________________
W
મુનિને સંયમને નિર્વાહ પુછવે. ]
૧૩૯ શિથિલબંધવાળું થાય છે. પ્રથમ સાધુઓને વંદના કરી હોય, ત્યારે સામાન્યથી જુદા સુવિલી” આદિ શાતાવંદન કર્યું હોય. તે પણ વિશેષે કરી અહિં પ્રશ્ન કરવાનું કહ્યું તે, પ્રશ્નનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે જણાવવાને અર્થે તથા પ્રશ્નમાં કહેલા ઉપાય કરવાને અર્થે છે, એમ જાણવું. માટે જ અહિં સાધુ મુનિરાજને પગે લાગીને પ્રકટ નિમંત્રણ કરવું. તે આ રીતે છે –
ઈચ્છકારિ ભગવાન્ ! પસાથે કરી પ્રાસુક અને એષણય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદછનક, પ્રાતિહાર્ય, પીઠ, ફલક, સિમ્સ (પગ પહોળા કરી સુવાય તે), સંથારો (પગ પહોળા ન કરાય એ સાંકડે), ઔષધ (એક વસ્તુનું કરેલું), તથા ભેષજ (ઘણી વસ્તુ એકઠી કરીને કરેલું.) એમાં જે વસ્તુને ખપ હોય તેને સ્વીકાર કરી હે ભગવન્! મ્હારા ઉપર અનુગ્રહ કરે.” હાલના કાળમાં આ નિમંત્રણ બૃહદ્ધદન દીધા પછી શ્રાવકે કરે છે. જેણે સાધુની સાથે પ્રતિક્રમણ કર્યું હોય, તે શ્રાવક સૂર્યોદય થયા પછી પિતાને ઘેર જવાની વખતે આ નિમંત્રણ કરે. જે શ્રાવકને બૃહત્ વંદન વાંદવાને અને પ્રતિક્રમણનો યોગ ન હોય તેણે પણ વંદના આદીને અવસરેજ નિમંત્રણ કરવી. મુખ્ય માર્ગે તે બીજીવાર દેવપૂજા કરી તથા ભગવાન્ આગળ નૈવેદ્ય ધરી પછી ઉપાશ્રયે જવું, અને સાધુ મુનિરાજને નિમંત્રણા કરવી તેમ શ્રાદ્ધદિન કૃત્ય આદી ગ્રંથમાં કહ્યું છે. પછી અવસરને વેગ હોય તે પ્રમાણે રોગની ચિકિત્સા કરાવે, ઔષધ આદિ આપે, ઉચિત એવો પથ્ય આહાર પહેરાવે, અથવા બીજી સાધુ મુનિરાજની જે અપેક્ષા હોય તે પૂરી કરે. કહ્યું છે કે –“સાધુ મુનિરાજના જ્ઞાનાદિ ગુણને અવલંબન દેનારો ચતુર્વિધ આહાર તથા ઔષધ, વસ્ત્ર આદિ જે મુનિરાજને ગ્ય હોય, તે તેમને આપવું.' મુનિ મહારાજને કેવી રીતે વહેરાવવું.
સાધુ મુનિરાજ આપણે ઘેર વહોરવા આવે, ત્યારે સુશ્રાવકે જે જે વસ્તુ હોય, તે સર્વ તેમને વહેરાવવી, અને સર્વે વરતુ નામ દઇને દરરોજ કહેવી કે, “મહારાજ ! અમુક વસ્તુની જોગવાઈ છે.” એમ ન કહે તે પૂર્વે કરેલી નિમંત્રણ નિષ્ફળ જાય. નામ દઈને સર્વ વસ્તુ કહ્યા છતાં કદાચિત મુનિરાજ ન વહેરે, તે પણ કહેનાર શ્રાવકને પુણ્યને લાભ થાય જ છે. કહ્યું છે કે –“સાધુ મુનિરાજને વહેરાવવાની વાત મનમાં ચિંતવે તે પણ ચમચમ શબ્દ થતાં રુદ્રાચાર્યના શિષ્યો કેલસાને નહિ જાણવાથી અને જીવ છે. તેવી બુદ્ધિથી પશ્ચાતાપ કરવા લાગ્યા. થોડા વખત પછી રુદ્રાચાર્ય પિતે લઘુનીતિ માટે ઉઠયા. તેમણે પણ ચમચમ શબ્દ સાંભળે તેમને દયા ન આવી અને બોલી ઉઠયા કે
અહે! આ અરિહંતના જ પિકાર કરે છે.” આ શબ્દ વિજયસેન સૂરિએ અને તેમના શિષ્યએ સાંભળે. સવારે તેમણે તેમના શિષ્યોને રુદ્રાચાર્ય અભવ્ય છે એ ખાત્રી કરાવી તેમનાથી નિમુક્ત કર્યા.