________________
[શ્રાદ્ધવિધિ
ધૂપ અને પુષ્પ એટલા ઉપચારથી જિનેશ્વર ભગવાનની અંગપૂજા કરાય છે. તેને વિધિ આ પ્રમાણે જાણ. જેમ ચિત્તની સમાધિ રહે તેમ વસ્ત્રથી નાસિકા બાંધીને પૂજા કરવી. પૂજા કરતી વખતે શરીરે ખણવા પ્રમુખ કિયા અવશ્ય વર્જવી, અન્ય સ્થળે પણ કહ્યું છે કે-“જગના બાંધવ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરતી વખતે શરીરે ખરજ ખણવી, બળ નાંખ, અને સ્તુતિ તેત્ર ભણવાં એ ત્રણ વાનાં અવશ્ય વર્જવાં. દેવપૂજાને અવસરે શ્રેષ્ઠ માર્ગ એ છે કે મૌનજ કરવું, કદાચિત્ તેમ ન કરી શકાય તો સાવદ્ય વચન તે સર્વથા છેડવું. કારણકે, મંદિરમાં પ્રવેશ કરતી વખતે નિકિદિ કરવાથી ગ્રહવ્યાપારનો નિષેધ કર્યો છે. તે માટે અવશ્ય હસ્ત, સુખ, નેત્ર આદિ અવયવથી પાપહેતુ સંજ્ઞા પણ ન કરવી. અને કરે તે અનુચિતપણાને પ્રસંગ આવે. પૂજા કરતાં પાપહેતુ સંજ્ઞા ન કરવી તે ઉપર જિગુહા શેઠનું દૃષ્ટાન્ત
અહિં જિગુહા શેઠનું દષ્ટાંત કહે છે, તે આ પ્રમાણે –ધોળકા નગરમાં જિણહા નામે અતિ દરિદ્રી શ્રાવક રહેતું હતું. તે ઘીનાં કુલ્લાં, કપાસની ગાંસડીઓ આદિ ભાર ઉપાડીને પિતાને નિર્વાહ કરતે હતે. ભક્તામર પ્રમુખ તેત્રના સમરણથી પ્રસન્ન થયેલી ચક્રેશ્વરી દેવીએ તેને વશીકરણ કરી શકે એવું એક રત્ન આપ્યું. તે રત્નના પ્રભાવથી જિહાએ માર્ગમાં રહેલા ત્રણ પ્રસિધ્ધ દુષ્ટ ચેરને હણી નાંખ્યા. તે અદ્ભુત વૃત્તાંત સાંભળી પાટણના ભીમદેવ રાજાએ બહુ માન સહિત બોલાવી તેને દેશની રક્ષાને અર્થે એક ખર્શ આપ્યું. ત્યારે શત્રુશલ્ય નામા સેનાપતિએ અદેખાઈથી કહ્યું કે,
खांडो तासु समप्पिइ, जसु खांडे अभ्यास ॥ जिणहा इक्कुं समप्पिइ, तुलचेलउ कप्पास ॥१॥ ખાં તેને જ આપવું જોઈએ કે, જેને ખાંડાને અભ્યાસ હોય. જિહાને તે માત્ર તેલનાં કુલ્લાં અને કપાસ એજ આપવું જોઈએ. જે ૧છે આ સાંભળી જિગુહાએ જવાબ આપ્યો કે –
असिधर धणुधर कुंतधर, संति नरा अ बहू य ॥
सतुसल रणि जे शूर नर, जणणी विरल पसूअ ॥२॥ તરવાર, ધનુષ્ય અને ભાલાને પકડનાર તે જગતમાં ઘણા પુરૂષો છે, પરંતુ શત્રુએના શલ્યરૂપ રણભૂમિમાં શૂરવીર પુરૂષોને પ્રસવનારી તે કઈકજ માતા હોય છે. - અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વિણા વાણું નર અને સ્ત્રી એટલી વસ્તુ યોગ્ય પુરૂષના હાથમાં જાય તે સારી ગ્યતા પામે, અને અગ્ય પુરૂષના હાથમાં જાય તે અગ્યતા પામે છે જિગુહાનાં આવાં વચનથી ભીમદેવ રાજા ખુશી થયો અને તેને કેટવાળની જગ્યા આપી. પછી જિગૃહાએ ગુજરાત દેશમાં ચેરનું નામ પણ રહેવા દીધું નહિં.