________________
૧૨૮
[ શ્રાદ્ધવિધિ
સૂત્ર છે. ૭ વંદણ-ત્યારબાદ પુનઃ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું. ૮ ખામણા–ત્યારબાદ રાઈવ અભુઠ્ઠિઓ ખામ. ૯ વંદન-ત્યારબાદ પુનઃ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું. ૧૦ સંવર (પચ્ચકખાણુ)-ત્યારબાદ ગુરુ પાસે યથાશક્તિ પચ્ચક્ખાણ લેવું. ૧૧ ચાર
સવંદનત્યારબાદ ૪ ખમાસમણપૂર્વક “ભગવાન હું” આદિ ૪ ને ભવંદન કરવું. ૧૨ બે સ્વાધ્યાય આદેશ ત્યારબાદ બે ખમાસમણપૂર્વક સક્ઝાય કરવાના બે આદેશ માગવા અને ગુરુપાસે સ્વાધ્યાય કર.”
સાંજરે પ્રતિક્રમણ કરવાના નિયમવાળાએ કેઈક વખતે પ્રતિક્રમણની સામગ્રીના અભાવે અથવા તેવી શક્તિના અભાવે ભાષ્યમાં દર્શાવેલ વિધિ પ્રમાણે બ૦ ગુરુવંદન અવશ્ય કરવું જોઈએ. કે જે સંધ્યાનું લઘુ પ્રતિક્રમણ ગણાય છે. તેનો વિધિ આ પ્રમાણે ૧ ઈરિયાવહિયં પડિકકમી પર્યન્ત લોગસ કહે. ૨ ચિઇવંદણત્યારબાદ ખમા દઈ આદેશ માગી ચૈત્યવંદન કરવું. ૩ મુહપત્તિ-ત્યાબાદ ખમા દઈ આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. ૪. વંદન-ત્યારબાદ બે વાર દ્વાદશાવત્ત વંદન કરવું. ૫ દિવસચરિમ-ત્યારબાદ દિવસચરિમ પચ્ચકખાણ કરવું. ૬ વંદનત્યારબાદ બે વાર દ્વાદશાવત્ત વંદન કરવું. ૭ આલોચના-ત્યારબાદ આદેશ માગી દિવસ સંબંધી અતિચાર આવવા (એટલે “ઈચ્છ આલોએમિ જે મે દેવસિઓ અઇયા” એ સૂત્ર કહેવું.) અહિં મુખ્યત્વે એજ સૂત્ર લઘુ પ્રતિક્રમણ સૂત્ર જાણવું. ૮ વંદણ-ત્યારબાદ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું. ૯ ખામણાત્યારબાદ આદેશ માગી અભુદ્ધિએ ખામ. ૧૦ ચાર ભવંદન-ત્યારબાદ ૪ ખમાસમણપૂર્વક ૪ ભવંદન કરવાં. ૧૧ દેવસિક પ્રાયશ્ચિત્તને કાઉસ્સગ્ન-ત્યારબાદ આદેશ માગી ચાર લોગસ્સને કાઉસ્સગ્ન ક. ૧૨ બે સ્વાધ્યાય આદેશ–ત્યારબાદ બે ખમાસમણપૂર્વક બે આદેશ માગી સક્ઝાય (સ્વાધ્યાય) કરવી. ગુરૂ કાંઈ કામમાં વ્યગ્ર હોવાથી જો દ્વાદશાવ વદના કરવાને યેગ ન મળે તે, ભવંદનથીજ ગુરૂને વંદના કરવી. પચ્ચકખાણ ગુરૂ પાસેજ અવશ્ય કરવું.
એવી રીતે વંદના કરી ગુરૂ પાસે પચ્ચકખાણ કરવું. કહ્યું છે કે –પોતે જે પહેલાં પચ્ચકખાણ હોય. તેજ અથવા તેથી વધારે ગુરૂ સાષિએ ગ્રહણ કરવું. કારણકે ધર્મના સાક્ષી ગુરૂ છે. ધર્મકૃત્ય ગુરૂ સાક્ષિએ કરવામાં ત્રણ લાભ છે, એક તે “ગુe હોવો શુ થ” (ગુરૂ સાક્ષિએ ધર્મ કર.) એ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. બીજે, ગુરૂના વચનથી શુભ પરિણામ ઉત્પન્ન થવાથી અધિક ક્ષયે પશમ થાય છે. ત્રીજે, પૂર્વે ધાર્યું હોય તે કરતાં પણ વધારે પચ્ચખાણ લેવાય છે. એ ત્રણ લાભ છે. શ્રાવકાશિમાં કહ્યું છે કે–પ્રથમથીજ પચ્ચકખાણ વગેરે લેવાના પરિણામ હિય, તે પણ ગુરૂ પાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દઢતા થાય છે, ભગવાનની આશા પળાય છે અને કર્મના ક્ષપશમની વૃદ્ધિ થાય છે.” એમજ દિવસના અથવા સાતમના નિયમ આદિ પણ વેગ હમ તે ગુરુ સાક્ષિએજ ગ્રહણ કરવા.