________________
બે હજાર ચમ્મતેર ભેદને વિચાર. ]
ઘેરજ સામાયિક લઈને જે કેંઈનું દેવું ન હોય, અને કેઈની સાથે વિવાદ ન હોય તે સાધુની પેઠે ઉપયોગથી જિનમંદિરે જાય. જે જિનમંદિરે કાયાથી બની શકે એવું કઈ કાર્ય હોય, તે સામાયિક પારીને કરવા યોગ્ય કાર્યને કરે.” દ્રવ્યપૂજામાં ચત્યવંદન ભાષ્યના બે હજાર ચુમેતેર ભેદાની બાબતે વિચાર કરે,
શ્રાદ્ધવિધિની મૂળ ગાથામાં “વિધિના” એવું પદ છે, તેથી ચૈત્યવંદન ભાષ્યાદિ ગ્રંથમાં ચોવીસમૂળ દ્વારથી અને ૨૦ બે હજાર ચુમેર પ્રતિદ્વારથી કહેલ, દશત્રિક તથા પાંચ અભિગમ પ્રમુખ સર્વ વિધિ આ ઠેકાણે જાણ. તે આ રીતે –૧ ત્રણનિસિપી રે ત્રણ પ્રદક્ષિણા, ૩ ત્રણ પ્રણામ, ૪ ત્રિવિધ પૂજા, ૫ અરિહંતની ત્રણ અવસ્થાની ભાવના, ૬. ત્રણ દિશાએ જેવાથી વિરમવું, ૭ પગ નીચેની ભૂમિ ત્રણ વાર પૂજવી, ૮ ત્રણ વર્ણાદિક ૯ ત્રણ મુદ્રા, અને ૧૦ ત્રિવિધ પ્રણિધાન એ દશત્રિક જાણવી. ઈત્યાદિ સર્વ બાબતે ધારીને વિધિપૂર્વક કરેલ દેવપૂજા, દેવવંદના પ્રમુખ ધર્માનુષ્ઠાન મહાફળદાયી થાય છે, અને વિધિ પૂર્વક ન કરે તે અલ્પ ફળ થાય છે. તેમજ અતિચાર લાગે તે વખતે સારા
૨૦ દશત્રિક ૧. ત્રણ નિતિ-–દેરાસરના મૂળ બારણે પેસતાં પિતાના ઘર સંબંધી વ્યાપારને ત્યાગ કરવા રૂપ પ્રથમ રિસિહ જાણવી. ૧. ગભારાની અંદર પેસતાં દેરાસરને પૂજવા સમારવાના કાર્યને તજવા રૂપ બીજી નિતિ જાણવી ૨. ચૈત્યવંદન કરવા સમયે દ્રવ્યપૂજાને ત્યાગ કરવા રૂપ ત્રીજી નિસરણ જાણવી ૩.
૨ ત્રણ પ્રદક્ષિણ–જિનપ્રતિમાની જમણી બાજુથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના રૂપ ત્રણ પ્રદક્ષિણા દેવી.
૩ ત્રણ પ્રકારના અણુમા–જિનપ્રતિમાને દેખી બે હાથ જોડી કપાળે લગાડીને પ્રણામ કરીએ તે પહેલે અંજલિબદ્ધ પ્રણામ ૧. કેડ ઉપરનો ભાગ લગારેક નમાવીને પ્રણામ કરીએ તે બીજે અર્ધવનત પ્રણામ ૨. બે ઢીંચણ, બે હાથ, એને મસ્તક એં પંચાંગ નમાવી ખમાસણ દઈએ તે ત્રીજે પંચાંગ પ્રણામ ૩.
૪ ત્રણ પ્રકારની પૂજા–ભગવાનને અંગે કેસર, ચંદન, પુષ્પ વગેરે ચડાવવાં તે પહેલી અંગપૂજા ૧. ધૂપ, દીપ, અને નૈવેદ્યાદિ ભગવાનની આગળ મૂકવા રૂપે બીજી અગ્રપૂજા ૨. ભગવાનની આગળ સ્તુતિ, સ્તોત્ર, ગીત, ગાન, નાટક આદિ કરવા રૂપ ત્રીજી ભાવપૂજા ૩.
પ ત્રણ અવસ્થા–પિંઠસ્થ એટલે છસ્થાવસ્થા ૧. પદસ્થ એટલે કેવળિઅવસ્થા ૨. રૂપસ્થ એટલે સિદ્ધાવસ્થા ૩.
૬ જે દિશાએ જિનપ્રતિમા હોય, તે દિશા વિના બીજી ત્રણ દિશાએ ન જેવું. ૭ ચૈત્યવંદનાદિક કરતાં પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પૂજવી.
૮ નમુધૂણું વગેરે ભણતાં સૂત્ર શુદ્ધ બલવું . તેનો અર્થ વિચારવા ૨. જિનપ્રતિમાના સ્વરૂપનું આલંબન ધારવું ૩.