________________
૩૮
fશ્રાદ્ધવિધિ
ઈત્યાદિ ગુણની પ્રાપ્તિ થાય છે, માટે કઈ ચીજ એવી છે કે જે અભ્યાસથી ન બને ? જે નિરંતર વિરતિના પરિણામ રાખવાનો અભ્યાસ કરે, તે પરભવે પણ તે પરિણામની અનુવૃત્તિ થાય છે. કહ્યું છે કે-“જીવ આ ભવમાં જે કંઈ ગુણને અથવા દોષને અભ્યાસ કરે છે, તે અભ્યાસના વેગથીજ પરભવે તે વસ્તુ પામે માટે યથાશક્તિ અને ઈચ્છા પ્રમાણે વિવેકી પુરૂષે બારવ્રત સંબંધી નિયમ ગ્રહણ કરવા જોઈએ. વતનિયમના પાલનમાં ચેખવટ અને સાવધાનતા રાખવીઃ
આ સ્થળે શ્રાવકે અને શ્રાવિકાએ પિતાની ઈચ્છાથી પરિમાણ કેટલું રાખવું?તેની સવિસ્તર વ્યાખ્યા કરવી જોઈએ. જેથી સારી પેઠે સમજી ઈચ્છા માફક પરિમાણ રાખી, નિયમને સ્વીકાર કરવામાં આવે તો તેને ભંગ ન થાય. નિયમે વિચાર કરીને એવી રીતે લેવા કે, જેથી આપણે પાળી શકીએ. સર્વ નિયમમાં ૧ ૧૬સહસાનાગાદિ ચાર આગાર છે અને તે એટલા માટે રાખવામાં આવ્યા છે કે અનુપયોગથી અથવા સહસાત્કા રાદિકથી નિયમમાં રાખેલી વસ્તુ નિયમથી વધારે લેવાય, તેપણ નિયમનો ભંગ થતું નથી, પણ અતિચાર થાય છે, આમ છતાં જાણી જોઈને નિયમ કરતાં વધારે લેશમાત્ર ગ્રહણ કરે તે નિયમને ભંગ થાય: છે. કેઈ સમયે પાપકર્મના વશથી જાણતાં નિયમને ભંગ થાય, તોપણ ધર્માથી જીવે તે નિયમ પછીથી પણ અવશ્ય પાળવે. પાંચમ અને ચૌદશ ઈત્યાદિ પર્વતિથિએ જેણે ઉપવાસ કરવાનો નિયમ લીધે હોય, તેને કેઈ સમયે તપસ્યાની તિથિએ બીજી તિથિની ભ્રાંતિ વગેરે થવાથી, જે સચિત જળપાન, તાંબૂલ ભક્ષણ, ઈત્યાદિ ભેજન વગેરે થાય, અને પછી તપસ્યાને દિવસ જણાય, તે મુખમાં કેળીઓ હોય તે પણ ગળી જ નહીં પરંતુ તે કાઢી નાંખીને પ્રાસુક જળથી મુખશુદ્ધિ કરવી અને તપસ્યાની રીતિ પ્રમાણે રહેવું. જે કદાચિત્ ભ્રાંતિથી તપસ્યાને દિવસે પૂરેપૂરું ભજન કરે, તે બીજે દિવસે દંડને અર્થે તપસ્યા કરવી, અને સમાપ્તિને અવસરે તે તપ વર્ધમાન (જેટલા દિવસ પડી ગયા હોય, તેટલાની વૃદ્ધિ કરીને) કરવું. એમ કરે તે અતિચાર માત્ર લાગે, પણ નિયમ ભંગ થાય નહિં. “આજે તપસ્યાને દિવસ છે, એમ જાણ્યા પછી એક દાણો પણ ગળી જાય, તે નિયમને ભંગ થવાથી નરક ગતિનું કારણ થાય છે.” “આજે તપસ્યાને દિવસ છે કે નહીં?” અથવા “એ વસ્તુ લેવાય કે નહીં ?” એવો મનમાં સંશય આવે, અને તે (વસ્તુ) લે તે નિયમભંગાદિ દોષ લાગે. ઘણે મંદવાડ, ભૂત પિશાચાદિકના ઉપદ્રવ થવાથી પરવશપણું અને સર્પદંશાદિકથી અસમાધિપણું થવાને લીધે તપ ન થાય તે પણ ચોથા આગારને (સામાવત્તિયાવાળ) ઉચ્ચાર કર્યો છે. માટે નિયમને ભંગ ન થાય. એવી રીતે સર્વે નિયમને વિષે જાણવું.વળી નિયમને ભંગ થાય તે માટે દોષ લાગે છે, માટે શેડો નિયમ લઈને તે બરાબર પાળવામાંજ ઘણે ગુણ છે, ધર્મના સંબંધમાં તારતમ્ય અવશ્ય જાણવું જોઈએ. માટેજ (પચ્ચકખાણમાં) આગાર રાખેલા છે. ૧૬-૧ અન્નપ્પણાગેણં, ૨ સહસાગારેણં, ૩ મહત્તરાગારેણં, અને ૪સવ્વસમાહિત્તિયાગારેણું,