________________
૧૩૨
[ શ્રાદ્ધવિધિ
કુમારપાળ, અને થાવગ્ગાપુત્ર વગેરેના દ્રષ્ટાંત ઉપરથી જાણવું. કહ્યું છે કે–જે જિનેશ્વર ભગવાનનું વચન સાંભળે તે બુદ્ધિને વ્યામોહ જતે રહે, કુપંથને ઉછેદ થાય, મેક્ષની ઈશ્ન વૃદ્ધિ પામે, શાંતિ વિસ્તાર પામે, અધિક વૈરાગ્ય ઉપજે, અને અતિશય હર્ષ થાય, એવી કઈ વસ્તુ છે કે, જે જિનેશ્વર ભગવાનનું વચન સાંભળવાથી ન મળે? પિતાનું શરીર ક્ષણભંગુર છે, બાંધવ બંધન સમાન છે, લક્ષ્મી વિવિધ અનર્થને ઉત્પન્ન કરનારી છે માટે જેનસિદ્ધાંત સાંભળ, તેથી સંવેગ વગેરે ઉત્પન્ન થાય છે અને તે સિદ્ધાંત માણસ ઉપર કાંઈને કાંઈ ઉપકાર કરવામાં ખામી સખતે નથી.”
ગુરૂના સંપર્કથી ઉપકાર થવા વિષે.
પ્રદેશની રાજાનું દૃષ્ટાંત. શ્વેતાંબી નગરીમાં પ્રદેશ નામે જ અને ચિત્રસારથિ નામે તેને મંત્રી હતે. ચિત્રસારથિ મંત્રીએ ચાર ઝોનના ધારક શ્રીકશિ ગણધર પાસે શ્રાવસ્તિ નગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. એક વખતે ચિત્રસારથિ મંત્રીના આગ્રહથી કેશિ ગણધર શ્વેતાબી નગરીએ પધાર્યા. ચિત્રસાથિ મંત્રી ઘોડા ઉપર બેસી ફરવાના બહાને પ્રદેશી રાજાને શિ ગણધર પાસે લઈ ગયા. ત્યારે ગર્વથી રાજાએ મુનિરાજને કહ્યું, “હે મુનિરાજ! તમે વૃથા કષ્ટ ન કરો. કારણ કે, ધર્મ વગેરે જગતમાં સર્વથા છેજ નહિ, મારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતું. મરણ સમયે મેં એમને ઘણું કહ્યું કે, “મરણ થયા પછી સ્વર્ગમાં તમને જે સુખ અથવા નરકમાં દુઃખ થાય, તે મને જણાવજે.” પણ મરણ પામ્યા પછી આવીને માતાએ સ્વર્ગ સુખ આદિ તથા પિતાએ નરક દુઃખ આદિ કાંઈ પણ મને જણાવ્યું નહિં. એક ચારના મેં તલ જેટલા કટકા કર્યા, તે પણ તેમાં કંઈથી પણ મને જીવ દેખાય નહિ. તેમજ જીવતા તથા મરણ પામેલા માણસને તેલતાં ભારમાં કાંઈ પણ ફેર જણાયે નહિ. વળી મેં છિદ્ર વિનાની કેડીની અંદર એક માણસને પૂર્યો, અને તે કેઠી ઉપર સજજડ ઢાંકણું ઢાંકયું, અંદર તે માણસ મરી ગયે. તેના શરીરમાં પડેલા અસંખ્ય ક્રીડા મેં જોયા, પણ તે માણસને જીવ બહાર જવાને તથા તે કીડાના જીને અંદર આવવાને વાળના અગ્રભાગ જેટલો પણું માર્ગ મારા જેવામાં આવ્યો નહિં, એવી રીતે ઘણી પરીક્ષા કરીને હું નાસ્તિક થ છું.” કર્સને તે નગરમાંથી નીકળ્યો પણ બ્રાહ્મણ, ગાય, સી, અને બાળકની હત્યા તેને સાલવા લાગી. બહાર ઉધાનમાં એક મુનિને જોઈ, નમી, પિતાનું પાપ જણાવી પ્રાયચ્છિત માગ્યું, મુનિએ દીક્ષા ગ્રહણ કરવાનું કહ્યું, તેણે દીક્ષા લઇ તેજ ગામમાં રહેવાનું રાખ્યું. લોકોએ છ છ માસ સુધી તેને તિરસ્કાર કર્યો કારણકે તે હત્યારે છે, તેમ સૌ જાણતા હતા. સ્ટ પ્રહારી મુનિ સમજતા હતા કે મેં પાપ શેર કર્યું છે. તે તેનું ફળ પણ મારે ઘેર સહન કરવું જોઈએ. મારા પાપના હિસાબે તે આ એટલું ઉગ્ર ફળ નથી. તેણે ચિત્તને સ્થિર રાખી સર્વ સહન કર્યું અને અંતે દઢ પ્રહારી જાતનું કલ્યાણ સાધ્યું,