________________
૧૨૦
[ શ્રાદ્ધવિધિ
મુશ્કેલ થઈ પડે છે, માટે દેવદ્રવ્યના દેણામાંથી શિધ્રતર સર્વને મુક્ત કરવા. જો એમ ન થાય તે પરંપરાથી સારસંભાળ કરનારને તેમજ બીજા પણ સર્વને મહાદેષની પ્રાપ્તિ થાય છે. દેવદ્રવ્યની ઉઘરાણુમાં આળસ ન કરવા ઉપર દૃષ્ટાન્ત.
મહેંદ્ર નગરમાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં ચંદન, બરાસ, ફૂલ, ચેખા, ફળ, નિવેદ્ય, દી, તેલ, ભંડાર, પૂજાની સામગ્રી, પૂજાની રચના, મંદિરનું સમારવું, દેવદ્રવ્યની ઉઘરાણી, તેનું નામું લખવું, સારી યતનાથી દેવદ્રવ્ય રાખવું, તેના જમે ખરચને વિચાર કરે, એટલાં કામ કરવાને અર્થે શ્રીસંઘે દરેક કામમાં ચાર ચાર માણસ રાખ્યા હતા. તે લેકે પિતપોતાનું કામ બરાબર કરતા. એક દિવસે ઉઘરાણી કરનાર પિકીને મુખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી કરવા ગયો, ત્યાં ઉઘરાણી ન પતતાં ઉલટાં દેણદારના મુખમાંથી નીકળેલી ગાળે સાંભળવાથી તે મનમાં ઘણે ખેદ પામ્યું અને તે દિવસથી તે ઉઘરાણીના કામમાં આળસ કરવા લાગ્યો, “જે ઉપરી તેવા તેના હાથ નીચેના લેકે હોય છે,” એ લેકવ્યવહાર હોવાથી તેના હાથ નીચેના લોકો પણ આળસ કરવા લાગ્યા. તેટલામાં દેશને નાશ વગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું. પછી તે કર્મના દેષથી ઉઘરાણી કરનારને ઉપરી અસંખ્યાતા ભવ ભો. આ રીતે દેવદ્રવ્યની ઉઘરાણી કરવાના કામમાં આળસ કરવા ઉપર આ દૃષ્ટાંત કહ્યું છે. દેરાસરમાં આપવાની વસ્તુ સારી આપવી. તથા દેરાસરની કઈ પણ વસ્તુને કદાપિ પણ ઉપયોગ ન કરવો.
તેમજ દેવદ્રવ્ય આદી જે આપવાનું હોય તે સારૂં આપવું. ઘસાયેલું અથવા બેટું નાણું વગેરે ન આપવું. કારણ કે, તે નાણું ન ચાલે તે દેવદ્રવ્યાદિકને ઉપભોગ કર્યાને દોષ આવે છે. તેમજ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય તથા સાધારણદ્રવ્યસંબંધી ઘર, દુકાન, ક્ષેત્ર, વાડી, પાષાણ, ઈંટ, કાષ્ઠ, વાંસ, નળીયાં, માટી, ખડી આદી ચીજો તથા ચંદન, કેસર, બરાસ, ફૂલ, છાબડીઓ, ચંગેરીઓ, ધૂપધાણું, કળશ, વાળાકુંચી, છત્રસહિત સિંહાસન, ચામર, ચંદ્રુઓ, ઝલ્લરી, ભેરી આદિ વાજિંત્ર, તંબૂ, કેડિયાં, પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા, પાટલીઓ, કુંડી, ઘડા, આરસીઓ, કાજળ, જળ અને દીવા આદિ વસ્તુ તથા મંદિરની ખાળમાં થઈને નીકને માર્ગે આવેલું જળ વગેરે પણ પિતાના કામને માટે ન વાપરવું. કારણકે દેવદ્રવ્યની પેઠે તેના ઉપભોગથી પણ દોષ લાગે છે. ચામર, તંબૂ આદિ વસ્તુ તે વાપરવાથી કદાચિત્ મલિન થવાને તથા તૂટવા ફાટવાને પણ સંભવ છે, તેથી અધિક દોષ લાગે છે. કહ્યું છે કે “ભગવાન્ આગળ દીવો કરીને તેજ દીવાથી ઘરનાં કામ ન કરવાં. તેમ કરે તે તિર્યંચ નિમાં જાય.
દેવદીપસ્થી ઘરકામ ન કરવું તે ઉપર ઉટડીનું દૃષ્ટાંતઃઇંદ્રપુર નગરમાં દેવસેન નામે એક વ્યવહારી હતું, અને ધનસેન નામે એક ઉંટસ્વાર તેને સેવક હતે. ધનસેનના ઘરથી દરરોજ એક ઉંટડી દેવસેનને ઘેર આવતી, ધનસેન તેને મારી કૂટીને પાછી લઈ જાય, તે પણ તે નેહને લીધે પાછી દેવસેનને ઘેરજ આવીને રહે એમ થવા લાગ્યું ત્યારે દેવસેને તેને વેચાતી લઈને પિતાના ઘરમાં રાખી.