________________
(શ્રાદ્ધવિધિ
પ્રદેશમાં રાખીએ તે ઘણા કાળ સુધી સચિત્ત રહે છે. મૃગદંતિકાનાં ફૂલ પાણીમાં રાખીએ તે એક પહોર પણ સચિત્ત રહેતાં નથી. ઉત્પલકમળ તથા પઘકમળ પાણીમાં રાખીએ તે ઘણા વખત સુધી સચિત્ત રહે છે. પાંદડાં, ફૂલ, બીજ, ન બંધાયેલાં ફળ અને વત્થલા પ્રમુખ હરિતકાય અથવા સામાન્યથી તૃણ તથા વનસ્પતિ એમનું બીંટું અથવા મૂળનાલ સૂકાય તે અચિત્ત થયું એમ જાણવું. એ પ્રકારે કલ્પવૃત્તિમાં કહ્યું છે. ધાન્ય સંબંધી ચિત્ત અથિત વિચાર
શ્રી ભગવતીસૂત્રના છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશામાં શાલિ પ્રમુખ ધાન્યને સચિત્ત અચિત્ત વિભાગ આ પ્રમાણે કહેલ છે.
પ્રશ્ન: હે ભગવંત! શાલિ [ કલમ વગેરે ચેખાની જાતિ ], વ્રીહિ [ સર્વે જાતની સામાન્ય ડાંગેર], ઘઉં, જવ. જવજવ (એક જાતના જવ), એ ધા કેઠીમાં વાંસથી બનાવેલા પાલામાં, માંચામાં, મંચમાં, માલામાં ઢાંકેલાં. ઢાંકણની જેડે છાણું માટીથી લીંપાયેલાં, અથવા સર્વ બાજૂએ છાણમાટીથી લીંપાયેલાં, (મોઢા ઉપર) મુદ્રિત કરેલાં અને રેખા વગેરે કરીને લાંછિત કરેલાં હોય તે તેમની યોનિ કેટલા કાળ સુધી રહે છે?
ઉત્તર – હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ (નિ રહે છે.) તે પછી નિ સુકાઈ જાય, ત્યારે (તે ધાન્ય) અચિત્ત થાય છે. અને બીજ છે તે અબીજ થાય છે.
પ્રશ્ન- હે ભગવંત! વટાણા, મસૂર, તિલ, મગ, અડદ, વાલ, કલથી, ચેખા, તુવેર, કાળા ચણા ઇત્યાદિ ધાન્ય શાલિ માફક કેડી વગેરેમાં રાખીએ તો તેમની યોનિ કેટલા કાળ સુધી રહે?
ઉત્તર –હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી (નિ રહે છે.) તે પછી નિ સુકાય ત્યારે [તે ધા ] અચિત્ત થાય છે, અને બીજ છે તે અબીજ થાય છે.
પ્રસન્હે ભગવંત! અળસી, કુસુંભક, કેદરા, કાંગ, બંટી, શલક, કેડૂસગ [કેદાની એક જાતિ], સણુ, સરસવ, મૂલબીજ ઇત્યાદિ ધાન્ય શાલિ માફક રાખીએ તો તેમની યોનિ કેટલા કાલ સુધી રહે?
ઉત્તર હે ગૌતમ! જણવ્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાત વર્ષ [નિ રહે છે.] તે પછી નિ સુકાય ત્યારે [તે ધા] અચિત્ત થાય છે, અને બીજ તે અબીજ થાય છે.
આ બાબતમાં પૂર્વાચાર્યોએ નીચેની ગાથાઓ રચી છેजव जव जव गोड्डम सा-लि.वीहि धणाण अदमाईसु ॥ खिविण:उकोसं, बरिस विगं होह सजिव ॥१॥