________________
૮૬
[ શ્રાદ્ધવિધિ
ફળને બદલે ઉલટો અનર્થ ઉપજે છે. કહ્યું છે કે–જેમ ઔષધ અવિધિથી અપાય તે ઉલટે અનર્થ ઉપજે છે, તેમ ધર્માનુષ્ઠાનમાં અવિધિ થાય તે નરકાદિકના દુઃખ સમુદાયને નિપજાવે એ હેટ અનર્થ થાય છે.” ચૈત્યવંદન આદિ ધર્માનુષ્ઠાનમાં અવિધિ થાય તે સિદ્ધાંતમાં તેનું પાયશ્ચિત્ત પણ કહ્યું છે. મહાનિશીથ સૂત્રના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે જે અવિધિથી ચૈત્યવંદન કરે, તે તેને પ્રાયશ્ચિત્ત લાગે; કારણ કે, અવિધિથી ચત્યવંદન કરનારે પુરૂષ બીજા સાધર્મિઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. દેવતા, વિદ્યા અને મંત્રની આરાધના પણ વિધિથી કરી હોય તેજ ફળસિદ્ધિ થાય છે. નહિ તે તત્કાળ અનર્ધાદિક થાય છે. ' હું ત્રણ મુદ્રા બે હાથની દશે આંગળીઓ માંહે માંહે મેલવી કમળના ડેડાને આકારે હાથ જોડી પેટ ઉપર કોણ રાખવી તે પહેલી યોગમુદ્રા ૧. બે પગના આંગળાંની વચમાં આગળથી ચાર આંગળને અને પાછળથી કાંઈક ઓછું અંતર રાખી કાઉસગ્ન કર તે બીજી જિનમુદ્રા ૨. બે હાથ ભેગા કરી કપાળે લગાડવા તે ત્રીજી મુક્તાસુક્તિમુદ્રા ૩.
૧૦ ત્રણ પ્રણિધાનઃ–જાવંતિ ચેઇયાઈ એ ગાથાએ કરી ચત્ય વાંદવા રૂપ પ્રથમ પ્રણિધાન ૧. જાવંત કેવિ સાહૂ એ ગાથાએ કરી ગુરૂને વાંદવા રૂપ બીજું પ્રણિધાન ૨. જયવીયરાય કહેવા રૂપ ત્રીજું પ્રણિધાન જાણવું અથવા મન, વચન અને કાયાનું એકાગ્રપણું કરવું તે રૂપ ત્રણ પ્રણિધાન જાણવાં. આ દશત્રિક છે. ૨ પ્રભુ આગળ જવાને એટલે દેહરાસરમાં પ્રવેશ કરવાને વિધિ તે અભિગમ ૫ પ્રકારને
છે. (અભિ = સન્મુખ, ગમ જવું એ અર્થથી). ૩ સ્ત્રીઓએ પ્રભુથી ડાબા પડખે રહેવું, અને પુરૂષોએ જમણા પડખે રહેવું તે ૨ દિશિ. ૪ પ્રભુથી દૂર રહેવું તે અવગ્રહ ૩ પ્રકાર છે. ૫ જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ૩ ભેદે ચિત્યવંદના થાય છે, તે વંદના ના ત્રણ ભેદ, ૬ પંચાગી મુદ્રાએ (૫ અંગ વડે ) પ્રણિપાત = નમસ્કાર કરે અથવા ખમાસમણ દેવું
તે ૧ ભેદ. . ૭ પ્રભુની ગુણપ્રશંસાવાળા ૧ થી ૧૦૮ શ્લેક બેલવા તે નમસ્કાર ને ૧ ભેદ. ૮ ચૈત્યવંદનનાં ૯ સૂત્રોમાં (બીજીવાર બેલાતાં સૂત્રો બીજીવાર ન ગણીએ એવા) ૧૬૪૭
અક્ષર છે, તે ૧૬૪૭ વર્ણ ગણાય. ૯ ચૈત્યવંદનનાં ૯ સૂત્રોમાં (એક સરખું પદ બીજીવાર બેલાતાં ન ગણુએ એવાં) ૧૮૧
પદ એટલે અર્થ સમાપ્તિ દર્શક વાકયો છે. ૧૦ એક શ્વાસોચ્છવાસ જેટલા કાળમાં બોલવા ગ્ય શબ્દનું વાક્ય અથવા ગાથાનું ૧
ચરણ તે સંપદા (અથવા મહાપદ અથવા વિરતિ અથવા વિસામા) કહેવાય, તેવી સંપદાઓ ૯૭ છે.