________________
G
[ શ્રાદ્ધવિધિ
એને પ્રથમ વંદના કરવાના પ્રસંગ આવે છે. નજીક આવેલી પ્રતિમાઓને મૂળનાયકજીની પૂજા કરતાં. પહેલાં માત્ર પ્રણામ કરવા ચેાગ્ય છે. સઘાચારમાં ત્રીજા ઉપાંગને મળતી વિજ્યદેવતાની વક્તવ્યતામાં પણ દ્વારના અને સમવસરણના જિનબિંબની પૂજા મૂળનાયકજીની પૂજા કર્યાં પછી કહી છે. તે આ રીતેઃ- તે પછી સુધ સભાએ જઈને જિનેશ્વર ભગવાન્ની દાઢા દેખતાંજ વંદના કરે, ડાબડો ઉઘાડીને મારપીંછીની પૂજણીએ પ્રમાર્જન કરે, સુગ'ધી જળથી એકવીશ વાર પ્રક્ષાલન કરી ગાશીષ ચંદનના લેપ કરે, અને પછી સુગંધી ફૂલ આદિ દ્રવ્યે કરી પૂજા કરે. ત્યારપછી પાંચે સભાને વિષે પૂર્વની પેઠે દ્વાર પ્રતિમાની પૂજા કરે. દ્વારના પૂજાપ્રમુખ જે બાકી રહ્યું તે ત્રીજા ઉપાંગમાં કહેલ વિધિથીજાણી લેવું. આથી મૂળનાયકજીની પૂજા બીજી સર્વે પ્રતિમાથી પહેલી અને વિશેષ શેાભા સહિત કરવી. વળી એમ પણ કહ્યું છે કેઃ—મૂળનાયકજીની પૂજાને વિષે વિશેષ શાભા કરવી ઉચિત છે, કારણકે, મૂળનાયકજીને વિષેજ ભવ્ય જીવેાની દ્રષ્ટિ અને મન પ્રથમ આવીને પડે છે.
મૂળનાયકની સવિશેષ પૂજા કરવાથી અને બીજા ભગવત'ની આછી સામગ્રીથી પૂજા કરવામાં સ્વામિસેવક ભાવ નહિ થાય ?
શિષ્ય પૂછે છે કે, “ પૂજા વદન પ્રમુખ ક્રિયા એકને કરીને પછી બાકીના ખીજા સવને કરવામાં આવે, તે તેથી તીર્થંકરેામાં સ્વામિ સેવકભાવ કરેલા પ્રગટ દેખાય છે. એક પ્રતિમાની ઘણા આદરથી વિશિષ્ટ પૂજા કરવી, અને બીજી પ્રતિમાઓની સામગ્રીને અનુરૂપ થાડી કરવી, એ પણ મ્હોટી અવજ્ઞા થાય છે, એ વાત શું નિપુણબુદ્ધિવાળા પુરૂષાના ધ્યાન બહાર રહેશે? ” અર્થાત્ અવજ્ઞા થાય છે તેમ રહેશે.
આને જવાબ આપતાં આચાર્ય મહારાજ કહે છે કે—“ સર્વે જિનપ્રતિમાઓને પ્રતિહાર્ય પ્રમુખ પરિવાર સરખાજ છે, તેથી પ્રત્યક્ષ જોનારા જાણુપુરૂષોના મનમાં તિકાને વિષે મહામાંહે સ્વામિ સેવક ભાવ છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય નહિં. મૂળનાયકજીની પ્રતિષ્ઠા પ્રથમ થઇ છે માટે તેમની પૂજા પ્રથમ કરવી એ વ્યવહાર છે. એથી ખાકી રહેલી તીર્થંકરની પ્રતિમાનું નાયકપણું જતું નથી. ઉચિત પ્રવૃત્તિ કરનારા પુરૂષ એક પ્રતિમાને વદના, પૂજા તથા નૈવેદ્ય ઢૌકન કરે તેા, તેમાં ખીજી પ્રતિમાઓની આશાતના ગણાય નહિ. જેમ માર્ટીની પ્રતિમાની પૂજા ફળ ચેસખા આદિ વસ્તુથીજ કરવી ઉચિત છે, અને સુળ આદિ ધાતુની પ્રતિમાને તે સ્નાન, વિલેપન ઈત્યાદિક ઉપચાર પણ કરવા ઉચિત છે. કલ્યાણક ઇત્યાદિકનેા મહાત્સવ હાય તા તેમાં એકજ પ્રતિમાની વિશેષ પૂજા કરાય છે, તેમાં જેમ ધર્મના જાણુ પુરૂષોના મનમાં બાકીની પ્રતિમાને વિષે અવજ્ઞાને પરિણામ આવતા નથી, એ રીતે ઉચિત પ્રવૃત્તિ કરનાર પુરૂષથી જેમ બાકીની પ્રતિમાની અવજ્ઞા થતી નથી, તેમ મૂળનાયકજીની વિશેષ પૂજા કરે તે તેથી પણ ખીજી પ્રતિમાની આશાતના થતી નથી.