________________
૩૪.
[ શ્રાદ્ધવિધિ
^
^
^
નવકાર મંત્ર ગણજે. સમય જતાં પિતા મૃત્યુ પામ્યા. શિવકુમાર ધન બેઈ બેઠે, અને ધનની લાલચે કેઈ સુવર્ણ પુરૂષ સાધતા ત્રિદંડીને ઉત્તર સાધક થયો. અંધારી ચેાથની રાત્રિએ મશાનમાં ત્રિદંડીએ તેને શબના પગ ઘસવાનું કામ ભળાવ્યું ત્રિદંડીની ગોઠવણ એવી હતી કે શબ મંત્રવિધિ પૂર્ણ થયે ઉત્તર સાધકને હશે અને તેમાંથી સુવર્ણપુરૂષ થાય, તે મેળવી અખંડ સુવર્ણ નિધાન પ્રાપ્ત કરવું. શબને પગ ઘસતાં શિવકુમારના મનમાં ભયને સંચાર થયો. તેને પિતાનું વચન યાદ આવ્યું, આથી તેણે મનમાં નવકાર મંત્ર જાપ શરૂ કર્યો. શબ ઉભું થયું પણ ઉત્તરસાધકને નવકાર મંત્રની શક્તિના પ્રતાપે હણી શક્યું નહિ. શબે ક્રોધિત થઈ ત્રિદંડીને હ અને તેમાંથી સુવર્ણ પુરૂષ થયે, આ સુવર્ણપુરૂષ શિવકુમારે ગ્રહણ કર્યો. ત્યારપછી શિવકુમાર સુધરી ગયો, ધર્મમાં સ્થિર થયો અને તેણે લક્ષમીને ઉપગ જિનમંદિર બંધાવવા વિગેરે સારા કાર્યમાં કર્યો.”
પરલોકના ફળ સંબંધમાં વડ ઉપર રહેલ સમળીનું દૃષ્ટાંત છે–સિંહલાધિપતિ રાજાની પુત્રી પિતા સાથે સભામાં બેઠી હતી, તેવામાં એક પુરૂષને સભામાં છીંક આવી. છીંક પછી તુર્ત તે પુરૂષે “ અરિહંતા' કહ્યું, આ પદ સાંભળતાં રાજકુમારીને મુછ આવી અને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. મૂર્છા વળ્યા પછી રાજકુમારીએ પિતાને પોતાના પૂર્વભવની વાત કહી અને જણાવ્યું કે હું પૂર્વભવમાં શમળી હતી એક પારધીએ મને બાણ માર્યું હું મુચ્છ ખાઈને નીચે પડી તરફડતી હતી તેવામાં એક મુનિરાજે મને નવકારમંત્રનું સ્મરણ કરાવ્યું. આ સ્મરણથી હું આપને ત્યાં પુત્રીરૂપે અવતરી છું, ત્યારપછી રાજકુમારી પચાસ વહાણ ભરી પિતાના શમળીપણાને દેહ જ્યાં આગળ પડ્યો હતે તે ભરૂચ આપી અને ત્યાં તેણે શમલિકાવિહાર કરાવ્યું.
આ રીતે “ઉઠતાં નવકાર મંત્ર ગણવે જોઈએ તેની વ્યાખ્યા થઈ ધર્મજાગરિકા
નવકારમંત્રના સ્મરણ પછી ધર્મ જાગરિકા કરવી. ધર્મ જાગરિકા એટલે પાછલી રાત્રે પિતાના કર્તવ્યને વિચાર કરે છે, તે આ પ્રમાણે—કેણ? મારી જાતિ કયી ? મારું કુળ કયું? મારા દેવ કોણ? ગુરૂ કયા ધર્મ કયો? મેં કયા ક્યા નિયમો અને અભિગ્રહ કર્યો છે? હું હાલ કેવી અવસ્થામાં વ-ઉં છું? મારાં કર્તવ્ય કર્યા છે કે નહિ? મારા હાથે કેઈ અયોગ્ય કાર્ય થયું છે કે નહિ? મારે તત્કાળ કરવા યોગ્ય કાર્યમાં કાંઈ બાકી રહ્યાં છે કે નહિ? શક્તિ છતાં પ્રમાદને લઈ ન કરતે હેલું એવું કોઈ કાર્ય છે કે નહિં? લોકમાં મારું સારું અને ખોટું શું ગવાય છે? લોકે ગમે તે જોતા હોય પણ મારામાં સારું ખોટું શું છે? મને દુર્ગુણને નિશ્ચય થયા છતાં હું કયે દુર્ગણ છોડતે નથી? આજે કયી તિથિ છે? અને તે તિથિએ કયા અરિહંત ભગવાનનું કયું કલ્યાણુક છે? મહારે આજે શું કરવું જોઈએ? વિગેરે વિગેરે વિચાર કરે તે ધર્મજાગરિકા.