________________
૧૫૨
- [ શ્રાદ્ધ વિધ
વ્યાવ્ર, હાથી અને સિંહ જેવા ક્રૂર જીને પણ ઉપાયથી વશ કરેલા જોઈને મનમાં વિચારવું કે, બુદ્ધિશાળી અને ડાહ્મા પુરૂષે માટે “રાજાને વશ કરે” એ વાત સહેજ છે.” રાજાદિકને વશ કરવાનો પ્રકાર નીતિશાસ્ત્ર આદિ ગ્રંથમાં કહ્યા છે, તે આ રીતે છે કે –“ડાહ્યા સેવકે ધણીની બાજૂએ બેસવું, તેના મુખ તરફ દષ્ટિ રાખવી. હાથ જોડવા અને ધણીને સ્વભાવ જાણીને સર્વ કાર્યો સાધવાં. સેવકે સભામાં ધણીની પાસે બહુ નજીક ન બેસવું, તથા બહુ દૂર પણ ન બેસવું, ધણીના આસન જેટલા અથવા તેથી વધારે ઊંચા આસન ઉપર પણ ન બેસવું. ધણીની આગળ તેમ પાછળ પણ ન બેસવું. કારણ કે, બહુ પાસે બેસે તે ધણીને અકળામણ થાય, બહુ દૂર બેસે તે બુદ્ધિહીન કહેવાય. આગળ બેસે તે બીજા કેઈ માણસને ખોટું લાગે, અને પાછળ બેસે તે ધણીની દષ્ટિ ન પડે, માટે ઉપર કહ્યા પ્રમાણે બેસવું.” દીવાની છેડતીની પેઠે તે સ્થાપેલ રાજાની પણ છેડતી ન કરવી.
થાકી ગએલે, સુધાથી તથા તૃષાથી પીડાયેલે, કોધ પામેલે, કઈ કાર્યમાં રોકાયેલ, સુવાને વિચાર કરનાર, તથા બીજા કેઈની વિનંતિ સાંભળવામાં રોકાયેલ એવી અવસ્થામાં ધણી હોય, તે સમયે સેવકે તેને કોઈ વાત કહેવાની હોય તે પણ કહેવી નહીં. સેવકે જેમ રાજાની સાથે તેમજ રાજમાતા, પટ્ટરાણી, પાટવી કુમાર, મુખ્યમંત્રી, રાજગુરુ અને દ્વારપાળ એટલા માણસોની સાથે પણ વર્તવું.” “પૂર્વે મેં જ એને સળગાવ્યા છે, માટે હું એની અવહીલને કરું, પણ એ મને બાળશે નહીં” એવી બેટી સમજથી જે કઈ માણસ પોતાની આંગળી દીવા પર ધરે, તે તે તત્કાળ બાળી નાંખે છે. તેમ
મેં જ એને હિકમતથી રાજપદવીએ પહોંચાડયો છે, માટે હું તેનું ગમે તે કરું તે પણ હાર ઉપર એ રૂષ્ટ થાય નહીં. એવી બેટી સમજ ન રાખવી. કારણકે ગમે તેવો હિતસ્વી માણસ પણ રાજાને આંગળી અડાડે, તે પણ તે રૂઝ થયા વગર રહે નહીં. માટે તેરૂણ ન થાય તેમ ચાલવું. જે કોઈ માણસ જે રાજાને ઘણે માન્ય હોય, તે પણ મનમાં તેણે તે વાતને ગર્વ ન કરવો. કારણ કે, “ગર્વ વિનાશનું મૂળ છે.” એમ કહ્યું છે. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે – - દિલ્લી શહેરના બાદશાહના મહેટા પ્રધાનને ઘણે ગર્વ થયે. તે મનમાં એમ સમજવા લાગ્યું કે, “રાજ્ય હારા આધાર ઉપર જ ટકી રહ્યું છે” એક સમયે કઈ મોટા માણસ આગળ તેણે તેવી ગર્વની વાત પણ કહી દીધી. તે વાત બાદશાહને કાને પડતાં જ તેણે મુખ્ય પ્રધાનને પદ ઉપરથી ઉતારી મૂકે, અને તેની જગ્યા ઉપર હાથમાં રા૫ડી રાખનાર એક નજીકમાં મેચી હતું તેને રાખે. તે કામકાજના કાગળ ઉપર સહીની નીશાની તરીકે રા૫ડી લખતે હતે. તેને વંશ હજી પણ દિલ્લીમાં હયાત છે. રાજસેવા દારિદ્ર નાશક છે છતાં મંત્રી આદિનાં કાર્ય વિકટ છે.
આ રીતે રાજાદિક પ્રસન્ન થાય તે ઐશ્વર્ય આદિને લાભ થવો અશક્ય નથી. કહ્યું છે કે “શેલડીનું ખેતર, સમુદ્ર, યોનિ પિષણ અને રાજાને પ્રસાદ એટલાં વાનાં તત્કાળ