________________
શ્રાદ્ધવિધિ ] न्हवणच्चगेर्हि छउम-स्थवत्थ पडिहारगे हिं केवलिअं ।।
पलिअंकुस्सग्गेहिं, जिणस्स भाविज्ज सिद्धत्तं ॥१॥ અર્થ–પ્રતિમાના પરિકર ઉપર રચેલા જે હાથમાં કળશ લઈ ભગવાનને ન્ડવરાવનારા દેવતા, તથા તે પરિકરમાં રચેલા જે ફૂલની માળા ધારણ કરનાર દેવતા, તેને મનમાં ચિંતવી ભગવાનની છવાસ્થ અવસ્થા ભાવવી. છદ્મસ્થ અવસ્થા ત્રણ પ્રકારની છે. એક જન્માવસ્થા. બીજી રાજ્યવસ્થા અને ત્રીજી શ્રમણ્યાવસ્થા–તેમાં, પરિકરમાં રચેલા હુવરાવનાર દેવતા ઉપરથી ભગવાનની જન્માવસ્થા ભાવવી. પરિકરમાં રચેલા માળાધારક દેવતા ઉપરથી ભગવાનની રાજ્યવસ્થા ભાવવી, તથા ભગવાનનું મસ્તક તથા મુખ લોચ કરેલું જોવાથી ભગવાનની શ્રમણ્યાવસ્થા (દીક્ષા લીધી તે વખતની અવસ્થા) તે સુખેથી જણાય એવી છે. પરિકરની રચનામાં પત્રવેલની રચના આવે છે, તે જોઈને અશોકવૃક્ષ, માળાધારી દેવતા જોઈને પુષ્પવૃષ્ટિ અને બન્ને બાજુએ વિણા તથા વાંસળી હાથમાં ધારણ કરનાર દેવતા જોઈને દિવ્યધ્વનિની કલ્પના કરવી. બાકીના ચામર, આસન આદિ પ્રાતિહાર્ય તે પ્રકટ જણાય એવા છે. એવા આઠ પ્રાતિહાર્ય ઉપરથી ભગવાનની કેવળી અવસ્થા ભાવવી, અને પદ્માસને બેઠેલા અથવા કાઉસ્સગ્ન કરી ઉભા રહેલા ભગવાનનું ધ્યાન કરી સિદ્ધસ્થાવસ્થા ભાવવી છે ૧ છે આ પ્રમાણે ભાવ પૂજાના ભેદ છે. બે પ્રકારી, ત્રણ પ્રકારી, ચાર પ્રકારી,પંચપ્રકારી, અષ્ટપ્રકારી અને સર્વપ્રકારી પૂજા,
બ્રહભાષ્યમાં કહ્યું છે કે–પાંચપ્રકારી, અષ્ટપ્રકારી તથા વિશેષ સદ્ધિ હોય તે સર્વ પ્રકારી પણ પૂજા ભણાવવી. તેમાં ફૂલ, ચેખા, ગંધ, ધૂપ અને દીપ એ પાંચ વસ્તુથી પંચ પ્રકારી પૂજા ભણાવવી. ફૂલ, ચેખા, ગંધ, દીપ, ધૂપ, નૈવેદ્ય, ફળ અને જળ એ આઠ વસ્તુથી આઠ કમને ક્ષય કરનારી અષ્ટપ્રકારી પૂજા થાય છે, સ્નાત્ર, અર્ચન, વસ્ત્ર, આભૂષણ, ફળ, નૈવેદ્ય, દીપ, નાટક, ગીત, આરતી પ્રમુખ ઉપચારથી સર્વ પ્રકારી પૂજા થાય છે. આ ઉપરાંત બૃહભાષ્યાદિ ગ્રંથમાં પૂજાના ત્રણ પ્રકાર જણાવ્યા છે, ફળ ફૂલ આદિ પૂજાની સામગ્રી તે લાવે તે પ્રથમ પ્રકાર, બીજા પાસે પૂજાનાં ઉપકરણ તૈયાર કરાવે તે બીજે પ્રકાર, અને મનમાં સર્વ સામગ્રીની મંગાવવાની કલ્પના કરવી એ ત્રીજો પ્રકાર, એવી રીતે મન વચન કાયાના ચાગથી તથા કરણ કરાવવા અનુમોદનાથી પણ પૂજાના ત્રણ પ્રકાર ઘટે છે. તેમજ પુષ્પ, નૈવેદ્ય, સ્તુતિ અને પ્રતિપત્તિ (ભગવાનની આજ્ઞા પાળવી) એવી રીતે ચાર પ્રકારની પૂજા છે. તે પણ યથાશક્તિ કરવી. લલિતવિસ્તરાદિક ગ્રંથોમાં તે પુષ્પપૂજા, આમિષ-નૈવેદ્ય પૂજા, સ્નાત્રપૂજા અને પ્રતિપત્તિ પૂજા એ ચારે પૂજામાં ઉત્તરોત્તર એક કરતાં એક પૂજા શ્રેષ્ઠ છે, એમ કહ્યું છે. આમિષ શબ્દથી શ્રેષ્ઠ અનાદિક ભાગ્ય વસ્તુજ લેવી. (ગાડેકોષમાં કહ્યું છે કે-૩ો જ સ્ત્રી, ગામિષ મોજવસ્તુનિ એને અર્થ:સ્ત્રીલિંગ નહિં એવા આમિષ શબ્દના લાંચ, માંસ અને ભાગ્ય વસ્તુ એવા ત્રણ અર્થ થાય છે.) પ્રતિપત્તિ શબ્દને અર્થ “તીર્થકર ભગવાનની આજ્ઞા સર્વ પ્રકારે પાળવી” એમ કરશે. આ રીતે આગમમાં પૂજાના ચાર પ્રકાર જણાવ્યા છે. તેમજ જિતેંદ્ર ભગ