________________
૨૯
ગ્રહણ કરવા યોગ્ય નિયમ].
~~~~~~~~~~ ~ ~~~ વ્રત નિયમ પાળવાસંબંધી કમળઐષ્ટિનું દૃષ્ટાન્તઃ
કમળઐષ્ટિએ “સમીપ રહેલા કુંભારના માથાની ટાલ જોયા વિના મારે ભેજનન કરવું.” એ નિયમ માત્ર કૌતુકથી જ લીધું હતું, તે પણ તેથી તેને અર્ધ નિધાનની પ્રાપ્તિ થઈ, અને તેથી તે નિયમ સફળ થયે. તે પુણ્યને અર્થે જે નિયમ લેવામાં આવે તે તેનું કેટલું ફળ કહેવું? કહ્યું છે કે-“પુણ્યની ઈચ્છા કરનાર પુરૂષે ગમે તે નિયમ પણ અવશ્ય ગ્રહણ કર. તે (નિયમ) ગમે તેટલો નાને હોય તે પણ કમળશેઝિની પેઠે ઘણુ લાભને અર્થે થાય છે.” પરિગ્રહ પરિણામવતને વિષે દઢતા રાખવા ઉપર રત્નસાર શ્રેણીનું દષ્ટાંત છે તે આગળ કહીશું. શ્રાવકે કેવા પ્રકારના નિયમો ગ્રહણ કરવા?
શ્રાવકે નિયમ આ પ્રમાણે લેવા. ૧ મિથ્યાત્વ છેડી દેવું. ૨ દરરોજ શક્તિ પ્રમાણે દિવસમાં ત્રણ, બે અથવા એકવાર ભગવાનની પૂજા, તથા દેવદર્શન કરવાં. ૩ સંપૂર્ણ દેવવંદન ચૈત્યવંદન કરવાને નિયમ રાખ. ૪ જે જોગવાઈ હોય તે સદ્દગુરૂને મેટી અથવા નાની વંદના કરવી. ૫ જોગવાઈ ન હોય તે સદગુરૂનું નામ ગ્રહણ કરીને નિત્ય વંદના કરવી. ૬ દરાજ, વર્ષાકાળના ચાતુર્માસમાં અથવા પંચપર્વ ઈત્યાદિકને વિષે અષ્ટ પ્રકારી પૂજા, અથવા સ્નાત્રવૃજા કરવી. છ ચાવજજીવ દરવર્ષે નવું આવેલું અન્ન, પફવાન અથવા ફળાદિક ભગવાનને અર્પણ કર્યા વગર ન લેવું. ૮ નિત્ય, નૈવેદ્ય સેપારી વગેરે ભગવાન આગળ મૂકવું. ૯ નિત્ય, ત્રણ ચોમાસામાં અથવા સંવત્સરી અને દીવાળી આદિકને વિષે અષ્ટમંગલિક મૂકવા. ૧૦ નિત્ય, પર્વતિથિએ અથવા વર્ષની અંદર કેટલીક વાર ખાદ્ય (સુખડી), સ્વાદ્ય (મુખવાસ) વગેરે સર્વ વસ્તુ દેવને અને ગુરૂને અર્પણ કરીને (બાકી રહેલી) પોતાના ભેગમાં લેવી. ૧૧ દર મહિને અથવા દર વર્ષે મોટી વજા ચઢાવી ઘણા વિસ્તારથી સ્નાત્ર મહોત્સવપૂર્વક મેટી પૂજા તથા રાત્રિ જાગરણ વગેરે કરવું. ૧૨ દરરેજ અથવા મહિનામાં કિવા વર્ષમાં કેટલીક વાર ચૈત્યશાળા પ્રમાWવી અને સમારવી. ૧૩ પ્રતિમાસે અથવા પ્રતિવર્ષે મંદિરને વિષે અંગભૂતણાં, દીવાને અર્થે રૂની પૂણી, કેટલાક દીવાનું તેલ, ચંદન, કેશર ઇત્યાદિક આપવું. ૧૪ પૌષધશાળાને વિષે મુહપત્તિ, નવકારવાળી કટાસણાં, તથા ચરવેલા ઇત્યાદિકને અર્થે કેટલાંક વસ્ત્ર, સૂત્ર, કંબળ, ઉન ઈત્યાદિ મૂકવાં. ૧૫ વર્ષીકાળમાં શ્રાવક વગેરે લેકેને બેસવાને માટે કેટલીક પાટ વગેરે કરાવવી. ૧૬ પ્રતિવર્ષે છેવટે સૂત્રાદિકથી પણ સંઘની પૂજા કરવી, તથા કેટલાક સાધર્મિકેનું વાત્સલ્ય કરવું. ૧૭ દરરોજ કેટલાએક કાયેત્સર્ગ કરવા, તથા ત્રણસે ગાથાની સક્ઝાય ઈત્યાદિક કરવું. ૧૮ દરરોજ દિવસે નવકારસી પ્રમુખ તથા રાત્રે દિવસચરિમ પચ્ચક્ખાણ કરવું. ૧૯ દરરોજ બે ટંક પ્રતિક્રમણ કરવું ઈત્યાદિ નિયમ શ્રાવકે પ્રથમ લેવા. પછી યથાશક્તિ બારવ્રતને સ્વીકારવાં. તેમાં સાતમા (પગ વિરમણ) વ્રતને વિષે સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુ પ્રકટ કહી છે તે સારી રીતે જાણવી
૧ બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશ.