________________
પૂજાના ત્રણ પ્રકારે. ]
વિષે ઉપયોગ જાણો.” આ વચનમાં પ્રતિમા આગળ ધરેલા ચેખા આદિ દ્રવ્યને પણ નિર્માલ્યપણું કહ્યું છે. પણ બીજે ઠેકાણે આગમમાં, પ્રકરણમાં અથવા ચરિત્રાદિકમાં કઈ
સ્થળે એ વાત જણાતી નથી. તેમજ સ્થવિર પુરૂષના સંપ્રદાયાદિકથી પણ કાઈ ગચ્છમાં એ પ્રકાર જણાતું નથી. વળી જે ગામડા આદિકમાં બીજે દ્રવ્ય પ્રાપ્તિને કશે ઉપાય નથી હતા, ત્યાં પ્રતિમા આગળ ધરેલા ચેખા આદિ વસ્તુના દ્રવ્યથી જ પ્રતિમા પૂજાય છે. જે ચેખાદિક નિર્માલ્ય હોત તો તેથી પ્રતિમાની પૂજા પણ કેમ થાય ? માટે ઉપભોગ કરવાથી નિરૂપયેગી થએલી વસ્તુને જ નિર્માલ્ય કહેવું યુક્તિયુક્ત લાગે છે અને “વિન ટૂછ્યું, નિમરું દ્વિતિ નબળા” એ આગમ વચન પણ એ વાતને માટે આધારભૂત છે. છતાં આમાં તવ શું તે તે કેવળી ભગવાન જાણે.?
ચંદન, કુલ આદિ વસ્તુથી પૂજા એવી રીતે કરવી છે, જેથી પ્રતિમાનાં ચક્ષુ તથા મુખ ઢંકાઈ જાય નહિં, અને પૂર્વ કરતાં વધારે શેભા થાય. કારણ કે, તેમ કરવાથી જ જોનારને હર્ષ, પુણ્યની વૃદ્ધિ ઈત્યાદિ થવાને સંભવ રહે છે.
અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એમ પૂજાના ત્રણ પ્રકાર છે. તેમાં પ્રથમ અંગપૂજામાં શી શી વસ્તુ આવે તે કહે છે. નિર્માલ્ય ઉતારવું, પૂજાણીએ પૂજવું, અંગ પ્રક્ષાલન કરવું, વાળાફેંચીએ કેશર પ્રમુખ દ્રવ્ય ઉતારવું, કેશરાદિક દ્રવ્યથી પૂજા કરવી, પુષ્પ ચઢાવવાં, પંચામૃત સ્નાત્ર કરવું, શુદ્ધ જળની ધારા દેવી, ધૂપ દીધેલા નિર્મળ અને કમળ એવા ગંધકાષાયિકાદિ વ કરી અંગ હેવું, કપૂર કુંકુમ આદિ વસ્તુથી મિશ્ર કરેલા ગશીર્ષચંદને વિલેપન કરવું. આંગી પ્રમુખની રચના કરવી, ગેરેચન, કસ્તુરી પ્રમુખ દ્રવ્ય કરી તિલક તથા પત્રવલ્લી (પીળ) આદિકની રચના કરવી, સર્વોત્કૃષ્ટ રત્નજડિત સુવર્ણનાં તથા મેતીનાં આભરણ અને સેના રૂપાનાં ફુલ વગેરે ચઢાવવાં. જેમ શ્રી વસ્તુપાળ મંત્રીએ પિતે કરાવેલા સવાલાખ જિનબિંબ ઉપર તથા શ્રી સિદ્ધાચળજી ઉપર આવેલી સર્વે પ્રતિમા ઉપર રત્નજડિત સુવર્ણનાં આભરણ ચઢાવ્યાં, તથા જેમ દમયંતીએ પૂર્વભવે અષ્ટાપદ તીર્થ ઉપર આવેલી ચોવીશે પ્રતિમા ઉપર રત્નનાં તિલક ચઢાવ્યાં, તેમ સુશ્રાવકે જેમ બીજા ભવ્ય જીના ભાવ વૃદ્ધિ પામે, તે રીતે આભરણ ચઢાવવાં, વળી કહ્યું છે કે-“પ્રશંસનીય સાધનથી પ્રાયે પ્રશંસનીય ભાવ ઉત્પન્ન થાય છે. પ્રશંસનીય સાધનેને એ વિના બીજે સારો ઉપગ નથી. કિંમતી વસ્ત્રો તથા ચંદ્રોદય પ્રમુખ નાનાવિધ દુકુલાદિ વસ્ત્ર ચઢાવવાં, શ્રેષ્ઠ, તાજાં અને શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે લાવેલાં શતપત્ર (કમળની જાતિ), સહસ્ત્રપત્ર (કમળની જાતિ), જાઈ, કેતકી, ચંપા પ્રમુખના કુલની ગૂંથેલી, વીંટેલી, પુરેલી અને ભેગી કરેલી, એવી ચાર પ્રકારની માળા, મુકુટ, શેખર, કુલઘર પ્રમુખની રચના કરવી, જિનેશ્વર ભગવાનના હાથને વિષે સેનાનાં બીજોરાં, નાલયેર, સેપારી, નાગરવેલનાં પાન, સેનામહેર, વીંટીઓ, મોદક પ્રમુખ મૂકવાં. ધૂપ ઉખેવ, સુગંધી વાસક્ષેપ કરે ઇત્યાદિ સવ ઉપચાર અંગપૂજાને વિષે થાય છે. બૃહદ્દભાગ્યમાં કહ્યું છે કે– સ્નાત્ર, વિલેપન, આભરણ, વસ્ત્ર, ફળ, વાસક્ષેપ,