________________
શ્રાદ્ધવિધિ ]
ળ્યું, ત્યારે કેવળ તેમની તૃષાદિક તથા શરીર અને વસ્ત્ર પ્રમુખ વસ્તુ ઉપર ચઢેલા મલાદિક દૂર થયા, એટલું જ નહિ પણ બીજા સર્વ કેનાં પણ તે દૂર થયા. અને હંમેશનું સર્વ પ્રકારે બધાને સુખ થયું, તેમ દ્રવ્યસ્તવની વાતમાં પણ જાણવું. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે –“સર્વ વિતિ ન પામેલા દેશવિરતિ છને સંસારને પાતળા કરનારે એ દ્રવ્યસ્તવ કુવાને દષ્ટાંતે ઉચિત છે. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે –“આરંભને વળગી રહેલા સ્કાય જીવોની વિરાધનાથી વિરતિ ન પામેલા અને તેથી જ સંસાર અટવીમાં પડતા જીને દ્રવ્યસ્તવ એજ મહેસું આલંબન છે. જે શ્રાવક વાયુ સરખા ચંચળ, નિર્વાણને અંતરાય કરનાર, ઘણા નાયકેના તાબામાં રહેલા, સ્વલ્પ અને અસાર એવા ધનથી સ્થિર ફળને આપનારી, નિર્વાણને સાધનારી, પિતાની સ્વાધીનતામાં રહેલી, ઘણું ફળ આપનારી અને સારભૂત એવી જિનેશ્વર ભગવાનની પૂજા કરીને નિર્મળ પૂણ્ય ઉપજે છે, તેજ વણિક વાણિજ્ય કર્મમાં ઘણે નિપુણ સમજ.” પૂજા કરવાથી થનાર ઉપવાસ ફળ.
શ્રદ્ધાવંત મનુષ્ય “જિનમંદિરે જઈશ” એમ ચિંતવતાં એક ઉપવાસનું, જવા માટે ઉઠતાં છઠનું, જવાનું નક્કી કરતાં અડ્ડમનું, માર્ગે જતાં ચાર ઉપવાસનું, જિનમંદિરના બાહ્ય ભાગે જતાં પાંચ ઉપવાસનું, મંદિરની અંદર જતાં પંદર ઉપવાસનું અને જિન પ્રતિમાનું દર્શન કરતાં એક માસ ઉપવાસનું ફળ પામે છે. પાચરિત્રમાં વળી આ પ્રમાણે કહ્યું છે કે શ્રદ્ધાવંત શ્રાવક “જિનમંદિરે જઈશ” એમ મનમાં ચિંતવતાં એક ઉપવાસનું, ઉઠતાં બે ઉપવાસનું, માર્ગે જવા લાગતાં ત્રણ ઉપવાસનું, જતાં ચાર ઉપવાસનું, થોડો માર્ગ ઉલ્લંઘતાં પાંચ ઉપવાસનું, અધે માર્ગે જતાં પંદર ઉપવાસનું, જિનપ્રતિમાનું દર્શન કરતાં એક મહિનાના ઉપવાસનું, જિનમંદિરે પ્રવેશ કરતાં છ મહિનાના ઉપવાસનું મંદિરને બારણે જતાં બાર મહિનાના ઉપવાસનું, પ્રદક્ષિણા દેતાં સે વર્ષના ઉપવાસનું, અને જિનપ્રતિમાની પૂજા કરતાં હજાર વર્ષના ઉપવાસનું ફળ પામે, અને જ્યારે જિનભગવાનની
સ્તુતિ કરે ત્યારે અનંત પુણ્ય પામે.” “પ્રમાર્જન કરતાં સો ઉપવાસનું, વિલેપન કરતાં હજાર ઉપવાસનું, માળા પહેરાવતાં લાખ ઉપવાસનું, અને ગીત વાજિંત્ર આદિ ભાવ પૂજા કરતાં અનંત ઉપવાસનું ફળ પામે.”
પૂજા પ્રતિદિન ત્રણ ટંક કરવી. કહ્યું છે કે-“પ્રાત:કાળે કરેલી જિનપૂજા રાત્રે કરેલા પાપને નાશ કરે છે, મધ્યાહ્ન સમયે કરેલી પૂજા જન્મથી માંડીને કરેલા પાપને ક્ષય કરે છે, અને સાચા સમયે કરેલી પૂજા સાત જન્મમાં કરેલાં પાપ ટાળે છે. જળપાન આહાર, ઔષધ, નિદ્રા, વિદ્યા, દાન, ખેતી એ સાત વસ્તુ અવસરે કરી હોય તે સારું ફળ આપે છે, તેમ જિનપૂજા પણ અવસરે કરી હોય તે તે પણ ઘણું સારું ફળ આપે છે.” ત્રિકાળ જિનપૂજન કરનારે ભવ્ય સમક્તિને ભાવે છે અને છેવટે શ્રેણિક રાજાની પેઠે તીર્થંકર નામત્ર કર્મ ચાંપે છે. જે પુરૂષ દોષ રહિત જિનભગવાનની ત્રિકાળ પૂજા કરે છે, તે ત્રીજે અથવા તમે આઠમે હવે સિદ્ધિ સુખ પામે છે. ચેસઠ ઇદ્રો પરમ આદરથી