________________
૭૪.
[શ્રાદ્ધવિધિ
અને સ્ત્રીએ ડાબી બાજુએ આશાતના ટાળવાને અર્થે સગવડ હોય તે જઘન્યથી પણ નવ હાથ, ઘરદેરાસર હેય તે એક હાથ અથવા અર્થે હાથ અને ઉત્કૃષ્ટથી સાઠ હાથ અવગ્રહથી બહાર રહી ચૈત્યવંદન, તથા સારી સ્તુતિઓ ઈત્યાદિ ભણવાથી ભાવપૂજા થાય છે, કહ્યું છે કે–ચૈત્યવંદન કરવાને ઉચિત એવા સ્થાનકે બેસી પિતાની શક્તિ માફક વિવિધ આશ્ચર્યકારી ગાણ વર્ણન ૩૫ સ્વતિ સ્તોત્ર આદિ કહીને ચૈત્યવંદન કરે તે ત્રીજી ભાવપૂજા કહેવાય છે.” નિશીથમાં પણ કહ્યું છે કે—“ગંધાર શ્રાવક સ્તુતિ કરી ભગવાનની સ્તવના કરતે વૈતાઢ્યગિરિની ગુફામાં અહેરાત્ર રહ્યો. તેમજ વસુદેવહિડિમાં પણ કહ્યું છે કે–વસુદેવ રાજા સમ્યક્ત્વ પૂર્વક શ્રાવકના સામાયિક પ્રમુખ બાર વ્રતને અંગીકાર કરી પચ્ચક્ખાણ લઈ, અને કાર્યોત્સર્ગ, સ્તુતિ તથા દેવ વંદના કરી વિચરે છે.” એવી રીતે ઘણે ઠેકાણે “શ્રાવક પ્રમુખ મનુષ્યએ કાયોત્સર્ગ, સ્તુતિ વગેરે કરીને ચૈત્યવંદન કર્યું એમ કહ્યું છે.”
ચિત્યવંદનના ત્રણ પ્રકાર–આ ચૈત્યવંદન જઘન્યાદિ ભેદથી ત્રણ પ્રકારનું છે. ચૈત્યવંદન ભાષ્યમાં કહ્યું છે કે –
नमुकारेण जहन्ना, चिइवंदण मज्झदंडथुइजुअला ॥
पणदंड थुइचउक्कग--थयपणिहाणेहिं उक्कोसा ॥१॥ અર્થ-નમસ્કાર એટણે હાથ જોડીને માથું નમાવવું વગેરે લક્ષણવાળે પ્રણામ માત્ર કરવાથી, અથવા “નિજ' એમ કહી નમસ્કાર કરવાથી, કિંવા લૈકાદિ રૂપ એક અથવા ઘણા શ્લોકરૂપી નમસ્કારથી, કિંવા પ્રણિપાત દંડક નામા શકસ્તવ (રમુત્યુ ) એક વાર કહેવાથી જઘન્ય ચિત્યવંદન થાય છે. ચૈત્યસ્તવ દંડક એટલે “અરિહંત ચેઇયાકહી અંતે એકજ સ્તુતિ (શુઈ) ભણે તે મધ્યમ ચિત્યવંદન થાય. પાંચ દંડક એટલે ૧ શકસ્તવ, ૨ ચૈત્યસ્તવ (અરિહંત ચેઈયાણું), ૩ નામસ્તવ (લેગસ્ટ), શ્રુતસ્તવ (પુફખરવરદી), ૫ સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણું) એ પાંચ દંડક કહી ચાર થેય (સિદ્ધાન્તની પરિભાષા પ્રમાણે ચાર થાય પરંતુ રુઢ ગણત્રી પ્રમાણે ૮ થેય વડે) તેમજ સ્તવન તથા જાવંતિ ચેઈઆઈ, જાવંત કેવિસાહ અને જયવીયરાય (એ ૩ પ્રણિધાન સૂત્ર) વડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય છે.
બીજા આચાર્ય એમ કહે છે કે, એક શકસ્તવથી જઘન્ય, બે અથવા ત્રણ શકસ્તવથી મધ્યમ અને ચાર અથવા પાંચ શકસ્તવથી ઉત્કૃષ્ટ ચેત્યવંદન થાય છે.*
& ચિત્યવંદન ભાષ્યમાં આ ગાથા ૨૩મી છે, આ ગાથાને અર્થ ભિન્ન ભિન્ન રીતે કરવામાં આવેલ છે. અને ત્યાં ચૈત્યવંદનના ૯ પ્રકાર પણ બતાવ્યા છે. સંક્ષેપમાં કહ્યું છે કે પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે જે સ્થાને જે પ્રકારને ચૈત્યવંદન વિધિ ચાલતું હોય તે પ્રકારે આદરવા ગ્ય છે. કારણકે ઈરિયાવહિ પડિકકમતા પહેલાં નમુત્થણું કહેવાની શાસામાં વિધિ જણાવી છે પરંતુ વર્તમાન સમયે ચાલુ આચરણમાં તેની વિધિ નથી, આ ગાથાના અર્થો પણ ભિન્ન ભિન્ન રીતિના અનેક પ્રકારે મળે છે.