રકારે સેવાવિધિ કર્યો છે.