________________
દાતણુ, તથા સ્નાનની વિધિ ]
૧૭
મળ પડ્યો હાય, તે ઉપર ધૂળ નાંખવી. વ્યવહાર શાસ્ત્રમાં દાતણુમાટે આ રીતે કહ્યું છેઃ— દાંતની દૃઢતાને માટે પ્રથમ તર્જની આંગળીથી દાંતની દાઢા ઘસવી. પછી યુતનાથી દાતણ કરવું. જો પાણીના પહેલા કાગળામાંથી એક બિંદુ ગળામાં જાય, તે સમજવું કે આજે ભાજન સારૂં મળશે. સરળ, ગાંઠ વિનાનું, સારા કૂચા થાય એવુ, પાતળી અણીવાળું, દશ આંગળ લાંખું, કનિષ્ઠા આંગળીની ટાચ જેટલું જાડુ, અને જાણીતા વૃક્ષનું દાતણ રાખવું. ૧કનિષ્ઠિકા અને અનામિકા આંગળીની વચ્ચે લઇને દાતણુ કરવુ. તે વખતે જમણી અથવા ડાબી દાઢના તળે ધીમેથી ઘસવું. દાંતના પારાને—મૂળને પીડા ઉપજાવવી નહીં. સ્વસ્થ થઇ ઘસવામાં મન રાખવું. દાતણ કરતાં વાતચિત કરવી નહિ. દાતણુ કરતી વખતે પેાતાનુ માઢું ઉત્તર અથવા પૂર્વદિશા ભણી રાખવું. બેસવાનુ' આસન સ્થિર રાખવું. અને ઘસતી વખતે મૌન રહેવું. દુર્ગંધવાળુ, પાચું, સૂકાયેલ, મીઠું, ખાટું અને ખારૂં એવુ' દાતણુ ન કરવું. વ્યતિપાત, રવિવાર, સૂર્યસ ંક્રાંતિ, ચંદ્ર સૂર્યનું ગ્રહણ, નામ, આઠમ, પડવા, ચૌદશ, પૂનમ, અને અમાસ એ છ દિવસને વિષે દાતણ કરવું નહિ. દાતણ ન મળે તે ખાર કોગળા કરીને માઢું સાફ કરવું, અને જીભ ઉપરની ઉલ તે દરાજ ઉતારવી. તે જીભ સાફ કરવાની પટ્ટીથી અથવા દાતણની ચીરીથી ધીરે ધીરે જીભ ઘસીને ઉતારવી અને આગળ ચાખ્ખા સ્થળને વિષે દાતણ ફેંકી દેવું. દાતણ પોતાની સામું અગર શાંત દિશામાં કે ઊંચું રહે તે સુખને અર્થે જાણવું, અને એથી બીજી કોઈ રીતે પડે તે દુઃખને અર્થે સમજવું. ક્ષણમાત્ર ઊંચુ રહીને જો પડી જાય તે, તે દિવસે મિષ્ટાન્નને લાભ મળે છે એમ શાસ્ત્રના જાણુ લેાકેા કહે છે. ખાંસી, શ્વાસ, જવર, અજીણુ, શાક, તૃષ્ણા, માઢું આવવું વિગેરે જેને દર્દ થયું હોય, અથવા જેને માથાનો, આંખના, હૃદયના અને કાનના રોગ થયા હેાય. તે માણસે દાતણ કરવું નહિ.'
વાળ સમારવા, દર્પણમાં જોવું તથા દાતણુ ક્યારે ન કરવું તે જણાવે છે
દાતણ કર્યાં પછી સ્થિર રહી ર્હ ંમેશાં વાળ સમારવા, પેાતાના માથાના વાળ ખે હાથે સમારવા નહિ. મુખ તથા તિલક જોવાને માટે અથવા માંગળિકને અર્થે દર્પણમાં સુખ જોવાય છે. જો પેાતાનુ શરીર દણુમાં ધડ વગરનુ' દેખાય તે પંદર દિવસે પેાતાનું મરણ થાય એમ સમજવું. ઉપવાસ, પારિસી ઈત્યાદિ પચ્ચક્ખાણુ કરનારને તા દાતણુ પ્રમુખ કર્યા વિના પણ શુદ્ધિ જાણવી. કારણકે, તપસ્યાનું ફળ બહુ મ્હાટુ છે. લેાકમાં પણ ઉપવાસાદિક હોય, ત્યારે દાતણ વગેરે કર્યા સિવાય પણ દેવપૂજાદિષ્ટ કરાય છે. લૌકિક શાસ્ત્રમાં પણ ઉપવાસાદિક હોય, ત્યારે દાતણ વગેરે કરવાના નિષેધ કર્યાં છે. વિષ્ણુભક્તિ ચંદ્રોદયમાં કહ્યું છે કે‘પડવે, અમાસ, છઠે અને નામ એટલી તિથિને વિષે મધ્યાન્હ સમયે, તથા ઉપવાસના, સંક્રાંતિના અને શ્રાદ્ધના દિવસ હેાય ત્યારે દાતણુ ન કરવું. કારણ કે, ઉપર કહેલા દિવસે દાતણુ કરે તેા સાત કુળના નાશ થાય છે.
૧ ટચલી આંગળી. ૨ ટચલી આંગળીની જોડલી.
.