________________
આશાતનાના ત્યાગ કરવા ]
૧૦૩
જિલ્લે પેાતાની આંખ મહાદેવને અર્પણ કરી. માટે હમેશાં દેવ, ગુરૂ આદિનાં કામ પોતાના કામ કરતાં પણ ઘણા આદરથી કરવાં જોઇએ. અમે કહીએ છીએ કે−સ સંસારી જીવાની દેહ, દ્રવ્ય અને કુટુંબ ઉપર જેવી પ્રીતિ હોય છે, તેવીજ પ્રીતિ મેાક્ષાભિલાષી જીવાની જિનપ્રતિમા, જિનમત અને સંઘ ઉપર હાય છે.’
દેવ, ગુરૂ અને જ્ઞાન આદિની આશાતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથીત્રણ પ્રકારની છે. તેમાં પુસ્તક, પાટલી, ટીપ, નવકારવાળી આદિને થૂંક લગાડવું, ઓછા અથવા વધારે અક્ષર ખેલવા, જ્ઞાનાપકરણ પાસે છતાં વાયુસચાર કરવા ઈત્યાદિક જઘન્ય આશાતના જાણુવી. ભણવાના કાળ ન હોય ત્યારે ભણવું, ચાગ ઉપધાન તપસ્યા વગર સૂત્રનું અધ્યયન કરવું, ભ્રાંતિથી અને અનર્થ કરવા, પ્રમાદથી પુસ્તક આદિ વસ્તુને પગ વગેરે લગાડવા, પુસ્તક આદિ ભૂમિ ઉપર નાંખી દેવું, જ્ઞાને પગરણ પાસે છતાં આહાર અથવા લઘુનીતિ કરવી, ઈત્યાદિક મધ્યમ આશાતના જાણવી. પાટલી વગેરે ઉપરના અક્ષર થૂંકથી ઘસીને ભૂંસી નાખવા, જ્ઞાનાપગરણ ઉપર બેસવું, સૂઈ રહેવું વગેરે, જ્ઞાનાપગરણ પાસે છતાં વડીનીતિ વગેરે કરવું, જ્ઞાનની અથવા જ્ઞાનીની નિંદા, દુશ્મનાવટ નુકશાન વગેરે કરવું, તથા ઉત્સૂત્ર ભાષણ કરવું, એ ઉત્કૃષ્ટ આશાતના જાણુવી.
જિનપ્રતિમાની ત્રણ પ્રકારની આશાતના આ રીતેઃ—તેમાં વાળાકુચી પછાડવી, જિનપ્રતિમાને પેાતાના નિશ્વાસના સ્પર્શ કરાવવા, પેાતાના વસ્ત્રના છેડા પ્રતિમાને અડાડવા વગેરે જઘન્ય આશાતના જાણવી. વગર ધેાએલા ધેાતીયાથી જિનપ્રતિમાની પૂજા કરવી, તથા જિનબિંબને ભૂમિ ઉપર પાડવું વગેરે મધ્યમ આશાતના જાણવી. પગ લગાડવા, જિનપ્રતિમાને નાકના મલ અથવા થૂક વગેરે લગાડવું, પ્રતિમાના ભંગ કરવા પ્રતિમાને લઇ જવી, તથા જિનેશ્વર ભગવાન્ની હીલના કરવી, વગેરે ઉત્કૃષ્ટ આશાતના જાણવી.
જિનપ્રતિમાની જઘન્યથી આશાતના દશ, મધ્યમથી ચાલીશ અને ઉત્કૃષ્ટથી ચેારાશી જાણવી. તે નીચે પ્રમાણે છેઃ—
જિનમંદિરની અ ંદર ૧ પાન સેાપારી ખાવી, ૨ પાણી આદિ પીવું, ૩ ભેાજન કરવું, ૪ પગરખાં પહેરવાં, ૫ સ્ત્રીસભાગ કરવા, ૬ નિદ્રા લેવી, ૭ થૂંકવું, ૮ લઘુનીતિ કરવી, ૯ વડીનીતિકરવી, તથા ૧૦ જુગાર રમવું, એ રીતે જિનમંદિરમાં જન્યથી દશ આશાતના જરૂર ટાળવી.
જિનમંદિરની અંદર ૧ લઘુનીતિ કરવી, ૨ વડીનીતિ કરવી, ૩ પગરખાં પહેરીને જવું, ૪ પાણી આદિ પીવુ, ૫ ભેાજન કરવું ૬ નિદ્રા લેવી, ૭ સ્ત્રી સભાગ કરવા, ૮ પાન સેાપારી ખાવી, ૯ થૂંકવુ', ૧૦ જૂગાર રમવુ, ૧૧ જી માંકણ ઈત્યાદિ જેવા વીણવા ૧૨ વિકથા કરવી, ૧૩ પલાંઠી વાળવી ( પગ ઉપર પગ ચઢાવીને એસવુ,) ૧૪ પગ પહેાળા કરીને બેસવું, ૧૫ માંહે માંહે વિવાદ કરવા, ૧૬ મશ્કરી કરવી, ૧૭ અદેખાઈ કરવી, ૧૮ ખાજોઠ સિંહાસન વગેરેને બેસવા માટે વાપરવું, ૧૯ કેશની અથવા શરીરની