________________
૭૮
[શ્રાદ્ધવિધિ
ભગવાનની જમણી બાજુએ કરવું. “હાથથી ખસી પડેલું, વૃક્ષ ઉપરથી ભૂમિ ઉપર પડેલું, કઈ પણ રીતે પગે લાગેલું, માથે ઉચકી લાવેલું, ખરાબ વસ્ત્રમાં રાખેલું, નાભિથી નીચે પહેરેલા વસ્ત્ર પ્રમુખમાં રાખેલું, દુષ્ટ મનુષ્યએ ફરસેલું, ઘણા લોકેએ ઉપાડી મુકી ખરાબ કરેલું અને કીડીઓએ કરડેલું એવું ફળ ફૂલ તથા પત્ર ભક્તિથી જિન ભગવાનની પ્રીતિને અર્થે ચઢાવવું નહિં,” “એક ફૂલના બે ભાગ ન કરવા. કળી પણ તડવી નહિં. ચંપા અને કમળ એના બે ભાગ કરે તે ઘણે દોષ લાગે.” “ગંધ, ધૂપ, દીપ, ચોખા, માળાઓ, બલિ (નૈવેદ્ય), જળ અને શ્રેષ્ઠ ફળ એટલી વસ્તુથી શ્રી જિન ભગવાનની પૂજા કરવી.” “શાંતિને અર્થે લેવું હોય તે વેળફુલ લેવું, લાભને અર્થે પીળુ લેવું, શત્રુને જીતવાને અર્થે શ્યામ વર્ણનું લેવું, મંગલિક અર્થે રાતું લેવું અને સિદ્ધિને અર્થે પંચવર્ણનું કુલ લેવું, “પંચામૃતનું સ્નાત્ર આદિ કરવું, અને શાંતિને અર્થે ઘી ગેળ સહિત દી કરે. શાંતિ તથા પુષ્ટિને અર્થે અગ્નિમાં લવણ નાંખવું સારું છે. ખંડિત, સાંધેલું, ફાટેલું, રાતું, તથા બીહામણું એવું વસ્ત્ર પહેરીને કરેલું દાન, પૂજા, તપસ્યા, હોમ, આવશ્યક પ્રમુખ અનુષ્ઠાન સર્વ નિષ્ફળ જાય છે. પુરૂષે પદ્માસને બેસી નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ રાખી, મૌન કરી, વસ્ત્રથી મુખકેશ કરી જિનેશ્વર ભગવાનની પૂજા કરવી. ૧ સ્નાત્ર, ૨ વિલેપન, ૩ આભૂષણ, ૪ ફૂલ, ૫ વાસ, ૬ ધૂપ, ૭ દીપ, ૮ ફળ, ૯ અક્ષત, ૧૦ પત્ર, ૧૧ સોપારી, ૧૨ નૈવેદ્ય, ૧૩ જળ, ૧૪ વસ્ત્ર, ૧૫ ચામર, ૧૬ છત્ર, ૧૭ વાજિંત્ર, ૧૮ ગીત, ૧૯ નાટક, ૨૦ સ્તુતિ, ૨૧ ભંડારની વૃદ્ધિ, આ એકવીસ ઉપચારથી એકવીસ પ્રકારની પૂજા થાય છે. સર્વે જાતના દેવતા ભગવાનની એકવીસ પ્રકારની પ્રસિદ્ધ પૂજા હમેશાં કરે છે, પરંતુ કલિકાળના દેષથી હાલ કેટલાક કુમતિ એ ખંડિત કરી છે. આ પૂજામાં પિતાને જે જે વસ્તુ પ્રિય હોય, તે તે વસ્તુ ભગવાનને અર્પણ કરી પૂજામાં જોડવી.” વિવેકવિલાસમાં દેવમંદિરનું સ્થાન, પૂજા કરવાની રીતિ તથા ફૂલ પૂજાને અધિકાર
ઈશાન કોણે દેવમંદિર કરવું.” એમ વિવેકવિલાસમાં કહ્યું છે. તેમજ “વિષમ આસને બેસી, પગ ઉપર પગ ચઢાવી, ઉભા પગે બેસી, અથવા ડાબે પગ ઊંચે રાખી પૂજા કરવી નહિં, તથા ડાબે હાથે પણ પૂજા ન કરવી. સૂકાં, ભૂમિ ઉપર પડેલાં, સડેલી પાંખડીવાળાં, નીચ લોકેએ ફરશેલાં, ખરાબ અને નહિ ખીલેલાં, કીડીથી ખવાયેલાં, વાળથી ભરાયેલાં, સડેલાં, વાસી, કરોળિયાનાં ઘરવાળાં, દુર્ગધી, સુગંધ રહિત, ખાટા ગંધનાં, મળના તથા મૂત્રના સંપર્કથી અપવિત્ર થએલાં એવાં ફૂલ પૂજામાં લેવા નહિ.” વિસ્તૃત સ્નાત્ર પૂજા. - સવિસ્તર પૂજા કરવાને અવસરે, પ્રતિદિવસ તથા વિશેષે કરી પર્વ દિવસે ત્રણ, પાંચ અથવા સાત પુષ્પાંજલિ ચઢાવીને ભગવાનનું સ્નાત્ર કરવું. તેને વિધિ આ પ્રમાણે છે–પ્રભાત સમયે પ્રથમ નિર્માલ્ય ઉતારવું, પખાલ કર, સંક્ષેપથી પૂજા કરવી,
* વડી નીતિ લઘુનીતિ કરતી વખતે પાસે રાખેલાં. આજની સ્નાત્ર પૂજાનું મૂળ કયાં રહેલું છે તે આ વિધિથી સ્પષ્ટ સમજાય તેમ છે.