________________
૧૪૨
If શ્રાદ્ધ વિધિ
લક્ષપાક તેલ લાવ્યા. મુનિના શરીરે પ્રથમ તેલ ઘસ્યું અને પછી રત્નકંબવ ઢાંકી. તે તૈલની ગરમીથી નીકળેલા કૃમિઓ રત્નકંબળમાં ચૂંટાયા. રત્નકંબળ ઉઠાવી તે કૃમિને એક મૃતક ઉપર મુક્યા. આ રીતે બે ત્રણવાર કરી મુનિને રેગ રહિત કર્યા, આ પૂણ્ય ઉપાર્જનથી જીએ મિત્રો એવી બારમે દેવકે થયા.
૩૪ યંતી શ્રાવિકા-કૌશાંબી નગરીમાં શતાનીક રાજાની બહેન યંતી નામે ભગવાન મહાવીરના સાધુઓની પ્રથમ શય્યાતર, વસતિ આપનાર હતી. એક વખત ભગવાન મહાવીર સ્વામી સમવસર્યા. જયંતી પિતાની ભાભી મૃગાવતી સાથે તેમની દેશનામાં ગઈ ત્યાં તેણે ભગવંતને જીવહિંસા વિગેરેના વિવિધ પ્રશ્નો પુછી ઉત્તર મેળવ્યા. અને ત્યારબાદ તેણે ચંદનબાળા પાસે દીક્ષા ગ્રહણ કરી. માસ ખમણને અંતે નિર્વાણ પામી. (ભગવતી સૂત્રશતક-૧૨. ઉદ્દેશ-૨ )
૩૫ વંકચૂલની કથા
એક નગરીમાં વિમળયશ નામે રાજાને પુષ્પચૂલ નામે પુત્ર અને પુષ્પચૂલા નામે એક પુત્રી હતી. પુ૫ચૂલના ઉદ્ધત સ્વભાવથી રાજાએ તેને વંકચૂલ કહી કંટાળી કાઢી મુકયે. તેની પાછળ તેની બહેન અને પત્ની પણ ગયાં. એક જંગલમાં તે ગયાં ત્યાં ભિલ્લેએ વંકચૂલને તેને રાજા બનાવ્યો. ઉદ્ધત સ્વભાવી વંકચૂલ વધુ નિર્દયી અને પાપરસિક બન્ય.
એક વાર તેની અટવીમાં કેઈ આચાર્ય પધાર્યા. ચોમાસું બેઠેલ હોવાથી તેમણે સ્થાનની માગણી કરી. વંકચૂલે ધર્મોપદેશ ન આપવાની શરતે મુનિરાજને ચાતુર્માસ રાખ્યા ચાતુર્માસ વીતે મુનિને વળાવવા વંકચૂલ સીમા સુધી ગયા. મુનિએ વળતાં તેને ચાર શિખામણ આપી ૧ અજાણ્યાં ફળ ખાવાં નહિ. ૨ સાત આઠ પગલાં પાછા હઠીને કેઈન ઉપર ઘા કરે. ૩ રાજાની સ્ત્રી ભેગવવી નહિ. ૪ કાગડાનું માંસ ખાવું નહિં. ચારે શિખામણ સરળ હોવાથી તેને પાળવાનું વંકચૂલે મુનિ પાસે કબૂલ્યું. મુનિના છેલ્લા પરિચમે વંકચૂલ હળવા પરિણામવાળો થયો.
સમય જતાં આ ચારે નિયમોની કસોટી પ્રસંગ વંકચૂલને પિતાના જીવનમાં આવ્યો અને તેથી તેને લાભ થશે. એક સમયે એની સાથે કઈ સાર્થને લુંટી તે જંગલમાં પેઠો ત્યાં કોઈ પરિચિત ફળ ન દેખાયું. સુંદર આકારનાં મનહર ફળોને તેના સાથીદારોએ ખાધાં. વંકચૂલે પિતાને નિયમ હોવાથી તે ફળ ન ખાધાં. થોડા વખતમાં સાથીદાર મૃત્યુ પામ્યા. પાછળથી ખબર પડીકે તે અજ્ઞાત ફળ કિંપાકનાં હતાં. રાત્રે ઘેર આવ્યા. ઘરમાં પેસતાં તેણે તેની સ્ત્રીને કેઈ જુવાન પુરૂષ સાથે એકજ શયામાં ઘસઘસાટ નિદ્રા લેતી જોઈ તેને ક્રોધ સમાયે નહિ. તેણે તરવાર ઉગામી બન્નેને ઉડાડી મુકવાનો નિશ્ચય કર્યો. કે તુર્ત મુનિને નિયમ યાદ આવ્યું અને સાત આઠ પગલાં પાછા ફરતાં તરવાર અથડાવાથી તે પુરૂષે અવાજ કર્યો કે “એ કોણ છે?” આ શબ્દ તુર્ત વંકચૂલ ઓળખી બોલી ઉઠયે કે “અરે આતો મારી બહેન વંકચૂલા.” એકવાર વંકચૂલ ઉજજયિની નગરીના રાજાના મકાનમાં પાછલે બારણેથી દાખલ થયે. જુવાન દેખાવડા વંકચૂલને. જેમાં