________________
કર્યાં આશાતના ન સમજવી ? ]
જિનબિંબ અને જિનમદિર સ્વચ્છ અને સર્વાંત્કૃષ્ટ રાખવાં.
જિનમંદિરમાં જિન પ્રતિમાની પૂજા કરવામાં આવે છે, તે જિનેશ્વર ભગવાને અર્થે નથી, પણ ખાધ પામેલા પુરૂષોને શુભભાવના ઉત્પન્ન કરવા માટે તથા બાધ નહિ પામેલા પુરૂષોને ખાધ પમાડવાને અર્થે કરાય છે. કેટલાક ભવ્ય જીવ ચૈત્યના દનથી, કેટલાક પ્રશાંત જિનષિખ જોવાથી, કેટલાક પૂજાને અતિશય જોવાથી અને કેટલાક ઉપદેશથી પ્રતિમાધ પામે છે. માટે મ્હોટાં મદિરા અને ઘરદેરાસરા તથા તેમાંની સ પ્રતિમાઓ તથા વિશેષે કરી મૂળનાયકજીની પ્રતિમા એ સર્વ પોતાનું સામર્થ્ય, દેશ તથા કાળ વગેરેને અનુસરી સર્વોત્કૃષ્ટ કરાવવાં. ઘર દેશસર તે પીતળ, તાંખા આદિ ધાતુનુ પણ કરાવી શકાય છે. ધાતુનું કરવાની શક્તિ ન હોય તે, હસ્તિદત આદિ વસ્તુનું કરાવવું, અથવા હસ્તિનૢતની ભ્રમરી પ્રમુખની રચનાથી શેાભતું, પીતળની પટ્ટીથી અને હિંગળાકના રંગથી સુંદર દેખાતું અને શ્રેષ્ઠ કારણીથી રળિયામણું એવું કાદિકનુ પણ ઘરદેરાસર કરાવવું. મ્હોટા જિન મંદિરે તથા ઘરદેરાસરને વિષે પણ ચારે તરફથી પ્રતિદિન પૂજવું, તેમજ બાંધકામમાં આવેલા લાકડાં ઉજવળ કરવાને અર્થે તેની ઉપર તેલ ચાપડવું, તથા ભીંતા ચૂનાથી ધેાળાવવી, જિનેશ્વર ભગવાન્નું ચરિત્ર દેખાડે એવી ચિત્રામણુની રચના કરવી, પૂજાની સમગ્ર સામગ્રી ખરાખર ગાઠવી રાખવી, પડદા તથા ચંદ્રવા આંધવા. ઇત્યાદિક મ ંદિરનાં કામે એવી રીતે કરવાં કે, જેથી મંદિરની અને પ્રતિમાની વિશેષ શોભા વધે. ઘરદેરાસર ઉપર પેાતાના ધેાતીઆં, પછેડી આદિ વસ્તુ પણ ન મૂકવી. કારણ કે, મ્હોટા ચૈત્યની પેઠે તેની (ઘર દેરાસરની) પણ ચારાશી આશાતના ટાળવાની છે. પીતળ, પાષાણુ વગેરેની પ્રતિમા હાય તા તેના ન્હવણુ કરી રહ્યા પછી દરરાજ એક અગલૂણુથી સર્વે અવયા જળ રહિત કરવા અને તે પછી કામળ અને ઉજ્જવળ ગલ્હણુથી વારંવાર પ્રતિમાનાં સર્વ અંગને સ્પર્શ કરવા. એમ કરવાથી પ્રતિમાઓ ઉજ્જવળ રહે છે. જે જે ઠેકાણે થાડી પણ જળની ભીનાશ રહે છે, તે તે ઠેકાણે કાળા ડાઘ પડે છે. માટે જળની ભીનાશ સર્વથા દૂર કરવી. ઘણા કેશર સહિત ચંદનના લેપ કરવાથી પણ પ્રતિમાએ અધિકાધિક ઉજવળ થાય છે.
સ્નાત્ર જળના પરસ્પર સ્પર્શથી આશાતના ન સમજવી.
બ
પંચતીર્થી, ચતુવિ ંશતિ પટ્ટ ઈત્યાદિ સ્થળને વિષે સ્નાત્ર જળના માંહેામાંહે સ્પર્શ થાય છે, તેથી કાંઇ પણ આશાતનાની શંકા મનમાં ન લાવવી.
શ્રીરાયપસેણી સૂત્રને વિષે—સૌધમ દેવલાકે સૂર્યોભ દેવતાના અધિકારમાં કહ્યું છે તથા જીવાભિગમ સૂત્રને વિષે પણ કહ્યું છે કે, વિયાપુરી રાજધાનીમાં વિજયાદિ દેવતાનાભંગાર (નાળવાળા કળશ), મારપીછે, અંગભૂહણું તથા ધૂપવાણું પ્રમુખ જિનપ્રતિમાના તથા જિનેશ્વર ભગવાનની દાઢાનાં ઉપકરણ પૂજાને વિષે એકેકજ હાય છે. નિર્વાણુ પામેલા જિનેશ્ર્વર ભગવાનની દાઢા દેવલેાકના ડામડામાં તથા ત્રણે લેાકમાં છે, તે માંડામાંહે એક બીજાને લાગેલી છે. તેથી તેમનું ન્હવણુ જળ પણ માંડામાંહે ફરસે છે.