________________
દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ]
૧૨૫ પૂજા આદિ કૃત્ય કરે, ત્યારે જેને જેટલો ભાગ હોય, તેને તેટલે ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દે. એમ ન કરે તે પુણ્યને નાશ, તથા, ચેરી આદિ દેષ લાગે છે. માતાપિતા આદિના અંત્ય સમયે કહેલ ધર્માદે જાહેર કરો અને તેને સા જાણે તે રીતે તુર્ત ખર્ચ.
માતા પિતા આદિ લોકોની આયુષ્યની છેલ્લી ઘડી આવે ત્યારે જે તેના પુણ્યને અર્થે દ્રવ્ય ખરચવાનું હોય તે, મરનાર માણસ શુદ્ધિમાં હોય ત્યારે ગુરૂ તથા સાધર્મિક વગેરે સર્વ લેકેની સમક્ષ મરનારને કહેવું કે, “તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખરચીશ. તેને તમે અનુમોદના આપ.” એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં સર્વ કે જાણે એવી રીતે ખરચવું. પિતાના નામથી તે દ્રવ્યને વ્યય કરે તે પુણ્યના સ્થાનકની પણ ચોરી આદિ કાર્યાને દેષ લાગે. પુણ્યસ્થાનકે એરી વગેરે કરવાથી મુનિરાજને પણ હીણતા આવે છે. કહ્યું છે કે–“જે માણસ (સાધુ) તપ અને વ્રત રૂપ આચાર અને ભાવની ચોરી કરે છે તે કિલ્મિકી દેવતાનું આયુષ્ય બાંધે છે.” ધર્માદાખાતે મુખ્યત્વે કરીને સાધારણ દ્રવ્ય રાખવું.
વિવેકી પુરૂષે ખાસ કરીને ધર્માદાખાતે કાઢેલું દ્રવ્ય સાધરણ રાખવું. તેમ કરવાથી ગમે તે ધર્મસ્થાન બરાબર જોઈને તે ઠેકાણે તે દ્રવ્યને વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સજાતું હોય, તેને આશ્રય આપવામાં બહુ લાભ દેખાય છે. કેઈ શ્રાવક નિધન અવસ્થામાં હોય, અને તેને જે તે દ્રવ્યથી સહાય કરવામાં આવે તે તે શ્રાવક આશ્રય મળવાથી ભવિષ્ય ધનવાન થઈ સાતે ક્ષેત્રોની વૃદ્ધિ કરે એ સંભવ રહે છે. લૌકિકમાં પણ કહ્યું છે કે–“હે રાજેન્દ્ર! તું દરિદ્ર માણસનું પોષણ કર, પણ ધનવાન પુરૂષનું કરીશ નહિં. કારણકે, રોગી માણસનેજ ઔષધ આપવું હિતકારી છે, પણ નીરોગી માણસને ઔષધ આપવાથી શું લાભ થવાને?” માટે પ્રભાવના સંધની પહેરામણી, દ્રવ્ય યુક્ત મોદક (લાડુ) અને લ્હાણા આદી વસ્તુ સાધમિકેને આપવી હોય, ત્યારે દરિદ્રી સાધર્મિકને સારામાં સારી અને કિંમતી વસ્તુ હોય તે જ આપવી એમ છે. એમ ન કરે તે ધર્મની અવજ્ઞા આદિ કર્યાને દોષ આવે. શક્તિ હોય તે ધનવાન કરતાં દરિદ્ર સાધર્મિકને વધારે આપવું; પણ રોગ ન હોય તો સર્વને સમાન આપવું. સંભળાય છે કે, યમુનાપુરમાં જિનદાસ ઠકકુરે ધનવાન સાધમિને આપેલા સમકિત માદકમાં એક એક સેને અંદર નાંખ્યું હતું, અને દરિદ્ર સાધર્મિકને આપેલા મદમાં બે બે સેનિયા નાંખ્યા હતા. ધર્માદાખાતે વાપરવા કબૂલ કરેલું દ્રવ્ય ધર્માદા ખાતે વાપરવું જોઈએ, પણ તેને બીજા શરમાશરમીના કામમાં ન વાપરવું જાઈએ. ધર્માદા ખાતે કહેલું દ્રવ્ય પિતાના સાધર્મિક વાત્સલ્ય વગેરેમાં ભેગું ન ગણવું જોઈએ તેમજ પોતાના ભાડા વિગેરેમાં ન વાપરવું.
મુખ્યત્વે કરીને પિતા આદિ લોકેએ પુત્ર વગેરે લોકેની પાછળ અને પુત્ર આદિ