________________
શ્રાવકના શબ્દનો અર્થ 1
એંતિ થાવએટલે દાન, શીયલ, તપ, અને ભાવના ઈત્યાદિ શુભ યેગથી આઠ પ્રકારના કમને ત્યાગ કરે, તે શ્રાવક જાણ. બીજે શિકાર માનીને “: સમાચાર બિતિ થાવ એટલે સાધુ પાસેથી સમ્યક્ પ્રકારે સામાચારી સાંભળે તે શ્રાવક જાણો.” એ બને અર્થ ભાવશ્રાવકની અપેક્ષાથી જાણવા. વળી “જેનાં પૂર્વે બંધાયેલાં અનેક પાપ ખપે છે, અર્થાત જીવ પ્રદેશથી બહાર નીકળી જાય છે, અને જે વ્રતથી નિરંતર વીંટાય છે, તે શ્રાવક કહેવાય છે, “જે પુરૂષ સમ્યકત્વાદિક પામીને દરરોજ મુનિરાજ પાસે ઉત્કૃષ્ટ સામાચારી સાંભળે છે, તેને પણ જાણ લોકે શ્રાવક કહે છે.” તેમજ જે પુરૂષ (શ્રા અટલે) સિદ્ધાંતના પદને અર્થ વિચારીને જે પોતાની આગમ ઉપરની શ્રદ્ધા પરિપકવ કરે, (વ એટલે) નિત્ય સુપાત્રને વિષે ધનને વ્યય કરે, અને (ક એટલે) રૂડા મુનિરાજની સેવા કરીને પિતાનાં માઠાં કર્મ છેડે અર્થાત્ ખપાવે, એ માટે તેને ઉત્તમ પુરૂ શ્રાવક કહે છે.” અથવા “જે પુરૂષ શ્રા એટલા પદને અર્થ ચિંતવીને પ્રવચન ઉપરની શ્રદ્ધા પરિપક્વ કરે, તથા સિદ્ધાંત સાંભળે, “વ” એટલે સુપાત્રે ધનને વ્યય કરે, અને દર્શન–સમક્તિ આદરે, “ક” એટલે માઠાં કર્મને છોડે, અને ઈન્દ્રિયાદિકને સંયમ કરે, તેને વિચક્ષણ પુરૂષે શ્રાવક કહે છે.” હવે “શ્રાદ્ધ' શબ્દનો અર્થ કહે છે. જેની સદ્ધર્મને વિષે શ્રદ્ધા છે, તે શ્રાદ્ધ કહેવાય છે. મૂળ શબ્દ શ્રદ્ધા હતે તેને પ્રશાશ્રદ્ધાને એ વ્યાકરણુસૂત્રથી શુ પ્રત્યય કર્યો, ત્યારે પ્રત્યયના ણ કારને લોપ અને આદિની વૃદ્ધિ થવાથી શ્રાદ્ધ એવું રૂપ થાય છે. શ્રાવક શબ્દની પેઠે શ્રાદ્ધ શબ્દને પણ ઉપર કરેલ અર્થ ભાવ શ્રાવકની અપેક્ષાથી જ જાણે. માટે જ અહિં ગાથામાં કહ્યું કે અહિં ભાવ શ્રાવકને અધિકાર છે.
ચેથી ગાથામાં શ્રાવકનું સ્વરૂપ કહ્યું. હવે પાછળ બીજી ગાથામાં દિવસકૃત્ય “રાત્રિકૃત્ય' ઇત્યાદિ છ વિષય કહેવામાં આવ્યા છે, તેમાં પ્રથમ દિવસકૃત્યની વિધિ કહે છે. '
नवकारेण विबुद्धो, सरेइ सो सकुलधम्मनियमाई। पडिकमिअ सुईपूइअ, गिहे जिणं कुणइ संवरणं ॥५॥ [નવા વિરૂદ્ધ રમતિ = સ્વરુધર્મનિયમાલીના
प्रतिक्रम्य शूचिः पूजयित्वा गृहे जिनं करोति संवरणं ॥५॥] અર્થ –નવકાર ગણીને જાગૃત થવું પછી પોતાના કુળનિયમાદિને સંભારવા ત્યારબાદ પ્રતિક્રમણ કરી પવિત્ર થઈ જિનમંદિરમાં જિનેશ્વરને પૂછપચ્ચખાણ કરવું.
ભાવાર્થ “નમો હિંસા" ઈત્યાદિ નવકાર ગણીને જાગ્રત થયેલે શ્રાવક પિતાના કુળ, ધર્મ, નિયમ ઇત્યાદિકનું ચિંતવન કરે.” ઈત્યાદિ પ્રથમ ગાથાર્ધનું વિવરણ આ