________________
[ શ્રાદ્ધવિધિ
बालत्तणम्मि सामिअ ! सुमेरुसिहरम्मि कणयकलसेहिं ॥
तिअसासुरेहिं एहविओ, ते धन्ना जेहिं दिट्रोसि ॥१॥
“હે સ્વામિન્ ! ચેસઠ ઈદ્રોએ બાલ્યાવસ્થામાં મેરૂપર્વત ઉપર સેનાના કળશથી આપને હરાવ્યા તે સમયે જેમણે આપનાં દર્શન કર્યા છે, તે જીને ધન્ય છે. જે ૧”
આ ગાથાનું મનમાં ચિંતવન કરવું પછી ઘણી ચતના રાખી વાળાકુંચીથી જિનબિંબ ઉપરના ચંદનાદિક ઉતારી ફરીથી પખાળ કરીને બે અંલુહણાથી જિનબિંબ ઉપરનું સર્વ પાણી લછી લેવું. “પછી પગના બે અંગૂઠા, બે ઢીંચણ, બે હાથનાં કાંડાં, બે ખભા અને મસ્તક એટલા સ્થાનકે અનુક્રમે પૂજા કરવી.” અને તે માટે આગળ ઉપર કહીશું તે પ્રમાણે સીધા ક્રમથી નવે અંગને વિષે ચંદન કેશર આદિ વસ્તુએ કરી પૂજા કરવી. વળી કેટલાક આચાર્ય કહે છે કે, “પહેલાં કપાળે તિલક કરી પછી નવાગે પૂજા કરવી” શ્રી જિનપ્રભસૂરિએ કરેલી પૂજાવિધિને વિષે તે “સરસ અને સુગંધી ચંદને કરી ભગવાનનું જમણું ઢીંચણ, જમણે ખભે, કપાળ, ડાબો ખભે અને ડાબું ઢીંચણ એ પાંચ અથવા હૃદય સહિત છ અંગને વિષે પૂજા કરી તાજાં ફૂલ અને વાસક્ષેપ એમ બે દ્રવ્યથી પૂજા કરે એમ કહ્યું છે. પિતાની પૂજા સામગ્રીથી પૂર્વની પૂજામાં વૃદ્ધિ કરવી તથા નિર્માલ્યનું સ્વરૂપ.
જે પહેલાં કેઈએ પૂજા કરી હોય, અને આપણી પાસે પહેલી પૂજા કરતાં શ્રેષ્ઠ પૂજા કરવાની સામગ્રી ન હોય તે, તે પૂજા દૂર ન કરવી. કારણકે, તે (પહેલી) સુંદર પૂજાના દર્શનથી ભવ્ય જીવને થનારા પુણ્યાનુબંધિ પુણ્યના અનુબંધને અંતરાય કરવાને પ્રસંગ આવે. માટે પહેલી પૂજા ન ઉતરતાં પિતાની પાસે રહેલી સામગ્રીથી પહેલી પૂજા વધારવી. બૃહભાષ્યમાં કહ્યું છે કે –“જે પૂર્વે કેઈએ સારું દ્રવ્ય વ્યય કરીને પૂજા કરી હોય, તે તેજ (પહેલી) પૂજા જેમ વિશેષ શેભા આપનારી થાય, તેમ પિતાની પૂજા સામગ્રી વાપરીને કરવું. એમ કરે છે તેથી પહેલી પૂજા નિર્માલ્યપણે ગણાય નહિં. કારણ કે, તેમાં નિર્માલ્યનું લક્ષણ ઘટતું નથી. ગીતાર્થ આચાર્યો ઉપગ લીધાથી નિરૂપયેગી થયેલી વસ્તુને નિર્માલ્ય કહે છે. એને લઈને જ વસ, આભરણ, બે કુંડલ જેવી ઘણી વસ્તુ એક વાર ઉતારેલી ફરીથી જિનબિંબ ઉપર ચઢાવાય છે. એમ ન હોય તે એક ગંધકાષાયિક વસ્ત્રથી એક આઠ જિન પ્રતિમાની અંગતૂહણ કરનારા વિજયાદિક દેવતાનું વર્ણન સિદ્ધાંતમાં કર્યું છે તે શી રીતે ઘટે? આથી “જિનબિંબ ઉપર ચઢાવેલી જે વસ્તુ ફીકી, દુર્ગધી, જોનારને શુભાકારી ન લાગે, તથા ભવ્ય જીવના મનને હર્ષ ન ઉપજાવે એવી થઈ ગઈ હોય તેને બહુ કૃતના જાણ પુરૂષ નિર્માલ્ય કહે છે.” એમ સંઘાચારવૃત્તિમાં કહ્યું છે. પ્રસૂરિએ કરેલા વિચારસાર પ્રકરણમાં તે એવી રીતે કહ્યું છે કે ચેત્યદ્રવ્ય (દેવદ્રવ્ય) બે પ્રકારનું છે. એક પૂજદ્રવ્ય અને બીજું નિર્માલ્ય દ્રવ્ય. પૂજાને અર્થે જે લાવીને દ્રવ્ય એકઠું કરેલું હોય તે પૂજાદ્રવ્ય જાણવું. અને અક્ષત, ફળ, બલિ (સૂખડી વગેરે) વસ્ત્ર પ્રમુખ સંબંધી જે દ્રવ્ય તે નિર્માલ્ય દ્રવ્ય કહેવાય, તેને જિનમંદિરને