________________
દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ]
૧૦૯
અનંતસંસારી કહો છે.” મૂળ અને ઉત્તર ભેદથી પણ બે પ્રકારનું ચિત્યદ્રવ્ય કહ્યું છે. તેમાં સ્તંભ કુંભી વગેરે મૂળદ્રવ્ય અને છાપરું વગેરે ઉત્તર દ્રવ્ય જાણવું. અથવા સ્વપક્ષ અને પરાક્ષ એ બે ભેદથી પણ બે પ્રકારનું ચિત્યદ્રવ્ય જાણવું. તેમાં શ્રાવકાદિક સ્વપક્ષ અને મિથ્યાદષ્ટિ આદિ પરપક્ષ જાણ. સર્વ સાવદ્યવિરત સાધુ પણ ચેત્યદ્રવ્યની ઉપેક્ષા કરે તે અનંતસંસારી થાય છે. તે પછી શ્રાવક થાય એમાં તે શું આશ્ચર્ય!
શંકા–ત્રિવિધ ત્રિવિધ સર્વ સાવધનું પચ્ચખાણ કરનાર સાધુને, ત્યદ્રવ્યની રક્ષા કરવાનો અધિકાર શી રીતે ઘટે?
સમાધાન –જે સાધુ, રાજા, મંત્રી વગેરે પાસે માગણી કરીને ઘર, દુકાન, ગામ વગેરે મંદિર ખાતે અપાવી આદાન કર્મથી નવું જિનમંદિર કરાવે છે તે સાધુને દોષ લાગે, કારણ કે, એવાં સાવદ્ય કામ કરવાનો સાધુને અધિકાર નથી. પણ કઈ ભદ્રક જીવે ધર્માદિકને અર્થે પૂર્વે આપેલા અથવા બીજા ચૈત્યદ્રવ્ય કે ચૈત્યને વિનાશ થતું હોય તે તેનું જે સાધુ રક્ષણ કરે, તે કાંઈ દેષ નથી. એટલું જ નહિં પણ એમ કરવામાં જિનાજ્ઞાની સમ્યક પ્રકારે આરાધના થતી હોવાથી સાધુધર્મને ઉલટી પુષ્ટિ મળે છે. જેમ “સાધુ નવું જિનમંદિર કરાવે નહિં, પણ પૂર્વે કરેલા જિનમંદિરનું તેના શત્રુને એગ્ય શિક્ષા કરી રક્ષણ કરે, તે તે સાધુને કાંઈ પ્રાયશ્ચિત લાગતું નથી, અથવા સર્વ સાવવિરતિ રૂપ પ્રતિજ્ઞાને પણ બાધ આવતો નથી. તેમ ચૈત્યદ્રવ્યની રક્ષામાં પણ જાણવું. આગમમાં પણ એમજ કહેલું છે. “શંકાકાર કહે છે કે—“જિનમંદિર સંબંધી ક્ષેત્ર, સુવર્ણ, ગામ, ગાય વગેરે વસ્તુના સંબંધમાં આવનાર સાધુને ત્રિકરણશુદ્ધિ શી રીતે થાય ?” ઉત્તરમાં આચાર્ય મહારાજ કહે છે કે –“અહિં બે વિકલ્પ છે, જે સાધુ મંદિર સંબંધી વસ્તુ પિતે માગે તે તેની ત્રિકરણ શુદ્ધિ ન થાય, પણ જે કઈ ચિત્ય સંબંધી વસ્તુ હરણ કરે, અને તે બાબતની જે સાધુ ઉપેક્ષા કરે, તે તેની ત્રિકરણ શુદ્ધિ ન થાય; એટલું જ ૨ દ્રવ્યસપ્તતિકામાં કહેલ છે.
ધર્મની રૂચિ શ્રદ્ધા કે આસ્તિકતા ધરાવતે હરકેઈ માણસ પિતાથી બને તેટલે તેમાં વધારો કરે છે. તેનું જતન કરે છે અને ઘરની મીત કરતાં પણ તેની સારસંભાળમાં કલ્યાણ માને છે. કારણકે તેમ કરવાથી તેને આ ભવ અને પરભવ બને સુધરે છે. આ પ્રમાણે ૩ શ્રાદ્ધદિનકલ્ય પૃષ્ઠ ૩રમાં કહેલ છે.
જૈન શાસ્ત્રના આદેશ મુજબ કોઈપણ કાર્ય માટે જૈનશાસનમાં બે આધારે માનવામાં આવે છે. પહેલે આધાર જેનશાસ્ત્રોનો અને બીજે આધાર આચરણુનો, કે જેને ૪ શ્રી સ્થાનાંગસૂત્ર, શ્રી ભગવતીસૂત્રમાં જીતઆચાર તરીકે જણાવવામાં આવેલ છે. સંવિજ્ઞ બહુશ્રુતેએ પ્રવર્તાવેલ ત્રીજી પેઢીના આચારને જીતાચાર કહે છે? આ છતાચાર માટે પ ધર્મરત્ન પ્રકરણ ૫, ૫૮ વિગેરે ગ્રંથમાં ત્યાં સુધી કહેવાયું છે કે આગમથી જુદી રીતની પણ આચરણને માર્ગને અનુસરવાવાળાએ પ્રમાણિક ગણવી જોઈએ.