________________
પહેલી બીજી નિસાહિ ]
ઘરસંબંધીના વ્યાપારે હું ત્યાગ કરું છું, આથી ઘરવ્યાપારના પાપ સંબંધીના ત્યાગરૂપ નિશીહિ' એકજ ગણાય. ત્યારબાદ મૂળનાયક ભગવાનને અવનતે “નમેજિણાણું” પૂર્વક વંદનાકરી મૂલનાયક ભગવંતને જમણી તરફ રાખી જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણની આરાધનાને અર્થે ત્રણ પ્રદક્ષિણા કરે. “કલ્યાણના ઈચ્છક લોકેએ સર્વ ઉત્કૃષ્ટ વસ્તુ પ્રાય જમણી ભાગે રાખવી જોઈએ તેથી ત્રણ પ્રદક્ષિણ જમણા આવર્તે કરવી. ત્રણ પ્રદક્ષિણ.
અને તે પૂજાનાં ઉપકરણ હાથમાં લઈ ભગવાનના ગુણગણથી રચાયેલા સ્તવનને પિતાના પરિવારની સાથે ગંભીર અને મધુર સ્વરથી ગાતે, હાથને ગમુદ્રાપૂર્વક ધારણ કરતે, પગે પગે જીવરક્ષાને ઉપયોગ રાખો અને ભગવાનના ગુણગણને એકાગ્ર મનથી ચિંતવતે થકે ત્રણ પ્રદક્ષિણા દે. ઘરદેરાસરને વિષે એવી રીતે પ્રદક્ષિણા આદિ ક્રિયા કરવાનું બનતું નથી. તેમજ બીજા મહેટા મંદિરને વિષે પણ કદાચ એ ક્રિયા કરવાનું ન બને તોપણ બુદ્ધિશાળી પુરૂષોએ સર્વ ક્રિયા કરવાને પરિણામ નિરંતર રાખવે, સુશ્રાવક પ્રદક્ષિણા દેવાને અવસરે સમવસરણમાં બેઠેલા ચતુર્મુખ ભગવાનનું ધ્યાન કરતો છતે ગભારાને વિષે ભગવાનની પૂઠ ડાબે તથા જમણે ભાગ એ ત્રણે દિશાએ રહેલા જિનબિંબને વાદે. એ માટે જ સર્વે જિનમંદિર સમવસરણને ઠેકાણે હોવાથી ગભારાના બહારના ભાગમાં ત્રણે દિશાએ મૂળનાયકજીના નામથી જિનબિંબ કરાય છે અને એમ કરવાથી, અરિહંતની પૂઠ તર્જવી” એમ કહ્યું છે, તે અરિહંતની પૂઠે રહેવાને દેષ ચારે દિશામાં ટળે છે. બીજી નિસહિ, જળપૂજા તથા અંગપૂજા.
પછી જિનમંદિરનું પુજવું, નામ લખવું ઈત્યાદિ આગળ કહેશે તે પ્રમાણે યથાયોગ્ય ચિત્યચિંતા તથા પૂજાની સંપૂર્ણ સામગ્રી પ્રથમથી તૈયાર કર્યા પછી મુખ્ય મંડપાદિકને વિષે ચૈત્ય વ્યાપારના નિષેધરૂપ બીજી રિલિદી કરે છે. અને પછી મૂળનાયકજીને ત્રણ વાર વાંદી પૂજા કરવી. ચૈત્યવંદનવ ભાષ્યમાં કહ્યું છે કે–તે પછી પ્રથમ નિતિહી કરી મુખમંડપમાં પેસી, જિન ભગવાનની આગળ ઢીંચણ અને હાથ ભૂમિએ લગાડી યથાવિધિ ત્રણ વાર વંદના કરે. પછી હર્ષથી ઉલ્લાસ પામતે સુશ્રાવક મુખકેશ બાંધીને જિનેંદ્ર પ્રતિમા ઉપરને રાત્રિને વાસી ફૂલ પ્રમુખ નિર્માલ્ય મોરપીંછીથી ઉતારે. તે પછી પિતે જિનેશ્વરના દેરાને પૂજે, અથવા બીજા પાસે પૂજાવે. ઉપરાંત જોગવાઈ હોય તે પ્રમાણેની વિધિઓ જિનબિંબની પૂજા કરે. આ મુખકેશ આઠ પડવાળા વસ્ત્રના છેડાથી મુખને અને નાસિકાને નિશ્વાસ રેકવાને માટે બાંધવે. ચોમાસું હોય ત્યારે નિર્માલ્યમાં કુંથુઆ પ્રમુખ જીની ઉત્પત્તિ પણ થાય છે, માટે તે સમયે નિર્માલ્ય અને સ્નાત્રનું જળ જ્યાં પ્રમાદી માણસની હિલચાલ ન હોય એવા પવિત્ર સ્થાનકને વિષે નાંખવું. એમ કરવાથી જીવની રક્ષા થાય છે, અને આશાતના પણ ટળે છે. ઘરદેરાસરને વિષે તે પ્રતિમાને ઉંચે સ્થાનકે ભેજનાદિ કૃત્યમાં વાપરવામાં ન આવનારા પવિત્ર થાળમાં સ્થાપન કરી બે હાથે પકડી પવિત્ર કળશાદિકના પાણી વડે કરી અભિષેક કરે તે સમયે –