________________
૫૮
[ શ્રાવિધિ
A
AAAAAAAAAAAAAAAAAA
વ્રતને વિષે બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય વચન અને માંસને ત્યાગ એ ચાર નિયમ નિત્ય પાળવા. વારંવાર પાણી પીવાથી, એક વખત પણ તાંબૂલ ભક્ષણ કરવાથી, દિવસે સુવાથી, અને સ્ત્રીને સંગ કરવાથી ઉપવાસને દેષ લાગે છે.” સ્નાન કેવી રીતે કરવું? ક્યારે ન કરવું? અને ક્યારે અવશ્ય કરવું?
જ્યાં કીડીનાં નગરાં, લીલકૂલ, કંથુઆ વગેરે જીવની ઉત્પત્તિ ન હય, જ્યાં ઉંચા નીચાપણું, અને પિલાણ વગેરે દેષ ન હોય, એવા સ્થાનકે તેમજ ઉડતા જીવોની રક્ષા વગેરેની ચેતના રાખીને પરિમિત અને વસ્ત્રથી ગાળેલા પાણીથી ન્હાવું. શ્રાવક દિનકૃત્યમાં કહ્યું છે કે-“જ્યાં ત્રસ પ્રમુખ જીવ નથી, એવા શુદ્ધ ભૂમિભાગને વિષે અચિત્ત અથવા ગળેલા સચિન પાણીથી વિધિ પ્રમાણે ન્હાવું ઈત્યાદિ કહેલ છે. વ્યવહાર શાસ્ત્રમાં તે એમ કહ્યું છે કે–“નગ્ન, રેગી, મુસાફરી કરીને આવેલા, સારાં વસ્ત્ર તથા અલંકાર પહેરેલા, ભજન કરી રહેલા. પિતાના સગા વહાલાને વળાવીને આવેલા અને કાંઈ પણ મંગલિક કાર્ય કરી રહેલા એટલા લોકોએ ન્હાવું નહિં. અજાણ્યા, વિષમ માગવાળા, ચંડાલાદિક મલિન લોકેએ દૂષિત કરેલા, વૃક્ષોથી ઢંકાયેલા અને શેવાળવાળા એવા પાણીમાં ન્હાવું નહિં. ઠંડા પાણીથી ન્હાઈ તુરત ગરમ અન્ન તથા ગરમ પાણીથી ન્હાઈને તુરત ઠંડું અન્ન ભક્ષણ ન કરવું અને ગમે તેવા પાણીથી ન્હાયા પછી શરીરે કઈ સમયે પણ તેલ ચેપડવું નહિં.” “ન્હાએલા પુરૂષની છાયા જે ભિન્ન ભિન્ન અથવા વિદ્રપ દેખાય દાંત માહે માંહે ઘસાય, અને શરીરે મૃતકલેવર જે ગંધ આવે તે ત્રણ દિવસમાં તેનું મરણ થાય. ન્હાઈ રહ્યા પછી જો તુરતજ છાતી અને બે પગ સૂકાઈ જાય, તે છડે દિવસે મરણ થાય એમાં સંશય નથી, “શ્રીસંગ કર્યો હોય, ઉલટી થઈ હોય, સ્મશાનમાં ચિતાને ધૂમાડો લાગ્યો હોય, ખેરું સ્વમ આવ્યું હોય, અને હજામત કરાવી હોય તે ગાળેલા શુદ્ધ જળથી જરૂર ન્હાવું.” હજામત જાતે ન કરવી, અને કેવા પ્રસંગે હજામત ન કરાવવી
તૈલમર્દન, સ્નાન અને ભોજન કર્યા પછી તથા આભૂષણ પહેરી રહ્યા પછી, યાત્રાના તથા સંગ્રામના અવસરે, વિદ્યાના આરંભમાં, ઉત્સવમાં, રાત્રિએ, સંધ્યા સમયે, કઈ પર્વને દિવસે તથા (એક વાર હજામત કરાવ્યા પછી) નવમે દિવસે હજામત ન કરાવવી.” પખવાડીયામાં એક વાર દાઢી, મૂછ, માથાના વાળ તથા નખ કઢાવવા, ઉત્તમ પુરૂષ પિતાના હાથથી પિતાના વાળ તથા પોતાના દાંતની અણીથી પિતાના નખ ન કાઢવા જોઈએ.” દ્રવ્યસ્નાન-દેવપૂજાદિક પવિત્ર કાર્યમાં જળસ્નાન કરવાની શાસ્ત્ર સંમતિ
જળસ્નાન એ શરીરને પવિત્ર કરી, સુખ ઉપજાવી પરંપરાએ ભાવશુદ્ધિનું કારણ થાય છે. શ્રીહરિભદ્રસૂરિએ બીજા અષ્ટકમાં કહ્યું છે કે-“પ્રાયે બીજા ત્રસ પ્રમુખ જીવને ઉપદ્રવ ન થાય તેમ શરીરની ચામડી વગેરે ભાગની ક્ષણમાત્ર શુદ્ધિને અર્થે જે પાણીથી ન્હવાય છે, તેને દ્રવ્યસ્નાન કહે છે. સાવદ્ય વ્યાપાર કરનાર ગૃહસ્થ આ દ્રવ્યસ્નાન