________________
ધમનુષ્ઠાન કરવું. ]
૧૭૭
કેવળ ધર્મોપદેશ સાંભળવા માત્રથી પણ પૂરૂં ફળ મળતું નથી, માટે ઉપદેશ સાંભળવાની સાથે ધર્મક્રિયા પણ કરવી જોઈએ. કહ્યું છે કે, “પુરૂષને ક્રિયાજ ખરેખર ફળ આપનારી છે. કેવલ, જ્ઞાન ફળ આપતું નથી, કારણ કે સ્ત્રી અને ભય પદાર્થના ભંગ શી રીતે મેળવવા તે જાણતે હેય, છતાં પણ તે ખાય નહિં કે ભગવે નહિં તે તેના માત્ર જ્ઞાનથી તે પુરૂષને ખાવાથી કે ભેગથી મળનારુ સુખ મળતું નથી. તેમજ કઈ પુરૂષ તરવાનું જાણુતે હોય, તે પણું જે નદીમાં પડી શરીરને હલાવે નહિ, તે તે નદીના પ્રવાહમાં તણાઈ જાય તેમ જ્ઞાની પુરૂષ ધર્મક્રિયા ન કરે તે, સંસાર સમુદ્રમાં રખડે છે.” દશાશ્રુતસ્કંધ ચૂર્ણિમાં કહ્યું છે કે જે અક્રિયાવાદી છે, તે ભવ્ય હેય, અથવા અભવ્ય હેય, પણ નિયમથી કૃષ્ણપાક્ષિક છે અને ક્રિયાવાદી નિયમથી ભવ્ય અને શુલપાક્ષિક છે અને તે સમ્યગ્દષ્ટિ હોય તે અર્ધપુકલપરાવર્સમાં સિદ્ધ થાય છે અને જે મિથ્યાષ્ટિ હોય તે પણ તે પુર્કલપરાવર્તાની અંદર સિદ્ધ થાય છે. આ ઉપરથી ક્રિયાનું મહત્વ જણાશે.” તેમ જ્ઞાન વિનાની ક્રિયા પણ હિતકારી છે એમ ન સમજવું. કહ્યું છે કે, “જ્ઞાન વિનાની ક્રિયાથી કમરને ક્ષય થાય તે પણ તે *મંડૂક ચૂર્ણ સમાન જાણ અને જ્ઞાનપૂર્વક ક્રિયાથી કર્મને ક્ષય થાય તે મંડૂકભસ્મ સમાન જાણવે.”કહ્યું છે કે અજ્ઞાની છવ કરડે વર્ષોમાં જેટલું કમ ખપાવે, તેટલા કર્મને મન વચન કાયાની ગુપિત રાખનાર જ્ઞાની એક ઉછુવાસમાં ખપાવે છે. આથી જ્ઞાનવિના કેવળ તપસ્યા કરનાર “તામલિ તાપસ, ૨૯પૂરણ તાપસ વગેરે લેકેએ
* દેડકાના ચૂર્ણમાંથી બીજા દેડકાં થાય તેમ જ્ઞાનવિનાની ક્રિયાથી કમરને ક્ષય થાય પણ બીજાં કર્મબંધન થાય. કમંડુકભસ્મથી બીજા દેડકા ન થાય તેમ જ્ઞાનપૂર્વક ક્રિયા કરવાથી ફરી કર્મબંધ ન થાય,
૨૮ તામયિતાપસ-નાસ્ત્રલિપ્તિ નગરીમાં તામલી નામે એક શેઠ રહેતો હતો. મધ્યરાત્રિએ તેને વિચાર આવ્યો કે “મેં સુખ વૈભવ ખુબ ખુબ ભેગવ્યા હવે મારે પરભવનું કલ્યાણ સાધવું જોઈએ તે સવારે ઘરને ભાર પુત્રને સોંપી તેણે તાપસી દીનચર્યા શરૂ કરી. તેણે સાઠ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. છેવટે બે માસની સંખના કરી. મૃત્યુપામી ઈશાનેંદ્ર થયા. શાસ્ત્રો કહે છે કે તામલિ તાપસે જે તપ કર્યું તે ત૫ સમ્યકત્વ પૂર્વક કર્યું હતું તે અવશ્ય મુક્તિ પામત. [આને વિસ્તૃત અધિકાર–ભગવતી સૂર–શતક ૩ ઉદેશા–૧]
ર૯ પૂરણ તાપસ–વિભેલ સંનિવેશમાં પૂરણ નામે ગૃહપતિ વસતે હતે. તે અદ્ધિવંત અને પુત્ર પરિવારથી પરિવર્યો હતે. એક વખતે તેને મધ્યરાત્રિએ વિચાર આવ્યો કે “મેં સંપત્તિ અને ગૃહકાર્ય બધાં કર્યો છે. હવે મારે મારા આત્મકલ્યાણ માટે મુંડ થઈને તપ કરવું જોઈએ.” સવારે તેણે તાપસી દીક્ષા અંગીકાર કરી. આતાપના લેવા માદ્ધ. તેણે ચાર ખાનાનું ભિક્ષાપાત્ર રાખ્યું. તેમાં પહેલા ખાનામાં પહેલું સુસાફરને આપે છે, બીજીમાં પહેલું કુતરા કાગડાને આપે છે, ત્રીજામાં પડેલું માછલાં કાચબાને આપે છે અને ચોથામાં
૧૮