________________
અચિત જળનું કાળમાન ]
૪૭
સચિત્ત થાય છે, માટે તેમાં રક્ષા નાંખવી. તેથી તે પાણી સ્વચ્છ રહે છે. એમ હિંડનિચૂક્તિની વૃત્તિમાં કહ્યું છે. ચોખાનું ધાવણ પહેલું, બીજું અને ત્રીજું તત્કાળનું કાઢેલું હેય તે મિશ્ર અને કાઢયા પછી ઘણે કાળ રહ્યું હોય તે અચિત્ત હેય છે. ચેલું, પાચમું વગેરે તલોદક ઘણી વાર રહે છે તે પણ સચિત્ત હોય છે. અચિત્ત જળનું કાળમાન - પ્રવચનસારોદ્ધારાદિક ગ્રંથમાં અચિત્ત જળાદિકનું કાળમાન આવી રીતે કહ્યું છેગરમ પાણી ત્રણ ઉકાળ આવે એવું ઉકાળેલું હોય તે અચિત્ત હેવાથી સાધુને કપે છે. પરંતુ ગ્લાનાદિકને અર્થે ત્રણ પહેર ઉપરાંત પણ રાખવું. અચિત્ત જળ ગ્રીષ્મઋતુમાં પાંચ પહોર ઉપરાંત, શીત ઋતુમાં ચાર પહેાર ઉપરાંત અને વર્ષો ઋતુમાં ત્રણ પહાર ઉપરાંત સચિત્ત થાય છે. ગ્રીષ્મ ઋતુમાં કાળ અતિ લુ હોવાથી જળમાં જીવની ઉત્પત્તિ થતાં ઘણો વખત (પાંચ પહોર) લાગે છે. શીત ઋતુમાં વખત સ્નિગ્ધ હોવાથી ગ્રીષ્મ કરતાં થોડો વખત [ચાર પહેર] લાગે છે અને વર્ષાઋતુમાં વખત અતિશય સ્નિગ્ધ હોવાથી શીત હતુ કરતાં પણ છેડે વખત [ ત્રણ પહેરવું લાગે છે. જે ઉપર કહેલા વખત કરતાં વધારે રાખવું હોય તે, તેમાં રક્ષા નાંખવી. જેથી પાછું સચિત્ત ન થાય. એમ પ્રવચનસારોદ્ધારના ૧૩૬ મા દ્વારમાં કહ્યું છે. શા સંબંધ થયા વિના અચિત્ત થયેલ જલાદિનો ઉપગ ન કર
જે અષ્કાયાદિક જિળ વગેરે] અગ્નિ આદિક બાહ્ય શમના સંબંધ થયા વિના સ્વભાવથીજ અચિત્ત થયું હોય તેને કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, તથા પ્રકૃષ્ટ કૃતજ્ઞાની અચિત્ત છે, એમ જાણે તે પણ મર્યાદાભંગના પ્રસંગથી તેનું સેવન કસ્તા નથી. સંભળાય છે કે, શેવાળ તથા ત્રસ જીવથી રહિત અને સ્વભાવથી અચિત્ત થએલા પાણીથી ભરેલો હેટ દ્રહ નજીક છતાં પણ ભગવાન શ્રી વર્ધમાન સ્વામીએ અનવસ્થા દેષ ટાળવાને અર્થે અને શ્રતજ્ઞાન પ્રમાણભૂત છે એમ દેખાડવા માટે તૃષાથી બહુ પીડાએલા અને તેથીજ પ્રાણત સંકટમાં આવી પડેલા પિતાના શિષ્યને તેનું પાણી પીવાની આજ્ઞા આપી નહિં. તેમજ ભુખથી પીડાયેલા શિષ્યને અચિત્ત તલથી ભરેલું શકટ અને વડીનીતિની સંજ્ઞાથી પીડાયેલા શિષ્યને અચિત્ત (સ્વભાવથી અચિત્ત પણ વ્યવહારથી અશુદ્ધ) એવી ઈંડિલની ભૂમિ ઉપભોગમાં લેવાની પણ આજ્ઞા આપી નહિં. આને ખુલાસે એ છે કે શ્રુતજ્ઞાની સાધુ બાહ્ય શરુ સંબંધ થયા વિના જળાદિક વસ્તુ અચિત્ત છે, એમ નિશ્ચય કરતા નથી. માટે બાહ્ય અને સંબંધ થવાથી જેના વર્ણ, ગંધ, રસ વગેરે પરિણમ્યા હોય એવુંજ જળાદિક વાપરવું. અરિત વસ્તુ પણ દાંત વિગેરેથી ભાગવી નહિ.
મગ, હરડે કુલિક ઇત્યાદિ વરતુ અચેતન હોય તે પણ અવિનષ્ટ (નાશ ન પામેલી) એતિના રક્ષણને અર્થે તથા દૂરપણું વગેરે ટાળવાને અર્થે દાંત વરેથી ભાગવી નહીં. શ્રી એનિક્તિમાં પંચેતેશ્મી ગાથાની વૃત્તિને વિષે કહ્યું છે કે