________________
આહાર અને વસતિ આપનારના ધ્યાન્તા ]
૧૪૧
જિનનામકમ માંધનારી રેવતીશ્રાવિકાનું દૃષ્ટાંત જાણવુ', ગ્લાન સાધુની સારવાર કરવામાં મ્હોટુ ફળ છે. સિદ્ધાંતમાં કહ્યુ છે કે—હે ગૌતમ ! જે જીવ ગ્લાન સાધુની સારવાર કરે, તે મ્હારા દનના ( શાસનના ) સ્વીકાર કરે, અને જે મ્હારા દનને સ્વીકાર કરે, તે ગ્લાન સાધુની સારવાર કરે. કારણકે અરિહંતના દર્શનમાં શાસનની આજ્ઞા પ્રમાણે ચાલવુ’ એજ પ્રધાન છે. એમ નિશ્ચયથી જાણુવ: વગેરે” અહિં કૃમિ અને કુષ્ઠરોગથી પીડાયેલા સાધુની સારવાર કરનારા ઋષભદેવના જીવ જે જીવાનદ વધતેનું દૃષ્ટાંત જાણવું. તેમજ સુશ્રાવકે સુપાત્ર સાધુઓને સારા સ્થાનકેચેાગ્ય એવા ઉપાશ્રય આદિ દેવા. કેમકે—ઈચ્છા પુરતુ ઘરમાં ધન ન હોય, તેા પણ સુશ્રાવકે મુનિરાજને વસતિ, શય્યા, આસન, આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર આદિ થાડામાંથી થાડું પણ આપવુ. ૩૪જય તી,પવ કચૂલ, કૈાશાવેશ્યા, અતિ સુકુમાર આરિ જીવા સાધુને ઉપાશ્રય આપવાથી જ સંસાર સાગરને
39
તરી ગયા છે.
તેમજ સુશ્રાવકે સાધુની નિંદા કરનારા, તથા જિનશાસનના પ્રત્યનીક લેાકેાને પેાતાની સર્વશક્તિથી વારવા કહ્યું છે. કે—સુશ્રાવકે પેાતાનામાં સામર્થ્ય છતાં, ભગવાનની આજ્ઞાથી ઉલટા ચાલનારા લેાકેાની કદી પણ ઉપેક્ષા ન કરવી. અનુકૂળ અથવા પ્રતિકૂળ ઉપાય યેાજીને તેમને અવશ્ય શિખામણુ આપવી.” અહિં દ્રમક મુનિની નિંદા કરનારને યુક્તિથી વારનાર અભયકુમારનું ઘ્ધાંત જાણવુ.
પૂર્વભવમાં તે એક ગરીબ વૃદ્ધાના પુત્ર હતા. ઉત્સવના પ્રસંગમાં સૌ છેકરાઓએ ખીર ખાધી તે આ માળકે જોઇ મા પાસે ખીરની માગણી કરી. માતાએ લેાકા પાસેથી દૂધ ચાખાની માગણી કરી ખીર બનાવી. ખીર પુત્રને સોંપી માતા બહાર ગઈ. પુત્ર ખાવા બેસે છે તે વખતે કાઈ તપસી મુનિ પધાર્યાં. આગ્રહથી સમગ્ર ખીર તે બાળકે મુનિને વહેારાવી. અને અનુમાનના આપી કે અહે મારૂં આવું ભાગ્ય કયાંથી? ' પછી તેણે ખીરÀાજન કર્યું, રાત્રે શૂળ ઉત્પન્ન થયું. વ્યાધિમાં પણ આ ખાળકે તે દાનને અનુમાનના આપી. અંતે મૃત્યુ પાસી તે શાલિક થયા. ૩૨ રેવતી શ્રાવિકા
શ્રાવસ્તી નગરીમાં ભગવાન મહાવીર ઉપર ગોશાળાએ તેને લેશ્યા મુકી. તેજો વેશ્યાને લીધે ભગવાન àાહીના અતિસારથી છ માસ પીડાયા. સિ'હમુનિએ રેવતીશ્રાવિકાને ત્યાંથી કાળાપાઢ વ્હારી ભગવાનને વપરાજ્યેા. જેથી ભગવાનને રાગ શાંત થયા. અને રેવતીશ્રાવિકાએ તે કાહળા પાક એવી પ્રખળ ભાવનાવૃદ્ધિથી વહેારાત્મ્યા કે તીથ કર નામ ગોત્ર ઉપાર્જન કર્યું. અને આવતી ચાવીશીમાં સત્તરમા સમાધિ નામે તીર્થંકર થઇ માક્ષ પામશે,
૩૩જીવાનદ વૈધ-ભગવાન ઋષભદેવના જીવ સમ્યક્ત્વ પામ્યા પછી નવમા ભવમાં જીવાન વૈદ્ય પણે ઉત્પન થયો તેને કેશવ, મહીધર, સુબુદ્ધિ, પૂર્ણભદ્ર અને ગુણાકર નામે પાંચ મિત્ર હતા. એક વખત ગુણાકર મુનિ વહેારવા પધાર્યાં. તેમને કાઢના રાગહતા અને તેમાં કૃમિ ઉત્પન્ન થયા હતા. તેના મિત્રા એશીષ ચંદન અને રત્નક બલ લઈ આવ્યા. જીવાનદ