________________
૩૨
[ શ્રાદ્ધવિધિ
WAAANAA
ક” હદયકમળમાં, અને “રા' કંઠને વિષે સ્થાપીને પણ ધ્યાન કરવું. આ ઉપરાંત સર્વ કલ્યાણકારક મંત્ર બીજે ચિંતવી કેઈપણ રીતે ચિત્તની એકાગ્રતા ચિંતવવી.
* નવકાર મંત્ર ગણી જેને આ ભવ સંબંધીની મુશ્કેલીઓને દુર કરવાની ભાવના હોય તેણે “૩% નમે અરિહંતાણું” પૂર્વક ગણવું. પણ જેને કેવળ નિર્વાણનીજ ભાવના હોય તેણે “કાર પદ આગળ મુકવાની જરૂર નથી. આવી રીતે વર્ણ પદ વિગેરે જુદાં જુદાં પાડી ચિત્તની એકાગ્રતા કરવાની અનેક રીતિઓ જવી, આ ચિત્તની એકાગ્રતા માટે શાસ્ત્રમાં ખુબ મહત્ત્વ આપ્યું છે. કહ્યું છે કે, “કોડ પૂજા સમાન એક તેત્ર, કોડ સ્તોત્ર સમાન એક જાપ, ક્રોડે જાપ સરખું એક ધ્યાન અને તેવા કોડો ધ્યાન સમાન એક લય એટલે ચિત્તની એકાગ્રતા છે. ધ્યાનના સ્થળ અને કાળાદિકને વિચાર–
ચિત્તની એકાગ્રતા માટે સૌથી મુખ્ય પિતાનું આત્મબળ જોઈએ છતાં પણ સામાન્ય માણસ માટે ભૂમિ અને કાળ પણ જરૂરી રહે છે, આથી ચિત્તની એકાગ્રતા માટે જન્મ કલ્યાણકભૂમિઓ, તીર્થસ્થાને તેમજ પવિત્ર તથા એકાંત સ્થળને સાધકે ઉપયોગ કરવો જોઈએ. ધ્યાનશતકમાં આ સંબંધે કહ્યું છે કે- તરૂણ સ્ત્રી, પશુ, નપુંસક વિગેરેથી રહિત મુનિનું સ્થાન હોવું જોઈએ. અને ધ્યાન અવસ્થામાં પણ આવું જ સ્થાન આવશ્યક છે.” આ સ્થાન અને કાળની અપેક્ષા સામાન્ય જનમાટે છે પણ જેમણે મન, વચન અને કાયાના પેગ સ્થિર કર્યા હોય અને ધ્યાનમાં નિશ્ચય રહી શકતા હોય તેવા મુનિરાજે તે ગમે તેવા માણસેથી ભરપુર લત્તામાં, અરણ્યમાં, સ્મશાનમાં કે શૂન્ય સ્થળમાં એક સરખી રીતે ચિત્તની સ્થિરતા કેળવી શકે છે, આથી જ્યાં મન, વચન અને કાયાની
| | |
* |-||
મધ્યમાં,
અનામિકા,
-|-|-|-|-|=| -|-|-|-|-le|
| | |
-|=|| $
૧૧
૧૦
અનામિકા,
-મધ્યમાં,