________________
* ૫૦
૮ શ્રતજ્ઞાનની પૂજા કરવી, ૯ ઉજમણું કરવું, ૧૦ શાસનની પ્રભાવના કરવી, ૧૧ આલેચણા લેવી વિગેરે આ સર્વ વાત સવિસ્તર પાંચમાં પ્રકાશમાં ગ્રંથકારે જણાવેલ છે. ૬ જન્મકૃત્ય.
શ્રાવકે જીવન દરમિયાન સવિશેષે શું શું કરવું તે જન્મકૃત્યમાં જણાવેલ છે. ગૃહસ્થ જીવન જીવનાર શ્રાવકે સૌ પ્રથમ ૧ નિવાસ સ્થાન કરવું, ૨ ગૃહસ્થ જીવન જેણે જીવવું હોય તેણે ધન કમાવું જોઈ એ માટે તેણે જેનાથી પિતાને શુદ્ધ રીતે નિર્વાહ થાય તેવી વિદ્યાઓ-કળાઓ શિખવી, ૩ ગૃહસ્થ જીવન જીવનાર ઘરસંસાર માંડયા વગર રહેવાને નથી તે તેણે સમાન શીલ કુલ આચાર યુક્ત કુટુંબની કન્યા સાથે વિવાહ કરો. ૪ ગૃહસ્થ જીવનમાં ડગલે અને પગલે એક બીજાની મદદની જરૂરિયાત રહે છે, માટે શ્રાવકે બને તેટલા મિત્ર વધારવા અને દુશમન ન કરવા, ૫ મેળવેલી ધન સંપત્તિનું સાર્થક દાનમાં અને પૂણ્યમાં છે માટે જેનાથી અનેક માણસે બધિબીજ પામે છે તે જિનમંદિર કરાવવું, ૬ તેમાં પ્રતિમા પધરાવવી, ૭ અને જેનાથી અનેક માણસો ધર્મ પામે તે રીતે ભવ્ય મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવવી. ૮ સંસારમાં સૌ કોઈ રાચેલામાચેલા છે. અને વિષય કષાયમાં સૌ કેઈડાદોડ કરે છે માટે શ્રાવકે પોતે દીક્ષા લેવાનો વિચાર કર. કેઈ કારણસર પોતે દીક્ષા ન લે તે છેવટે પિતાનાં પુત્રાદિક કઈ પણ દીક્ષા લેતા હેય તે તેમને રોકવા નહિ પણ તેને ભવ્ય દીક્ષા મહોત્સવ કર. ૯ જૈનશાસનના પરમ ઉપકારી સાધુ મહારાજેમાં જે વિશેષે તેજસ્વી હોય તેને પદ મહત્સવ પિતાની મિલ્કત ખરચી ભવ્ય રીતે ઉજવવે. અને લોકેને જણાવવું કે આ મહાપુરૂષો સર્વ જગતના પરમોપકારી પુરૂષ છે. ૧૦ આ પંચમકાળમાં જિન આગમ અને જિનપ્રતિમા બે પરમ તરવાના સાધન છે. માટે આ આગમ ગ્રંથે પરંપરાએ સચવાઈ રહે માટે પુસ્તક લખાવવાં. ૧૧ સર્વ કે શ્રાવકે નિરાબાધપણે ઉત્સાહથી ધર્મકરણી કરે અને પરસ્પર ધર્મચર્ચા કરી કલ્યાણ સાધે તે માટે ભવ્ય અને પવિત્ર પૌષધશાળા કરાવવી, ૧૨-૧૩ જાવ જ જીવ સમકિત તથા લીધેલ વતને સાવધાનતા પૂર્વક પાળવાં, ૧૪ ગમે તેટલી પૂણ્ય કરણી કર્યા છતાં કઈ પૂણ્યકરણી દીક્ષાને તુલ્ય નથી માટે શ્રાવક છેવટે દીક્ષા લેવાને વિચારકરે. ૧૫ કેઈ કારણસર દીક્ષા ન જ લઈ શકે તે શકય હોય તેટલા સર્વ આરંભ સમારંભ ત્યાગ કરે. ૧૬ અને જેમ બને તેમ જલદી બ્રહ્મચર્યના વ્રત લેવાને ઉદ્યમ રાખે, ૧૭ તથા ઉગ્ર તપશ્ચર્યારૂપ શ્રાવકની પ્રતિમાઓ અગર તે શકિત ન હોય તે બીજી કઈ મોટી તપશ્ચર્યા જીવનમાં કરે. ૧૮ અંતકાળ નજીક આવે ત્યારે શ્રાવક બને ત્યાં સુધી તે દીક્ષા જ લે પણ કદાચ દીક્ષા ન જ લઈ શકે તે સાગારિક અણુસણ લે અગર તીર્થભૂમિમાં જઈ સર્વ ત્યાગ કરે, આપણ ન બને તે જેનાથી પોતાનું કલ્યાણ થાય તેવી દશ પ્રકારની આરાધના તે અવશ્ય કરે.
આ દશ પ્રકારની આરાધનાની વિસ્તૃત સમજ આ ગ્રંથમાં આગળ પેજ ૭૩ થી આપવામાં આવી છે.