________________
૧૪
[ શ્રાદ્ધવિધિ
વૃક્ષાની છાલ, તેમનાં લિખેળી પ્રમુખ ફળ અને તેમનાંજ મૂળ ઇત્યાદિ સવ અનાહાર જાણવાં. એમ કહ્યું છે.
પચ્ચક્ખાણના પાંચ સ્થાન
પચ્ચક્ખાણ ઉચ્ચારને વિષે પાંચ સ્થાન ભેદ છે. પ્રથમ ભેદને વિષે નવકારશી પારિસીવિગેરે તેર કાળપચ્ચક્ ખાણું ઉચ્ચારાય છે. એ કાળ પચ્ચક્ખાણ પ્રાયે સ ચવિહાર [ચતુર્વિધ આહાર ત્યાગ રૂપ] હોય છે. બીજા ભેદને વિષે વિગય વિગેરેને ઉચ્ચાર [પાઠ] આવે છે. વિગયનુ' પચ્ચક્ખાણ વિગયના નિયમ રાખનાર તથા ન રાખનાર એ સર્વેને પણ હોય છે. કારણકે, શ્રાવક માત્રને પ્રાયે ચાર અભક્ષ્ય વિગયના ત્યાગ હાય છેજ તેથી ખીન્ને ભેદ છે. ત્રીજા ભેદને વિષે એકાસણું, બિયાસણું, અને એકલઠાણુ ઉચ્ચારાય છે. એમાં દુવિહાર તિવિહાર તથા ચવિહાર આવે છે. ચેાથા ભેદને વિષે પાણુસ્સ લેવેણુ ” ઇત્યાદિક અચિત્ત પાણીના છ આગાર ઉચ્ચારાય છે. પાંચમા ભેદને વિષે પૂર્વે ગ્રહણ કરેલા સચિત્ત, દ્રવ્ય ઇત્યાદિ ચૌદ નિયમમાં સ ંક્ષેપ કરવારૂપ દેશાવકાશિક વ્રત સવાર સાંજ ઉચ્ચારાય છે. ઉપવાસ, આંખિલ, અને નીવી એ ત્રણે પચ્ચક્ખાણા પ્રાયે તિત્રિહાર અથવા ચવિહાર હોય છે; પણ અપવાદથી તેા નીવી, ઇત્યાદિક પચ્ચક્ખાણુ દુવિહાર પણ હાય છે, કહ્યું છે કે— સાધુઓને રાત્રિનું તથા નમસ્કાર સહિત ચવિહારજ હોય છે. અને ભવચરમ, ઉપવાસ તથા આંખિલ, એ ત્રણે પચ્ચક્ખાણુ ત્તિવિહાર તથા ચવિહાર હાય છે. ખાકીનાં બીજા પચ્ચક્ખાણા દુવિહાર તિવિહાર તથા ચવિહાર પણ હાય છે. એ રીતે પચ્ચક્ખાણના વિષે આહારના ભેદ સમજવા. હવે ૧૯નીવી, અખિલ ઇત્યાદિકને વિષે કઇ વસ્તુ ક૨ે, અને કઈ ન કલ્પે? એ વાતના નિર્ણય પાત પેાતાની સામાચારી ઉપરથી જાણવા. અનાભાગ, સહસાત્કાર ઇત્યાદિક ગારનું સ્વરૂપ પચ્ચક્ખાણ ભાષ્યાદિકમાં કહેલ સિદ્ધાંતના અનુસારે મનમાં સારી પેઠે ચિ ંતવ્યું. એમ ન કરે તો પચ્ચક્ખાણુ શુદ્ધ થવાના સંભવ રહેતા નથી. આ રીતે મૂળગાથાના ઉત્તરાર્ધમાં આવેલા હિનિ” એ પદની સવિસ્તર વ્યાખ્યા કરી. હવે “બ” ઇત્યાદિ પદની સવિસ્તાર વ્યાખ્યા કર છે. તેમાં પ્રથમ હમેશાં શાસ્ત્ર ધ માના ઉપદેશ કરે છે, તે જણાવે છે,
66
મળમૂત્રના ત્યાગ, દાતણ કરવું, જીભનુ ઘસવું, કાગળા કરવા અને સ્નાન અથવા દેશસ્નાન ઇત્યાદિક કરીને પવિત્ર થવું. અહિં પવિત્ર થવું” એ લાક પ્રસિદ્ધ વાતના અનુવાદ માત્ર જાણવા કારણ કે, મળમૂત્ર ત્યાગ વગેરે પ્રકાર લાક પ્રસિદ્ધ હાવાથી શાસ્ત્ર તે કરવા વિષેના ઉપદેશ કરતુ નથી. જે વસ્તુ લેાક સંજ્ઞાથી પ્રાપ્ત થતી નથી, તેજ વસ્તુના ઉપદેશ કરવા એ શાસ્ત્રનું પેાતાનું કર્ત્તવ્ય છે, એમ શાસ્ત્ર સમજે છે. મળમલિન ગાત્ર
૧૯ આયખિલ નીવી ઇત્યાદિમાં કેટલાક ગચ્છની સમાચારી જુદી જુદી હાય છે. આથી આ સંબંધમાં તપાતાની સમાચારી પ્રમાણે કરવું,