________________
ભાવપૂજા. ]
Gr
મહાનિશીથસૂત્રમાં સાધુને પ્રતિદિન સાતવાર ચૈત્યવંદન કરવાના કહ્યાં છે, તથા શ્રાવકને પણ ઉત્કૃષ્ટથી સાત ચૈત્યવંદન કહ્યાં છે. ભાષ્યમાં કહ્યું છે કે—રાત્રિ પ્રતિક્રમણમાં ૧, જિનમદિરે ૨, આહાર પાણીને સમયે ૩, દિવસ રિમ પચ્ચક્ખાણુ અવસરે ૪, દૈવસિક પ્રતિક્રમણમાં ૫, સુઈ રહેવા પહેલાં છૂ, અને જાગ્યા પછી છ એવી રીતે સાધુઓને અહેારાત્રમાં મળી સાત વાર ચૈત્યવન ડાય છે. પ્રતિક્રમણ કરનાર શ્રાવકને પ્રતિદિન સાત વાર ચૈત્યવંદન હોય છે, એ ઉત્કૃષ્ટ ભાંગા જાણવા. પ્રતિક્રમણ ન કરનારને પાંચ વાર હાય છે. એ મધ્યમ ભાંગેા જાણવા. ત્રિકાલ પૂજામાં પ્રત્યેક પૂજાને છેડે એકેક મળીને ત્રણ વાર ચૈત્યવંદન કરે તે જઘન્ય ભાંગે જાણવા. સાત ચૈત્યવંદન આ રીતે જાણવાં—એ પ્રતિક્રમણુને અવસરે એ, સૂતા અને જાગતાં મળી એ, ત્રિકાળ પૂજામાં પ્રત્યેક પૂજાને છેડે એકેક મળી ત્રણ એવી રીતે અહેારાત્રમાં સમળી સાત ચૈત્યવંદન શ્રાવક આશ્રયિ થયાં. એક વાર પ્રતિક્રમણ કરતા હાય તા છ થાય. સૂતી વખતે જો ન કરે તેા પાંચ, અને જાગતી વખતે ન કરે તેા ચાર. જિનમદિર ઘણાં હાય તા પ્રતિદિન સાત કરતાં પણ વધારે ચૈત્યવંદન થાય. શ્રાવકે ત્રણ ટંક પૂજા કરવાનુ કદાચિત ન અને તા ત્રણ ઢક અવશ્ય દેવવાંદવા. આગમમાં કહ્યુ` છે કે હે દેવાનુપ્રિય ! આજથી માંડી જાવજીવ સૂધી ત્રણ કાળ વિક્ષેપ રહિત અને એકાગ્ર ચિત્તથી દેવ વાંઢવા. હે દેવાનુપ્રિય ! અપવિત્ર, અશાશ્વત અને ક્ષણુભંગુર એવા મનુષ્યપણાથી એજ સાર લેવા ચેાગ્ય છે. મધ્યાહ્ન પહેલા જ્યાં સુધી દેવને તથા સાધુને વંદના ન કરાય, ત્યાં સુધી પાણી ન પીવું. મધ્યાન્હે જ્યાં સુધી દેવને તથા સાધુને વ'ના ન કરાય, ત્યાં સુધી ભેાજન ન કરવું. તેમજ પાછલે પહારે દેવને વંદના કર્યા વગર પથારીએ ન જવાય તેમ કરવું.” કહ્યુ છે કે—પ્રભાત સમયે શ્રાવકે જ્યાં સુધી દેવને તથા સાધુને વિધિપૂર્વક વાંઘા ન હોય ત્યાં સુધી પાણી પણ પીવું ચેાગ્ય નથી. મધ્યાન્હ સમયે ફ્રી વંદના કરીને નિશ્ચયથી ભેાજન કરવું ક૨ે. સંધ્યા સમયે પણ ફરીથી દેવને તથા સાધુને વંદના કરી પછી સુઈ રહેવુ ચેાગ્ય છે.’
ગીત નાટક ભાવ પૂજામાં પણ સમાય છે.
ગીત નાટક પ્રમુખ અગ્રપૂજામાં કહેલ છે, તે ભાવપૂજામાં પણ આવે છે તે (ગીત નાટક) મહા ફળનું કારણ હોવાથી મુખ્ય માગે તેા ઉદયન રાજાની રાણી પ્રભાવતીની પેઠે પોતેજ કરવું, નિશીથચિંમા કહ્યું છે કે—પ્રભાવતી ન્હાઇ, કૌતુકમ'ગળ કરી, ઉજ્વલ વસ પહેરી હમેશાં આઠમ તથા ચૌદશે ભક્તિરાગથી પાતેજ ભગવાનના નાટક રૂપ રાોપચાર કરે. રાજા (ઉડ્ડયન ) પણ રાણીની અનુવૃત્તિથી પોતે મૃદંગ વગાંડે,
ભગવાનની ત્રણ અવસ્થાનું ચિંતવન કરવું.
પૂજા કરવાને અવસરે અરિહંતની છદ્મસ્થ,કેવળી અને સિદ્ધ એ ત્રણ અવસ્થાની ભાવના કરવી. ભાષ્યમાં કહ્યુ` છે કે—