________________
૮૨
[ શ્રાદ્ધવિષિ
શોભતી આરતી હાથમાં હોવાથી દેદ્દીપ્યમાન ઔષધિના સમુદાયથી ચળકતા શિખરે કરી જેમ મેરૂપર્યંત સુંદર દેખાય છે, તેમ સુંદર દેખાયા. શ્રદ્ધાળુ દેવતાએ ફૂલની વૃષ્ટિ કરતાં ઇંદ્રે ત્રણ વાર ભગવાન્ ઉપરથી આરતિ ઉતારી.’ મંગળદીવા પણ આરતીની પેઠે પૂજાય છે. कोसंविसंठिअस्स व, पयाहिणं कुणइ मउलिअपईवो । લિબ' સોમવંતો વિળ-યન્ત્ર સુદ મંગળફેવો ॥ भामिज्जंतो सुरसुंदरीहिं तुह नाह मंगलपईवो ।
कणयायलस्स नज्जर, भाणुव्व पयाहिणं दितो ॥२॥
સૌમ્ય દૃષ્ટિવંત એવા હે ભગવાન્ ! જેમ કેશાંખીમાં રહેલા તમને સૂર્ય આવી પ્રદક્ષિણા કરી તેમ કલિકા સમાન દ્વીપવાલેા આ મગલદીવા તમને પ્રદક્ષિણા કરે છે. ૧૫ હે નાથ ! દેવીઓએ ભમાડેલા તમારા મંગલદીવા મેરૂને પ્રદક્ષિણા કરતા સૂ માફ્ક દેખાય છે. ॥ ૨ ॥
એવા પાઠ કહી મંગળદીવા આરતિ માક ઉતારી દેીપ્યમાન તેને જિનભગવાનની આગળ મૂકવા, મંગળદીવા ઉતારતાં આરિત એલવાય તેા દોષ નથી. મ'ગળદીવા તથા આતિ મુખ્ય માર્ગથી તે ઘી, ગાળ, કપૂર આદિ વસ્તુની કરાય છે. કારણ કે, તેમ કરવામાં વિશેષ ફળ જણાવેલ છે. લાકમાં પણ કહ્યું છે કે—ભક્તિમાન પુરૂષ દેવાાધદેવની આગળ કપૂરને દીવા પ્રજ્વલિત કરીને અશ્વમેઘનું પુણ્ય પામે, તથા કુળને પણુ ઉદ્ધાર કરે.' આ સ્નાત્ર વિગેરેમાં વપરાતી ગાથા હરિભદ્રસૂરિજીની સંભવે છે.
અહિં “મુન્નારું[r” ઈત્યાદિ ગાથાએ હરીભદ્રસૂરિજીની કરેલી હશે એવું અનુમાન થાય છે. કારણ કે, તેમના રચેલા સમરાદિત્યચરિત્રના આર’ભમાં ‘હવગેર મારું ચા ' એવા નમસ્કાર દેખાય છે. આ ગાથાઓ તપાપગચ્છ આદિ ગચ્છામાં પ્રસિદ્ધ છે માટે અહિં બધી લખીનથી. સ્નાત્રમાંની ભિન્નભિન્ન વિધિથી વ્યામાહ ન કરવા,
સ્નાત્ર આદિ ધર્માનુષ્ઠાનમાં સામાચારીના ભેદથી ભિન્નભિન્ન વિધિ દેખાય છે, તા પણ તેથી ભવ્ય જીવે મનમાં તર્કવિતર્ક ન કરવા. કેમકે, સર્વેને અરિહંતની ભક્તિ રૂપ મૂળજ સાધવાનું છે. ગણધરાની સમાચારીમાં પણ ઘણા ભેદ હાય છે, માટે જે જે આચરણાથી ધર્માદિકને વિરોધ ન આવે. અને અરિહંતની ભક્તિની પુષ્ટિ થાય તે તે આચરણા કાઇને પણ નાકબુલ નથી. એજ ન્યાય સર્વે ધર્માંકૃત્યામાં જાણવા. આ પૂજાના અધિકારમાં લવણુ આરતિ આદિનું ઉતારવું, સંપ્રદાયથી સર્વ ગચ્છમાં એક બીજાની દેખાદેખીથી કરાતું દેખાય છે. શ્રી જિનપ્રભસૂરિએ કરેલા પૂજાવિધિમાં તે એવી રીતે કહ્યું છે કે—પાલિસૂરિ પ્રમુખ પૂર્વાચાર્થીએ લવણાદિકનું ઉત્તારણ સાધારણથી કરવાની અનુજ્ઞા આપી છે, તેા પણ હાલ તા એક બીજા પછી કરાવવાની પ્રવૃત્તિ છે.
સ્નાત્ર કરવામાં સર્વ પ્રકારની સવિસ્તર પૂજા તથા પ્રભાવના વગેરે કરવાથી પરલાકમાં ઉત્કૃષ્ટફળની પ્રાપ્તિ થાય છે. તથા જિનેશ્વર ભગવાનના જન્મ કલ્યાણકને સમયે સ્નાત્ર