________________
૬૨
[ શ્રાદ્ધવિધિ
વાપરેલુંજ અહિં આવે છે.” પછી કુમારપાળે નહિ વાપરેલું એક (રેશમી) વસ્ત્ર બંબેરાના રાજા પાસે માગ્યું, પણ તે તેણે આપ્યું નહિ. ત્યારે કુમારપાળ રાજાએ રૂષ્ટ થઈ ચાવડને “ઘણું દ્રવ્ય દાન ન કરવું” એમ શિખામણ સાથે સેન્ચ આપી મેક. ત્રીજે પ્રયાણે ચાહડે ભંડારી પાસે લક્ષ દ્રવ્ય માગ્યું, ત્યારે તેણે આપ્યું નહિ, તેથી તેણે તેને કાઢી મૂક, અને યથેચ્છ દાન દઈ રાત્રિએ ચૌઉદસે ઉંટડી સ્વાર સાથે જઈ અંબેરાપુરને ઘેર્યું. ત્યારે નગરમાં સાત કન્યાઓને વિવાહનો સમય હતું, તેમાં વિઘ ન આવે માટે તે રાત્રિ વીતી જાય ત્યાં સુધી વિલંબ કરીને પ્રભાત કાળ થતાંજ ચાહડે દુર્ગ (કિલ્લો) હસ્તગત કર્યો. તેણે સાતક્રોડ સેનૈયા અને અગ્યારસો ઘોડા અંબેરાના રાજાના લીધા, અને ઘરટ્ટથી દુર્ગનું ચુર્ણ કરી નાંખ્યું. તે દેશમાં પિતાના સ્વામીની (કુમારપાળની) આજ્ઞા ચલાવી, અને સાતસે સાળવીને ઉત્સવ સહિત પિતાના નગરમાં લઈ આવ્યું. કુમારપાળે કહ્યું. “ચાહડ બહુ ઉદારતા એ એક લ્હારામાં દેષ છે. તેજ દેષ તને જેકેદ્રષ્ટિદેષથી પોતાનું રક્ષણ કરવાને એક મંત્ર છે એમ હું જાણું છું. કારણકે, તું હારા કરતાં પણ દ્રવ્યને વ્યય અધિક કરે છે. ચાહડે કહ્યું. “મને મહારા સ્વામિનું બળ છે તેથી હું અધિક વ્યય કરું છું. આપ કે ના બળથી અધિક વ્યય કરે ?” ચાહડનાં એવાં ચતુરાઈભર્યા વચનથી કુમારપાળ પ્રસન્ન થયા, અને તેણે બહુ માન કરી ચાહડને “ ધર” એવું બિરૂદ આપ્યું. બીજાએ વાપરેલું વસ્ત્ર ન લેવું તે ઉપર આ કુમારપાળરાજાનું દષ્ટાંત છે. સાત શુદ્ધિ રાખવી
પિતે સારા સ્થાનથી અથવા પોતે જેના ગુણ જાણતો હોય, એવા સારા માણસ પાસેથી પાત્રની સ્વચ્છતા અને પાત્રના આચ્છાદન પૂર્વક માર્ગમાં પણ જયણાપૂર્વક પાણી, ફુલ ઇત્યાદિક પૂજાની વસ્તુ મંગાવવી. ફૂલ પ્રમુખ આપનારને સારું મૂલ્ય વગેરે આપીને રાજી કરે. તેમજ સારે મુખકોશ બાંધી પવિત્ર ભૂમિ જોઈ યુક્તિથી જેમાં જીવની ઉત્પત્તિ ન હોય, એવાં કેશર, કસ્તુરી પ્રમુખ વસ્તુથી મિશ્ર કરેલું ચંદન ઘસવું. વિણેલા અને ઉંચા આખા ચોખા, શેહેલે ધૂપ અને દીપ, અપૂર્વ સરસ નૈવેદ્ય તથા મનહર ફળ ઇત્યાદિ સામગ્રી એકઠી કરવી. એવી રીતે દ્રવ્ય શુદ્ધિ કહી છે. રાગ, દ્વેષ, કષાય, ઈર્ષ્યા, ઈહલોકની તથા પરલોકની ઈચ્છા, કૌતુક તથા ચિત્તની ચપળતા ઈત્યાદિ દેષ મૂકીને ચિત્તની એકાગ્રતા રાખવી તે ભાવશુદ્ધિ જાણવી. કહ્યું છે કે–“મન, વચન, કાયા, વસ્ત્ર, ભૂમિ, પૂજાનાં ઉપકરણ અને સ્થિતિ (આસન પ્રમુખ) એ સાતેની શુદ્ધિ ભગવાનની પૂજા કરતી વેળાએ રાખવી. દ્રવ્ય અને ભાવથી શુદ્ધ થયેલ ગૃહસ્થ ગહત્યમાં પૂજા કરે.
એવી રીતે દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ થએલો મનુષ્ય ઘર દેરાસરમાં જાય. અને કહ્યું છે કે –“પુરૂષ જમણે પગ આગળ મૂકીને જમણી બાજુએ ચેતનાથી પ્રવેશ કરે, અને સ્ત્રી ડાબો પગ આગળ મૂકીને ડાબી બાજૂએ યતનાથી પ્રવેશ કરે. પૂર્વ અથવા ઉત્તર દિશાએ મુખ કરીને ડાબી નાડી ચાલે ત્યારે અને મન પૂર્વક સુગંધિ અને મધુર