________________
[ શ્રાદ્ધવિધિ
તેમજ પૂર્વધર આચાર્યોના વારામાં બનાવેલી પ્રતિમાઓ વગેરે કેટલાક નગરમાં હાલ છે. તેમાં કેટલીક પ્રતિમાઓ વ્યક્તા નામની છે, કેટલીક ક્ષેત્રા નામની છે, તથા કેટલીક મહા નામની છે. વળી બીજી પણ ગ્રંક્ત પ્રતિમાઓ છે. અરિહંતની એકજ પાટ ઉપર એકજ પ્રતિમા હોય તે તે વ્યક્તા કહેવાય. એકજ પાટ પ્રમુખ ઉપર ચોવીસ પ્રતિમાઓ હાચ તે તે ક્ષેત્રા નામથી કહેવાય, અને એકજ પાટપ્રમુખ ઉપર એકસે સિત્તેર પ્રતિમાઓ હોય તે તે મહા નામથી કહેવાય, ફૂલની વૃષ્ટિ કરતા માલાધર દેવતાઓની પ્રતિમા જે જિનબિંબને માથે હોય છે, તેનું ફરસેલું જળ પણ જિનબિંબને સ્પર્શે છે. તથા જિનપ્રતિમાના ચિત્રામણવાળાં પુસ્તકો ઉપરા ઉપરી રહે છે, અને એક બીજાને ફરસે છે. માટે ચોવીસ પટ્ટપ્રમુખ પ્રતિમાઓનું ન્હવણ જળ મહેમાંહે ફરસે તેમાં કાંઈ આશાતના દેષ જણાતું નથી. કારણ કે, ગ્રંથને વિષે તેવી આચરણાની રીતિઓ દેખાડી છે. બૃહહ્માષ્યમાં પણ કહ્યું છે કે –“કઈ શક્તિમાન શ્રાવક જિનેશ્વર ભગવાનની ઋદ્ધિ દેખાડવાને અર્થે દેવતાનાં આગમન તથા અષ્ટ પ્રતિહાર્ય સહિત એકજ પ્રતિમા કરાવે છે, કે દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેની આરાધનાને અર્થે ત્રણ પ્રતિમા કરાવે છે, કેઈ પંચ પરમેષ્ઠી નમસ્કારના ઉજમણમાં પંચતીથી (પાંચ પ્રતિમા) કરાવે છે, કેઈ ભરતક્ષેત્રમાં ચોવીશ તીર્થંકર થાય છે, માટે બહુમાનથી કલ્યાણક તપના ઉજમાણમાં વીસ પ્રતિમા કરાવે છે, કેઈ ધનાઢ્ય શ્રાવક મનુષ્યક્ષેત્રમાં ઉત્કૃષ્ટા એકસો સીત્તેર તીર્થકર વિચરે છે, માટે ભક્તિથી એક સીત્તેર પ્રતિમા કરાવે છે, માટે ત્રિતીથી (ત્રણ પ્રતિમા), પંચતીથી (પાંચ પ્રતિમા) ચતુર્વિશતિ પટ્ટ (વીસ પ્રતિમા) પ્રમુખ કરવું ન્યાયયુક્ત છે.
હવે અગ્રપૂજા વિષે કહે છે. વિવિધ પ્રકારનાં એદન વિગેરે પ્રમુખ અશન, સાકર મેળ આદિ પાન, પક્વાન્ન, સુખડી તથા ફળ આદિ ખાદ્ય અને તાંબૂલ આદિક સ્વાદ્ય એવું ચાર પ્રકારનું નૈવેદ્ય ભગવાન આગળ ધરવું, તથા જેમ શ્રેણિક મહારાજા પ્રતિદિન સેનાના એક આઠ જ કરી મંગળિક લખતો હતું, તેમ સેનાના અથવા રૂપાના ચોખા, ઘેળા સરસવ, અને છેવટે ચોખા ઈત્યાદિકે વસ્તુથી અષ્ટ મંગલિક લખવાં, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાને અર્થે પાટલા આદિ વસ્તુને વિષે શ્રેષ્ઠ અખંડ ચોખાના અનુક્રમે ત્રણ પુંજ (ઢગલીએ) કરીને મૂકવા. તથા ગશીર્ષચંદનના રસથી પાંચ આંગળી સહિત હાથેલીએ મંડલ રચવાં વગેરે, તેમજ પુષ્પાંજલિ, આરતિ આદિ સર્વ અગ્રપૂજાની અંદર આવે છે. ચિત્યવંદન ભાષ્યમાં કહ્યું છે કે–ગાયન, નૃત્ય, વાજિંત્ર, લુણ ઉતારવું, જળ તથા આરતિ દીપ પ્રમુખ જે કાંઈ કરાય છે, તે સર્વ અપૂજામાં સમાય છે. નિવેદ્ય પૂજા તે સૌ કેઈથી પ્રતિદિન સુખથી કરી શકાય તેમ છે, અને તેનું ફળ પણ બહુ મોટું છે. કારણ કે, સાધારણ ધાન્ય તથા ઘણું કરી રાંધેલું ધાન્ય જગતનું જીવન હેવાથી સર્વોત્કૃષ્ટ રત્ન કહેવાય છે. આથી વનવાસથી આવેલા રામચંદ્રજીએ સૌ પ્રથમ મહાજનને અન્નપાણનું કુશલ પુછ્યું. કલહને અભાવ અને પ્રીતિ આદિ મહેમાહે જમાડવાની અતિશય દઢ થાય છે. ઘણું કરીને દેવતાદિક પણ નૈવેદ્યથીજ પ્રસન્ન થાય છે. સંભળાય