________________
આહાર અને વસતિ આપનારા દષ્ટાન્ત 1.
૧૪૩
રાણી મુગ્ધ બની અને તેણે ભય પામ્યા વગર પિતાની સાથે ભેગ ભેગવવાની માગણી કરી. વંકચૂલે રાજપત્ની હોવાથી ના પાડી. રાણીએ કકળ કરી “ચેર ચેર” બૂમ પાડી. પહેરીગીરે વંકચૂલને પકડી રાજા પાસે લાવ્યા. રાજા સત્ય વસ્તુથી જાણ હતું તેથી તેને છેડી મુકો અને પિતાના પુત્રપણે સ્થાપે. એક વખત વંકચૂલ યુદ્ધમાં ઘવાયે વૈદ્યોએ કાગડાના માંસને ઉપચાર કરવા કહ્યો. રાજાએ તે ઉપચાર કરવા કાકમાંસ મંગાવ્યું. વંકચૂલે પ્રાણ જાય તો ભલે પણ કાકમાંસ ન લેવાને નિર્ણય કર્યો. છેવટે વંચસૂલ નિયમને યથાર્થ પાળી, મૃત્યુ પામી બારમે દેવકે ગયે.
૩૬ કાશાવેશ્યા
પાટલીપુરમાં કેશા વેશ્યા રહેતી હતી. તેને પ્રતિબંધ કરવા ગુરૂ આજ્ઞા લઈ સ્થૂલિભદ્રમુનિ તેને ત્યાં ચાતુર્માસ રહ્યા. વેશ્યાએ તેમને ક્ષુબ્ધ કરવા. હાવભાવ વિલાસ તથા તેમને અને પિતાને પૂર્વ સંબંધ વિગેરે યાદ કરાવી ઘણા પ્રયત્ન કર્યા પણ મુનિ ક્ષુબ્ધ ન બન્યા. પરંતુ મુનિએ તેને ઉપદેશ આપી ધર્મમાં સ્થિર કરી. સમ્યકત્વ સહિત બારવ્રત આપ્યાં. ચોથાવતમાં રાજાની આજ્ઞાથી આવેલ પુરૂષ સિવાય બીજાને સંગ ન કરે તે તેણે નિયમ લીધે.
એકદા એક રથકારને તેની પરીક્ષા માટે રાજાએ મેક રથકાર યુવાન અને કામદેવ સરખે હતો. રથકારે આવતા વેંત પિતાની ભિન્નભિન્ન કલા દેખાડવા માંડી. તેણે દુર રહેલા આંબાની કેરી એક પછી એક બાણ મુકી આંબાની લુંબ તેડી વેશ્યાના હાથમાં આપી. વેશ્યાએ તેને ગર્વ તેડવા સરસવ ઉપર સોંય રાખી તેના ઉપર નાચ કરી તેને કહ્યું કે “આંબાનું તોડવું કે સરસવ ઉપર નાચવું કઠિન નથી પણ જે મહામુનિ સ્થૂલિભદ્ર ચોમાસામાં સુંદર આવાસમાં અને પૂર્વ પરિચિત રાગી યુવતિ સ્ત્રી નજીકમાં રહ્યા છતાં સંયમી રહ્યા તે મહા દુષ્કર છે, રથકારને સ્થૂલિભદ્ર મુનિની પ્રશંસાથી કેશ્યાએ બાધ પમાડ. આ રીતે વસતિદાન આપવાથી કેશાવેશ્યા મુનિના પરિચયે ઉપદેશ પામી પ્રતિબંધ પામી.
૩૭ અવંતી સુકુમાર-ઉજજૈની નગરીમાં ધન્ના શેઠની પત્ની ભદ્રાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અવંતિ સુકુમાર ૩૨ સ્ત્રીઓ સાથે વૈભવથી રહેતું હતું. એક વખતે આર્યમહાગિરિ મહારાજ ભદ્રા શેઠાણ પાસે વસતિની યાચના કરી રાત્રિ વાસ રહ્યા. રાત્રે પ્રતિક્રપણને અંતે સ્વાધ્યાયમાં નલિની ગુમના વર્ણનને સ્વાધ્યાય આવ્યો. આ સ્વાધ્યાય અવંતિ સુકુમારે ઉંચા કાને સાંભળ્યો, અને તેને તેણે પિતે સર્વે અનુભવ્યું હેય તેમ લાગ્યું, રાત્રે રાત્રે તે મુનિઓ પાસે ગયો “આપે જે હમણાં નલિની ગુલ્મ વિષે કહ્યું તે જોયું છે?” “અમે જોયું નથી પણ મહર્ષિઓએ જ્ઞાનથી જોયું અને લખ્યું તે કહ્યું છે. ” અવંતિ સુકુમારે વળતાં કહ્યું કે “ભગવંત! આ સ્થાન હું શી રીતે મેળવી શકું?” “સંયમ સર્વ સ્થાન અપાવી શકે છે તે મુનિના ઉત્તરથી અવંતિ સુકુમાર સંયમ લેવા કટીબદ્ધ થયો. માતાના ઘણા કાલાવાલા છતાં તે તેને સમજાવી સંયમી બને. અણુસણ આદરી એકજ દીવસને સંયમ પાળી મૃત્યુ પામી અંવતિ સુકુમાર નલિની ગુલમ વિમાનમાં ગયે.