________________
સ્નાત્રપૂજા ]
આરતી અને મંગળદીવા તૈયાર કરવા. પૂજાના આરંભ સમયે પ્રથમ ભગવાન્ આગળ કેસર જળથી ભરેલા કળશ સ્થાપન કરવા. પછી
मुक्कालंकार विका - रसारसौम्यत्वकांतिकमनीयम् ॥ सहजनिजरूपनिर्जित - जगत्रयं पातु जिनबिंबम् ॥ १ ॥
અલંકારના સંબંધ વિના અને ક્રયાદિક વિના પણ સારભૂત સૌમ્ય કાંતિથી રમણીય અને પોતાના સ્વભાવિક સુંદર રૂપથી ત્રણ જગતને જીતનારૂં જિનમિષ તમારી રક્ષા કરો. ॥૧॥ એ મંત્ર કહી અલકાર ઉતારવા.
ge
अवणि कुसुमाहरणं, पयइपइटिअमणोहरच्छायं ॥ जिणरूवं मज्जणपीठसंठिअं वो सिवं दिसउ ॥ १ ॥
ફૂલ તથા આભરણુથી રહિત, પણ સ્વભાવસિદ્ધ રહેલી મનેાહર કાંતિથી ભતુ સ્નાત્રપીઠ ઉપર રહેલું જિનમિ`ખ તમને શિવ સુખ આપે.
એમ કહી નિર્માલ્ય ઉતારવું. પછી પૂર્વે તૈયાર કરેલા કળશ કરવા. અને અંગલહેણાં કરી સંક્ષેપથી પૂજા કરવી. પછી ધેાએલા અને સુગંધી ધૂપ દીધેલા કળશેામાં સ્નાત્ર ચાગ્ય સુગંધી જળ ભરવું, અને તે સવે કળશ એક હારમાં સ્થાપન કરી તેમની ઉપર શુદ્ધ ઉજવળ વસ્ત્ર ઢાંકવું. પછી સર્વ શ્રાવકા પેાતાની ચંદન ધૂપ આદિ સામગ્રીથી તિલક કરી, હાથે કંકણુ ખાંધી, સ્નાત્ર કરનાર શ્રાવક શ્રેણીમદ્ધ ઉભા રહી કુસુમાંજલિ-કેસરવાસિત છૂટાં કુલ ભરેલી રકેખી હાથમાં લઈ કુસુમાંજલિના પાઠ ખેલે તે આ રીતે ઃ
-
सयवत्त कुंद मालइ - बहुविह कुसुमाह पचवन्नाहं || जिणनाहन्हवणकाले, दिति सुरा कुसुमांजलि हिट्ठा ॥ १ ॥
દેવતાએ કમળ, મેાગરાનાં પુષ્પ, માલતિ પ્રમુખ પાંચ વર્ષોંનાં બહુ જાતનાં ફૂલની કુસુમાંજલિ જિનભગવાનના સ્નાત્રને વિષે આપે છે.
એમ કહી ભગવાના મસ્તકે ફૂલ ચઢાવવાં.
गंधायदिअ महुयर-मणहरझंकारसह संगीआ ||
चिणोवर मुक्का, हरउ तुम्ह कुसुमांजलि दुरिअं ॥ १ ॥
સુગંધીથી ખેમાયેલા ભ્રમરાના મનહર ગુંજાવર રૂપ સંગીતથી યુક્ત એવી ભગવાન્ના ચરણુ ઉપર મૂકેલી પુષ્પાંજલિ તમારૂં દુરિત હરણુ કરશે. ॥ ૧ ॥
ઈત્યાદિ પાઠ કહ્યા પછી દરેક શ્રાવક ભગવાનના ચરણ ઉપર કુસુમાંજલિને પ્રક્ષેપ કરે, પ્રત્યેક પુષ્પાંજલિના પાઠ થએ છતે તિલક, ફૂલ, પત્ર, ધૂપ આદિ પૂજાના વિસ્તાર જાણુવા. પછી મ્હોટા અને ગભીર સ્વરથી પ્રસ્તુત જે ભગવાનની સ્નાત્ર પીઠ ઉપર સ્થાપના હાય, તે ભગવાનના જન્માભિષેક કળશના પાઠ મેાલવા. પછી ઘી, શેલડીના રસ, દૂધ, દહી અને સુગંધી જળ એ પોંચામૃતથી સ્નાત્ર કરવું. સ્નાત્ર કરતાં વચમાં પણ ધૂપ દેવા, તથા સ્નાત્ર ચાલતુ હોય ત્યારે પણ જિનબિંબને માથે ફૂલ જરૂર રાખવું.