________________
સચિત અચિર મિશ્રવિચાર]
૪૧
ત્યારે તે તે સર્વથા અચિત્ત થાય છે. તત્કાળ કરેલી ઘણા ગેળવાળી તલપાપડી તેજ દિવસે પણ અચિત્ત ગણવાને વ્યવહાર છે. વૃક્ષ ઉપરથી તત્કાળ ગ્રહણ કરેલો ગુંદ, લાખ, છાલ વગેરે તથા તત્કાળ કાઢેલો લિંબુ, લીમડે, નાળિએર, કેરી, શેરડી વગેરેને રસ, તેમજ તત્કાળ કહેલું તલાદીકનું તેલ, તત્કાળ લાગેલું અને નિબજ કરેલું નાળિએર, શીંગડાં, સેપારી વગેરે, નિબજ કરેલાં પાકાં ફળ, ઘણું ખાંડીને કણીયા રહીત કરેલું જીરું, અજમે વગેરે બે ઘડી સુધી મિશ્ર અને તે પછી અચિત્ત ગણવાને વ્યવહાર છે.
શંકા–શઅને સંબંધ નહિ થયો હોવા છતાં કેવળ સો જન ઉપર જવા માત્રથી લવણદિક વસ્તુ અચિત્ત થાય છે તે શી રીતે ?
સમાધાનઃ—જે વસ્તુ જે દેશમાં ઉત્પન્ન થાય છે, તેને તે દેશ, ત્યાંનાં હવા પાણી વગેરે માફક આવે છે, તે વસ્તુને ત્યાંથી પરદેશ લઈ જઈએ તે તેને પૂર્વે જે દેશ હવા પાણી વગેરેને પુષ્ટિ આપનારે આહાર મળતું હતું તેને વિચ્છેદ થવાથી તે વસ્તુ અચિત્ત થાય છે. એક પાત્રથી બીજા પાત્રમાં અથવા એક વખારમાંથી બીજી વખારમાં એમ વારંવાર ફેંકાવાથી પણ લવણાદિ વસ્તુ અચિત્ત થાય છે. તેમજ પવનથી, અગ્નિથી અને રસેડા વગેરે સ્થાનકને વિષે ધૂમાડો લાગવાથી પણ લવણાદિક વસ્તુ અચિત્ત થાય છે. “લવણદિ” એ પદમાં “આદિ” શબ્દનું ગ્રહણ કર્યું છે તેથી હરતાળ, મનશીલ, પીંપર, ખજુર, દ્રાક્ષ, હરડે એ વસ્તુ પણ સે જન ઉપરાંત ગયાથી
અચિત્ત થાય છે એમ જાણવું; પણ એમાં કેટલાક વાપરવા યોગ્ય અને કેટલાક નહિં વાપરવા યોગ્ય છે. પીંપર, હરડે ઈત્યાદિ વાપરવા યોગ્ય છે, અને ખજૂર, દ્રાક્ષ વગેરે નહિ વાપરવા એગ્ય છે.
હવે સર્વે વસ્તુનું પરિણામ થવાનું સાધારણ (સર્વેને લાગુ પડે એવું) કારણ કહે છે. ગાડામાં અથવા બળદ વગેરેની પીઠ ઉપર વારંવાર ચઢાવવા ઉતારવાથી, ગાડામાં અથવા બળદ ઉપર લાવેલા લવણાદિ વસ્તુના ભારને વિષે માણસ બેસવાથી, બળદના તથા માણસના શરીરની ઉષ્ણતા લાગવાથી, જે ચીજને જે આહાર છે તે ન મળવાથી અને ઉપક્રમથી લવણાદિ વસ્તુને પરિણામ થાય છે, અર્થાત્ તે અચિત્ત થાય છે. ઉપક્રમ એટલે શસ્ત્ર, તે શિસ્ત્ર સ્વકાય ૧, પરકાય ૨, અને ઉભચકાય ૩, એવા ભેદથી ત્રણ પ્રકારનું છે. ખારું પાણી મીઠા પાણીનું શસ્ત્ર છે, તે સ્વાય શસ્ત્ર જાણવું. અથવા કાળી જમીન સફેદ જમીનનું સ્વકાય શસ્ત્ર જાણવું, જળનું અગ્નિ અને અગ્નિનું જળ શસ્ત્ર છે, તે પરકાય શસ્ત્ર જાણવું. માટીથી મિશ્ર થએલું જળ શુદ્ધ જળનું શસ્ત્ર છે, તે ઉભયકાય શસ્ત્ર જાણવું. સચિત્ત વસ્તુના અચિત્ત થવાનાં ઈત્યાદિક ઘણું કારણ જાણવાં.
ઉત્પલ [કમલ વિશેષ] અને પદ્ય [કમળ વિશેષ ] જળનિના હોવાથી તડકામાં રાખીએ તે એક પહાર પણ સચિત્ત રહેતાં નથી. અર્થાત્ પહોર પૂરે થતાં પહેલાં જ અચિત્ત થાય છે. મેગરાનાં મૃગદંતિકાનાં અને જૂઈનાં ફૂલ ઉષ્ણુનિ દેવાથી ઉષ્ણુ