________________
કેવી પ્રતિમાની પૂજા કરવી? ] કરનારા ચેસઠ ઈંદ્ર તથા તેના સામાનિક દેવતા આદિનું અનુકરણ અહિં મનુષ્ય કરે છે, એ ઈહલેકનું પણ ફળ જાણવું. આ પ્રમાણે સ્નાત્રવિધિ છે. કેવી પ્રતિમાની પૂજા કરવી?
પ્રતિમાઓ ઘણા પ્રકારની છે. તેમની પૂજા કરવાની વિધિ સમ્યકત્વ પ્રકરણ ગ્રંથને વિષે આ રીતે કહી છે–
गुरुकारिआइ केइ, अन्ने सयकारिआइ तं विति ।
विहिकारिआइ अन्ने, पडिमाए पूअणविहाणं ॥१॥
અર્થ –કેટલાક આચર્યો ગુરૂ એટલે મા, બાપ, દાદા આદિ લોકેએ કરાવેલી પ્રતિમાની, બીજા કેટલાએક આચાર્યો પિતે કરાવેલી પ્રતિષ્ઠાપૂર્વકની પ્રતિમાની તથા બીજા વળી વિધિથી કરાવેલી પ્રતિમાની પૂર્વોક્ત પૂજાવિધિ કરવી એમ કહે છે પણ વાસ્તવિક વસ્તુ તે એ છે કે, બાપ દાદાએ કરાવેલીજ પ્રતિમા પૂજવી એ આગ્રહ નિરૂપયોગી છે. “મમત્વ તથા કદાગ્રહ છોડી દઈને સર્વે પ્રતિમાઓ સમાન બુદ્ધિથી પૂજવી. કારણ કે, સર્વ પ્રતિમાને વિષે તીર્થકરને આકાર જણાય છે તેથી “આ તીર્થકર છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જે એમ ન કરતાં પોતાના કદાગ્રહથી અરિહંતની પ્રતિમાની પણ અવજ્ઞા કરે છે, દુરંત સંસારમાં રખડે છે. હવે અહિં કઈ શંકા કરે છે કે સર્વ પ્રતિમા પૂજવામાં તે અવિધિથી કરેલી પ્રતિમાનું પણ પૂજન કરવાને પ્રસંગ આવે, અને તેથી અવિધિ કૃત પ્રતિમાને અનુમતિ આપવાથી ભગવાનની આજ્ઞા ભંગ કર્યાને દેષ આવી પડે, તેને જવાબ આપતાં કહે છે કે એ કુતર્ક ન કર. કારણકે આગમ વચન હોવાથી અવિધિકૃત પ્રતિમાના પૂજનમાં પણ દેષ લાગતું નથી. શ્રી ક૯૫ભાષ્યમાં કહ્યું છે કે –
निस्सकडमनिस्सकडे, अ चेहए सव्वहिं थुई तिनि ।
वेलं च चेइआणि अ, नाउं इक्किकिआ वा वि ॥१॥ અર્થ–નિશ્રાકૃત એટલે ગચ્છ પ્રતિબદ્ધ અને અનિશ્રાકૃત એટલે ગચ્છ પ્રતિબદ્ધ રહિત એવા ચૈત્યને વિષે સર્વ ઠેકાણે ત્રણ સ્તુતિ કહેવી, હવે સર્વ ઠેકાણે ત્રણ સ્તુતિ કહેતાં વધુ વખત લાગે છે અથવા ચૈત્ય ઘણાં હોય તે વેળા અને ચિત્ય એ બન્નેને વિચાર કરી પ્રત્યેક ચૈત્યને વિષે એક સ્તુતિ પણ કહેવી. પણ જે દહેરાસરે ગયા હોઈએ
ત્યાં સ્તુતિ કર્યા વિના પાછા ન ફરવું. માટે આથી વિધિથી કરી હોય કે ન હોય તે પણ પૂજવું તે જણાવ્યું
ચેત્યમાં જે કોળિયાનાં જાળ આદિ થાય છે તે કાઢી નાંખવાને વિધિ કહે છે અને નાશ પામતા ચૈત્યની સાધુએ પણ ઉપેક્ષા ન કરવી જોઈએ.
सीलेह मंखफलए, इयरे चोइंति तंतुमाईसु । अभिजोइंति सवित्तिसु, अणिच्छ फेडंतदीसंता ॥१॥