________________
ભાવસ્તવ 1.
વાત હતી તે સર્વ કહી. તેથી રાણીઓના મનમાં ઘણે વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેઓ હંમેશાં તે કુતરીને ખાવા પીવા આપતી, અને સ્નેહથી કહેતી કે, “હા હા ! ધર્મિષ્ઠ! એવી તે કેમ ફેગટ આ બૅષ કર્યો કે, જેથી હારી આવી અવસ્થા થઈ?” આ વચન સાંભળી તથા પિતાનું ચિત્ય વગેરે જોઈ તેને (કુતરીને) જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી સવેગ પામી તેણે સિદ્ધાદિકની સાક્ષીએ પોતે કરેલા ઢેષ વગેરે અશુભ કર્મ આલોચ્યાં, અને અનશન કરી મરણ પામી વૈમાનિક દેવતા થઈ. દ્વેષ અદેખાઈનાં આવાં કડવાં ફળ છે માટે છેષ કરવો જોઈએ નહિં.
ઈતિ દ્રવ્યસ્તવ ભાવસ્તવઃ-સર્વે ભાવપૂજા અને જિનેશ્વરની આજ્ઞા પાળવી એ ભાવસ્તવ જાણ. તે જિનાજ્ઞા સ્વીકાર રૂપ, અને પરિહાર રૂપ એવી રીતે બે પ્રકારની છે. તેમાં શુભકર્મનું સેવન કરવું તે સ્વીકાર રૂપ આજ્ઞા જાણવી. અને નિષિદ્ધને ત્યાગ કરે તે પરિહારરૂપ આજ્ઞા જાણવી. સ્વીકાર રૂપ આજ્ઞા કરતાં પરિહાર રૂપ આજ્ઞા શ્રેષ્ઠ છે. કારણ કે, નિષિદ્ધ એવા પ્રાણાતિપાત પ્રમુખ સેવન કરનાર મનુષ્ય ગમે તેટલું શુભકર્મ કરે, તે પણ તેથી તેને વિશેષ ગુણ થતો નથી. જેમ રેગી માણસના રોગની ચિકિ
ત્સા ઔષધને સ્વીકાર અને અપચ્ચને પરિહાર એ બે પ્રકારથી કરાય છે. રેગીને ઘણું સારૂં ઔષધ આપવા છતાં પણ તે જો પચ્ય (ચરી) પાળે નહિ, તે તેને રેગ મટતે નથી વળી કહ્યું છે કે– રાગ દવા વગર ફક્ત ચરીથીજ મટે છે, પણ ચરી ન પાળે તે સેંકડો દવાથી પણ રોગ મટે નહિં.' એ રીતે જિનભગવાનની ભક્તિ પણ નિષિદ્ધ આચરણ કરનારને વિશેષ ફળવાળી થાય નહિં. જેમ ચરી પાળનારનેજ દવાથી આરામ થાય છે, તેમ સ્વીકાર રૂપ અને પરિહાર રૂપ બે આજ્ઞાને વેગ થાય તે જ સંપૂર્ણ ફળસિદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રસૂરિએ વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે હે વીતરાગ! તમારી પૂજા કરવા કરતાં તમારી આજ્ઞા પાળવી બહુ લાભકારી છે. કારણ કે, આજ્ઞાની આરાધના કરી હોય તે શિવસુખ અને વિરાધના કરી હોય તે ભવની વૃદ્ધિ થાય છે. હે વીતરાગ ! તમારી આજ્ઞા હમેશાં ત્યજવા
વસ્તુના ત્યાગ રૂ૫ અને આદરવા ગ્ય વસ્તુના આદર રૂપ હોય છે. અર્થાત્ આશ્રવ સર્વથા છાંડવા યોગ્ય છે, અને સંવર સર્વથા આદરવા ગ્ય છે.”
પૂર્વાચાર્યોએ દ્રવ્યસ્તવનું અને ભાવસ્તવનું ફળ કહ્યું છે. તે આ રીતે છે – દ્રવ્યસ્તવની ઉત્કૃષ્ટપણે આરાધના કરી હોય તે બારમા અચુત દેવલોક સુધી જાય છે, અને ભાવસ્તવની ઉત્કૃષ્ટપણે આરાધના કરી હોય તે અંતર્મુહૂર્તમાં નિર્વાણ પામે છે. દ્રવ્યસ્તવ કરતાં જે કે કાંઈક ષષ્કાય છની ઉપમઈનાદિક વિરાધના થાય છે, તે પણ કુવાને દૃષ્ટાંતે ગૃહસ્થ જીવનવાળાને તે (દ્રવ્યસ્તવ) કરે ઉચિત છે. કારણકે, તેથી કર્તા (દ્રવ્યસ્તવને કરનાર), દ્રષ્ટા (દ્રવ્યસ્તવને જોનાર), અને શ્રેતા (દ્રવ્યસ્તવને સાંભળનાર) એ ત્રણેને અગણિત પુણ્યાનુબંધિ પુણ્યને લાભ થાય છે.”
તે કુવાનું દૃષ્ટાંત આ રીતે છે–એક નવા ગામમાં લોકોએ કુ દવા માંડ, ત્યારે તેમને તૃષા, થાક, કાદવથી મલિનતા વગેરે થયું, પણ જ્યારે કુવામાંથી પાણી નીક