________________
પૂજામાં વસ્ત્ર શુદ્ધ રાખવા ] પૂજામાં કેટલાં અને કેવાં વસ્ત્ર પહેરવાં? તેમજ કેઈનું પહેરેલું વસ્ત્ર ન પહેરવું.
હાઈ રહ્યા પછી પવિત્ર, કમળ અને સુગંધિ કાષાયિકાદિક વએ કરી અંગ હેઈ, પલાળેલું ધોતિયું મૂકી, બીજું પવિત્ર વસ્ત્ર પહેરી, ભીને પગે ભૂમિને સ્પર્શ ન થાય તે રીતે પવિત્ર સ્થાનકે આવવું. ઉત્તર દિશા તરફ મુખ કરીને ચળકતાં, નવાં, પૂરેપૂરાં, સાંધેલાં નહિં, અને પહોળાં એવાં બે વેત વસ્ત્રમાંથી એક પહેરવું તથા બીજું ઓઢવું. કહ્યું છે કે-“જોગવાઈ હોય તે પ્રમાણે પાણીથી શરીર શુદ્ધિ કરીને ધાએલાં, ધૂપ દઈ સુગંધિ કરેલાં અને પવિત્ર એવાં બે વસ્ત્ર ધારણ કરવાં.” લેકને વિષે પણ કહ્યું છે કે – “હે રાજન ! દેવપૂજામાં સાંધેલું, બળેલું, અને ફાટેલું વસ્ત્ર ન લેવું. તથા પારકું વસ્ત્ર પણ ધાણું ન કરવું. એક વાર પહેરેલું વસ્ત્ર, જે વસ્ત્ર પહેરીને વડીનીતિ, મૂત્ર તથા સ્ત્રીસંગ કર્યો હોય, તે વસ્ત્ર દેવપૂજામાં વર્જવું. તેમજ એક વસ્ત્ર ધારણ કરીને જમવું પણ નહિ, તથા પૂજા કરવી નહિ. સ્ત્રીઓએ પણ પિલકું, કાંચળી કે ચોળી વગર દેવપૂજા ન કરવી.” આ ઉપરથી એમ સિદ્ધ થયું કે, પુરૂષોને બે વસ્ત્ર વગર અને સ્ત્રીઓને ત્રણ વસ્ત્ર વગર દેવપૂજા કરવાને શાસ્ત્ર નિષેધ કરે છે. ધેલું વસ્ત્ર મુખ્ય પક્ષથી તે ક્ષીરેક પ્રમુખ બહુ ઉંચું અને તે શ્વેતવર્ણજ રાખવું. ઉદાયન રાજાની રાણી પ્રભાવતી પ્રમુખનું પણ વેત વસ્ત્રજ નિશિથાદિક ગ્રંથમાં કહ્યું છે. દિનકૃત્યાદિક ગ્રંથોમાં પણ કહ્યું છે કે“અવર્જીનિબંરોનિ” (એટલે તવસ્ત્ર પહેરનાર ઈત્યાદિ) ક્ષીરદક પ્રમુખ વા રાખવાની શક્તિ ન હોય તે રેશમી વસ્ત્ર વિગેરે શ્રેષ્ઠ વસ્ત્ર રાખવું. પૂજા પડશકમાં કહ્યું છે કે–“સિતશુમવળતિ" (સફેદસુભ વ) એની ટીકામાં કહ્યું છે કે—ત અને શુભ વસ્ત્રો પહેરી પૂજા કરવી. અહિં શુભ વસ્ત્રથી પટ્ટદ્યુમ્માદિક રાતા, પીળા પ્રમુખ વર્ણનું લેવાય છે. “જ સાહિ સત્તા ” (એટલે એગસાડી ઉત્તરાસંગ કરે) ઈત્યાદિક સિદ્ધાંતનાં પ્રમાણભૂત વચન છે, તેથી ઉત્તરીય વસ્ત્ર અખંડજ રાખવું. બે અથવા તેથી વધારે કકડા સાંધેલા ન રાખવા. “દુકુલ (રેશમી) વસ્ત્ર પહેરીને ભેજનાદિક કરે તે પણ તે અપવિત્ર થતું નથી,” એ લોકેક્તિ પૂજાના વિષયમાં પ્રમાણભૂત ન માનવી. પરંતુ બીજા વરુની પેઠે દુકુલ વસ્ત્રમાં પણ ભેજન, મળ, મૂત્ર તથા અશુચિ વસ્તુને સ્પર્શ વજે. રેશમી વસ્ત્ર જેમ વપરાય તેમ છેવું, ધૂપદે ઈત્યાદિ સંસ્કાર કરીને પાછું પવિત્ર કરવું. તથા એ પૂજા સંબંધી વસ્ત્ર થોડી વાર વાપરવું. પરસેવે, નાકને મળ પ્રમુખ એ વસ્ત્રથી લહેવું નહિ. કારણ કે, તેથી અપવિત્રપણું ઉપજે છે. વાપરેલા બીજા વસ્ત્રથી પૂજાનું વસ્ત્ર જુદું રાખવું. પ્રાયે પૂજાનું વસ્ત્ર પારકું ન લેવું. વિશેષે કરી બાળક, વૃદ્ધ, સ્ત્રીઓ પ્રમુખનું તે નજ લેવું. જ સંભળાય છે કે– કુમારપાળ રાજાનું ઉત્તરીય વા બાહડ મંત્રીના ન્હાના ભાઈ ચાહડે વાપર્યું, ત્યારે રાજાએ કહ્યું કે “નવું વસ્ત્ર મને આપ” ચાહડે કહ્યું કે, “આવું નવું વસ્ત્ર તે સવાલક્ષનું બેરાપુરીને વિષેજ થાય છે અને તે ત્યાંથી ત્યાંના રાજાએ