________________
[ શ્રાદ્ધવિધિ
પ્રકારના ધાન્ય સરિસવય-સરસવ સાધુઓને ભક્ય છે. એવી રીતે જ કુલસ્થ અને માસ પણું જાણવા, તેમાં એટલુંજ વિશેષ છે કે, માસ ત્રણ પ્રકારના છે. એક કાલ માસ (મહિને), બીજે અમાસ (સેના રૂપાના તેલમાં આવે છે તે અને ત્રીજો ધાન્યમાસ (અડદ).
એવી રીતે થાવસ્ત્રાપુત્ર આચાર્યે બેધ કર્યો, ત્યારે પિતાના હજાર શિષ્યના પરિવાર સહિત શુક પરિવ્રાજકે દીક્ષા લીધી. થાવસ્થાપુત્ર આચાર્ય પિતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તીર્થે સિદ્ધિ પામ્યા. પછી આ શુકઆચાર્યસેલકપુરના શેલકનામે રાજાને તથા તેના પાંચસો મંત્રીને પ્રતિબંધ કરી દીક્ષા આપી પતે સિદ્ધિપદ પામ્યા. શેલક મુનિ અગિયાર અંગના જાણ થઈ પોતાના પાંચસે શિષ્યની સાથે વિચારવા લાગ્યા. એટલામાં હમેશાં લખો આહાર ખાધામાં આવવાથી સેલક મુનિરાજને ખસ, પિત્ત આદિ રોગ થયા. પછી તે વિહાર કરતા પરિવાર સહિત શેલકપુરે આવ્યા. ત્યાં તેમને ગૃહસ્થપણાને પુત્ર મંડુક રાજા હતા. તેણે તેમને પિતાની વાહનશાળામાં રાખ્યા. પ્રાસુક ઔષધને અને પચ્ચને સારે ગ મળવાથી શેલક મુનિરાજ રાગ રહિત થયા તે પણ સ્નિગ્ધ આહારની લેપતાથી વિહાર ન કરતાં તે ત્યાંજ રહ્યા પછી પંથક નામે એક સાધુને શેલક મુનિરાજની વૈયાવચ્ચ કરવા સાટે રાખી બીજા સર્વ સાધુઓએ વિહાર કર્યો.
એક સમયે કાર્તિક માસીને દિવસે લક મુનિરાજ યથેચ્છ આહાર કરી સૂઈ રહ્યા. પ્રતિક્રમણને સમય આવ્યો ત્યારે પંથકે ખમાવવાને અર્થે તેમને પગે પિતાનું માથું અડાડયું. તેથી તેમની (શેલક મુનિરાજની) નિદ્રા ઉડી ગઈ. પિતાના ગુરૂને રેષાયમાન થએલા જોઈને પંથકે કહ્યું. “ચાતુર્માસમાં થએલા અપરાધ ખમાવવાને અર્થે મેં આપ સાહેબના ચરણને સ્પર્શ કર્યો. ” પંથકનું એવું વચન સાંભળી શેલક મુનિરાજ વૈરાગ્યા પામ્યા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે “રસવિષયમાં લેપ થએલા મને ધિક્કાર થાઓ !” એમ વિચારી તેમણે તુરત વિહાર કર્યો. પછી બીજા શિષ્યો પણ શેલક મુનિરાજને મળ્યા. તેઓ શત્રુંજય પર્વત ઉપર પિતાના પરિવાર સહિત સિદ્ધ થયા. આ રીતે થાવગ્ગાપુત્રની કથા છે. આ વિસ્તૃત અધિકાર જ્ઞાતાસૂત્રમાં છે. ધર્મોપદેશ મુજબ ધર્માનુષ્ઠાન કરવું.
સુશ્રાવકે નિત્ય સદગુરૂ પાસે ધર્મોપદેશ સાંભળ. અને ધર્મોપદેશમાં કહ્યા પ્રમાણે યથાશક્તિ ધમનુષ્ઠાન પણ કરવું, કારણ કે, જેમ ઔષધના જાણપણા માત્રથી જ અરેગ્ય પ્રાપ્ત થતું નથી, તથા ભઠ્ય પદાર્થને પણ કેવલ જેવાભાવથી પેટ ભરાતું નથી, તેમ
+ “ગુરુ” શબ્દ માગધી છે. “” (કુરી ” અને “પુ ” એ બે સંસ્કૃત શબ્દોનું “છ” એનું એકજ માગધીમાં રૂપ થાય છે.
માસ (મહિને, માપ (અ) અને માસ (તેલવાનું એક કાટલું) એ ત્રણે શબ્દનું માગધીમાં “મા” એવું એકજ રૂપ થાય છે.