________________
દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ]
આપવું. કદાચ તત્કાળ આપવાનું ન બને તે પણ જેમ બને તેમ જલદી આપવા પ્રયત્ન કરે. કારણકે વિલંબ કરવામાં કદાચ પોતાનું દ્રવ્ય નાશ પામે અને તેથી દેવદ્રવ્ય ન આપી શકાય, અગર મરણ વગરે થતાં આપવું રહી જાય તે પિતાને ઘેર નરકાદિ યાતના જોગવવી પડે છે.
દેવદ્રવ્ય આપતાં વિલંબ કરવા ઉપર
ગષભદત્તની કથા. મહાપુર નગરમાં ઋષભદત્ત નામે શ્રેષ્ઠિ રહેતું હતું, તેણે એક વખત મંદિરમાં ચડાવે લીધે. ઘેર આવ્યા પછી કામની વ્યગ્રતાથી તે ભૂલી ગયા અને તેના ઘેર દૈવગે ધાડ પડી અને તેનું સર્વ દ્રવ્ય લુંટાયું. લુંટનારાઓને લાગ્યું કે શેઠ લાગવગવાળ હોવાથી આપણને હેરાન કરશે માટે લુંટારાઓએ શેઠને મારી નાંખે. ઋષભદત્ત મરી. તેજ મહાપુર નગરમાં કેઇ ભિસ્તીને ઘેર પાડાપણે ઉત્પન્ન થયો. એક વખતે નવા બનાવેલા જિનમંદિરને કેટ બંધાતું હતું તેને માટે પાણી ઉપાડતાં જિનમંદિર તથા જિનપ્રતિમા જોઈ તે પાડાને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે કેઈપણ રીતે જિનમંદિર છેડી ખસ્યા નહિં, તેવામાં જ્ઞાની મુનિ પધાર્યા. તેમણે સર્વ પૂર્વ નષભદત્તને વૃત્તાન્ત કહ્યો. ઋષભદત્તના પુત્રોએ ભિસ્તીને યોગ્ય દ્રવ્ય આપી પાડાને છોડાવ્યું અને પોતાના પિતાનું જે દેવદ્રવ્યનું ઋણ હતું તેથી હજારગણું દ્રવ્ય આપી પિતાને ઋણમુક્ત કર્યો, પાડારૂપે થયેલ ઋષભદત્તના જીવે તેની અનુમોદના કરી અને અણસણ કરી તે સ્વર્ગે ગયો. અનુક્રમે મુક્તિસુખ પામે. આ રીતે દેવદ્રવ્ય આપતાં વિલંબ કરવા ઉપર ઋષભદત્ત શ્રેષિની કથા છે. દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું દેવું મુલ ન રાખવું,
દેવનું, જ્ઞાનનું અને સાધારણ વિગેરે ધર્મ સંબંધીનાં દેવાં તે ક્ષણવાર પણ રાખવાં નહિં. જ્યારે બીજા કેઈનું પણ દેવું આપતાં વિવેકીયે વિલંબ ન કર જોઈએ ત્યારે દેવનું, જ્ઞાનનું કે સાધારણ વિગેરેનું દેવું તે સહજ પણ વિલંબ વિના આપવું જોઈએ, જે વખતે દેવનું કબુલ કીધું તે વખતથીજ તે દ્રવ્ય દેવનું થયું ગણાય. પછી જેટલી વાર લાગે તેટલું વ્યાજનું દ્રવ્ય આપવું જોઈએ. એમ ન કરે તે જેટલું વ્યાજ થયું તેટલું દ્રવ્ય તેમાંથી ભગવ્યાનું દુષણ લાગે છે. માટે જે આપવાનું કબુલ કર્યું હોય તે તરતજ આપી દેવું. કદાપિ એમ બની શકે એવું ન હોય અને કેટલેંક દિવસ પછી આપી શકાય એમ હોય તે તે કબુલ કરતી વખતેજ પ્રથમથી સાફ, એમ કહી દેવું જોઈએ કે હું આટલો દિવસમાં કે આટલા પખવાડીયામાં કે આટલા માસમાં આપી દઈશ. કબુલ કરેલી અવધિની અંદર આપી દેવાય તે સારું, અને તેમ ન બની શકે તે છેવટે અવધિ આવે તુરત આપી દેવું ચોગ્ય છે, કહેલી મુદત ઉલંઘન કરે તે દેવવ્યને દૈષ લાગે છે, દેરાસરની સારસંભાળ રાખનારે ઉઘરાણી પણ શિબતર પિતાના ઘરની ઉઘરાણુની પેઠે જ વસુલ કરાવવી.. એમ ન કરે તે ઘણા દિવસ થઈ જવાથી દુકાળ પડવાથી કે કેમેટો ઉપકાર આવી પડે તે પછી ઘણા પ્રથાસથી. પણ તે દેવાદથનાર દેણામાંથી દેણદાર મુકત થશે