________________
~~
દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ]
૧૨૧ - કઈ સમયે જ્ઞાની મુનિરાજને ઉંટડીના નેહનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે, “એ ઉંટડી પૂર્વભવે તારી માતા હતી, એણે ભગવાન આગળ દી કરીને તેજ દીવાથી ઘરનાં કામ કર્યા. ધૂપધાણામાં રહેલા અંગારાથી ચૂલો સળગાવ્યો. તે પાપકર્મથી એ ઉંટડી થઈ. કહ્યું છે કે–“જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દી તથા ધૂપ કરીને તેથીજ પિતાના ઘરનાં કામ મેહથી સાધે છે, તે વારંવાર તિર્યચપણું પામે છે. આ રીતે તમારા બનેને સ્નેહ પૂર્વભવના સંબંધથી ચાલ્યો આવે છે. દેવના દીપક, જળ તથા ચંદનને ઉપયોગ ન કર.
દેવની આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઈ પણ ઘરનું કામ ન કરાય, તેમજ (રેકર્ડ) નોટ વગેરે ન પરખાય, દેવ આગળ કરેલા દીવાથી પિતાને અર્થે બીજે દી પણ સળગાવ નહિં. ભગવાનના ચંદનથી પિતાના કપાળાદિકમાં તિલક ન કરવું, ભગવાનના જળથી પિતાના હાથ પણ જોવા નહિં. દેરાસરની કેઈપણ વસ્તુ યોગ્ય નકરે આપ્યા સિવાય વાપરવી નહિં.
પિતાની મેળે નીચે પડેલી ભગવાનને ચઢાવેલી શેષ માળા સ્પષ્ટ લેવાય છે, પરંતુ તે પ્રતિમા ઉપરથી ઉતારીને ન લેવી. દેરાસરની કોઈપણ વસ્તુ નકો આપ્યા સિવાય વાપરવી નહિં.
ભગવાનનાં ભેરી ઝલ્લરી વગેરે વાજિંત્ર પણ ગુરૂને અથવા સંઘને કામે લગાડાય નહિ. આ સંબંધમાં કેટલાક મત એ છે કે, કાંઈ તેવું જરૂરનું કામ હોય તે દેવના ભેરી આદિ વાજિંત્ર વાપરવાં, પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે મહટે નકરો આપ. કહ્યું છે કે –“જે મૂઢ પુરૂષ જિનેશ્વર મહારાજનાં ચામર, છત્ર, કળશ આદિ ઉપકરણ પિતાને કામે કિંમત આપ્યા વિના વાપરે, તે તે ઘણો દુઃખી થાય છે નકરો આપીને વાપરવા લીધેલાં વાજિંત્ર કદાચિત્ ભાગી તૂટી જાય તે પિતાના ગાંઠનાં પસાથી તે સમારી આપવાં જોઈએ. પૂજાનાં સાધનો પિતાની નિશ્રાએ રાખવાં જેથી તેના ઉપયોગમાં દોષ ન લાગે.
ઘરકામ સારું કરેલે દી દર્શન કરવાને અર્થે જ જે જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ લાવેલ હોય, તે તે તેટલા કારણથી દેવદીપ થતું નથી. માત્ર દીપ પૂજાને અર્થેજ તે ભગવાન આગળ મૂક્યું હોય તે, તે દેવદીપ થાય. મુખ્યમાર્ગથી તે દેવદીપને અર્થે કેડિયાં વગેરે જુદાંજ રાખવાં, અને તેમાં પૂજાને અર્થે દેવે કર્યો હોય તે તેના કેડિયાં બત્તી અથવા ઘી, તેલ પિતાને કામે ન વાપરવાં. કે માણસે પૂજા કરનાર લોકોને હાથ પગ વાને માટે મંદિરે જૂદું જળ રાખ્યું હોય, તે તે જળથી હાથ પગ ધોવાને કંઈ હરકત નથી. છાબડિઓ, ચંગેરી, ઓરસીયા આદિ તથા ચંદન, કેશર, કપૂર, કસ્તુરી આદિ વસ્તુ પોતાની નિશ્રામાં રાખીને જ દેવના કામમાં વાપરવી, પણ દેવની નિશ્રાએ ન રાખવી.