________________
૬૯૧
પ્રથમ મૂળનાયકની પૂજા. ]
એક દિવસે સોરઠ દેશના કેઈ ચારણે જિણહાની પરીક્ષા કરવાને અર્થે ઊંટની ચોરી કરી. ત્યારે જિણહાના સુભટે તેને પકડી સવારમાં દેવપૂજાને અવસરે જિહા આગળ લઈ આવ્યા. જિણહાએ કુલનું બીડું તેડવાથી સૂચવ્યું કે, “એને હણી નાંખે” ત્યારે ચારણે કહ્યું.
जिणहाने जिणवरह, न मिले तारो तार ॥
जिणकर जिनवर पूजिए ते किम मारणहार ॥ ३॥ “હે જિહા! તારતાર તને જિનવર મળ્યા નથી કારણકે જે તે મળ્યા હોય તે જેના હાથ જિનવરને પૂજે તેના હાથ મારવાનું કામ કેમ કરે ?
ચારણનું આવું વચન સાંભળી શરમાયેલા જિહાએ “ફરીથી ચેરી ન કરીશ” એમ કહી તેને છોડી દીધે, ત્યારે ચારણે કહ્યું.
इक्का चोरी सा किया, जा खोलडे न माय ॥
बीजी चोरी किम करे, चारण चोर न थाय ॥ ४॥
એક ચોરી કરી છે તે મારા ઘરમાં પણ માઈ નહિ, હવે હું બીજી ચેરી કેમ કરૂં? હે જિણહા ! ચારણ ચાર બને જ નહિ.
ચારણની ચતુરાઈ ભરેલી ઉક્તિ સાંભળી જિહાએ તેને પહેરામણ આપી. પછી જિહાએ તીર્થયાત્રાઓ કરી, જિનમંદિર બંધાવ્યાં પુસ્તક લખાવ્યાં, તથા બીજું પણ ઘણું પુણ્ય કર્યું. વટેમાર્ગુના પિટલા ઉપરનું દાણ બંધ કરાવ્યું વગેરે કરેલ કાર્ય લેકમાં હજી સુધી ચાલે છે. આ પ્રમાણે જિહાની કથા છે. મૂળ નાયકની પૂજા સવિશેષ સામગ્રીથી કરવી.
મૂળનાયકજીની સવિસ્તર પૂજા કરી રહ્યા પછી અનુક્રમે સામગ્રી હોય તે પ્રમાણે સર્વે જિનબિંબની પૂજા કરવી. બારણા ઉપરના તથા સમવસરણના જિનબિંબની પૂજા પણ મૂળનાયકજીની પૂજા કરી ગભારામાંથી બહાર નીકળતી વખતે કરવી સંભવે છે, પણ પહેલાં નહિં. કારણકે, મૂળનાયકજીની પ્રથમ પૂજા કરવી ઉચિત લાગે છે. બારણા ઉપરનું બિંબ બારણામાં પેસતાં પ્રથમ પાસે આવે છે, તેથી તેની પ્રથમ પૂજા કરવી, એમ જે કદાપિ કહેવામાં, આવે તે હેટા જિનમંદિરમાં પેસતાં ઘણાં જિનબિંબ પ્રથમ પાસે આવે છે, તેથી તેમની પણ પ્રથમ પૂજા કરવાને પ્રસંગ આવે, અને તેમ કરે તે પુષ્પાદિકની સામગ્રી થેડી હોય ત્યારે મૂળનાયકજી સુધી જતાં સામગ્રી ખૂટી જવાથી મૂળનાયકજીની પૂજા કદાચ ન પણ થાય તેમજ શ્રી સિદ્ધાચળજી, ગિરનાર પ્રમુખ તીર્થોને વિષે પ્રવેશ કરતાં માર્ગમાં નજીક ઘણાં ચૈત્ય આવે છે, તેમની અંદર રહેલી પ્રતિમાઓનું પ્રથમ આવે તે ક્રમે પૂજન કરે તે છેક છેડે મૂળનાયકજીના મંદિરે જવાનું થાય. પણ એ રીતિ એગ્ય નથી. જે તેને યોગ્ય માનિયે તે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ગુરૂને વાંદતા પહેલાં નજીક આવેલા સાધુ