________________
સ્વમ વિચાર ]
૩૫
આ ધર્મજાગરિકા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ રીતે ચાર પ્રકારે છે. પિતાના કુળ, ધર્મ, વ્રત ઈત્યાદિનું ચિંતવન તે ભાવ ધર્મજાગરિકા, સદ્ગુરૂ આદિનું ચિંતવન તે દ્રવ્ય ધર્મજાગરિકા. હું કયા દેશમાં? કયા શહેરમાં? કયા ગામમાં અને કયે સ્થળે છું તે વિચારણા તે ક્ષેત્ર જાગરિકા. હાલ કેટલા વાગ્યા છે, પ્રભાતકાળ છે કે રાત્રિ. અને રાત્રિ છે તે કેટલી બાકી છે તે વિચાર તે કાળજાગરિકા. મૂળ ગાથામાં મનિયમો એ પદમાં “આદિ શબ્દ છે. તેથી ઉપર કહેલા સર્વે વિચારોને અહિં સંગ્રહ કરવામાં આવ્યો છે.
ધર્મજાગરિક કરવાથી કર્તવ્ય અકર્તવ્યને ખ્યાલ, પિતાના દેષ અને નુકશાન કરનાર કાર્યો તજવાની ઈચ્છા, તથા પિતે ગ્રહણ કરેલ વતનિયમને પૂર્ણપણે પાળવાની તમન્ના સાથે નવા ગુણોની પ્રાપ્તિ અને ધર્મ ઉપાર્જન થાય છે. ઉપાસકદશાંગવિગેરેમાં આનંદ કામદેવ વિગેરે ધર્મશ્રાવકો આવા પ્રકારની ધર્મજાગરિકા કરવાને લઈ શ્રાવકપ્રતિમાદિ વિશેષ ધર્મ આચરણ કરી શક્યા છે માટે ધર્મ જાગરિકા અવશ્ય કરવી જોઈએ. કુસ્વમ દુરસ્વમ અને અનિષ્ટ ફળસૂચક સ્વપ્નના પરિવાર માટે કાયોત્સર્ગ
ધર્મજાગરિકા પછી પ્રતિક્રમણ કસ્નાર શ્રાવકે રાઈ પ્રતિક્રમણ કરવું. જે રાત્રિ પ્રતિક્રમણ ન કરતા હોય તેમણે રાત્રે રાગાદિમય કુસ્વમ, વેષાદિમય દુઃસ્વમ અને ભવિષ્યમાં જેનું ઘણું ખરાબ ફળ હોય તેવાં અનિષ્ટ સ્વમ આવ્યાં હોય તે તેને વિચાર કરે. કુસ્વમ રાત્રે આવ્યું હોય તે એકસો આઠ શ્વાસોશ્વાસને (સાગરવર ગંભીરા સુધીના લોગસ્સને ચાર વખત) કાઉસ્સગ્ન કરે અને દુરસ્વમ કે અનિષ્ટ સૂચક સ્વમ આવ્યું હોય તે, સો શ્વાસોશ્વાસને (ચદેસુ નિમ્મલયરા સુધીના લેગસ્સનો ચારવખત) કાઉસ્સગ કરે.
વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે “પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (અસત્ય વચન) અદત્તાદાન (ચોરી), મૈથુન (શ્રીસંગ), અને પરિગ્રહ (ધન ધાન્યાદિકને સંગ્રહ) એ પાંચે સ્વમમાં પિતે કર્યા, કરાવ્યાં અથવા અનુમાડ્યાં હોય તે એક સે શ્વાસોશ્વાસને કાઉસગ્ગ કરે. મિથુન (સ્ત્રીસંભોગ) પિતે કર્યું હોય તે સત્તાવીસ શ્લોકને (એકસો આઠ શ્વાસોશ્વાસને) કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્નમાં પચ્ચીસ શ્વાસોશ્વાસ પ્રમાણુવાળે લોગસ્સ ચાર વાર ગણો. અથવા. અથવા પચ્ચીસ શ્લેક પ્રમાણવાળાં દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં કહેલાં ૧૪પાંચ મહાવ્રત ચિંતવવાં. અથવા સ્વાધ્યાય રૂપ ગમે તે પચ્ચીસ શ્લોક ગણવા.” એવી રીતે વ્યવહાર ભાષ્યની વૃત્તિમાં પણ કહ્યું છે. પ્રથમ પંચાશકની વૃત્તિમાં પણ કહ્યું છે કે, “કઈ વખતે મેહનીય કર્મના ઉદયથી સ્ત્રી સેવારૂપ કરવામાં આવે તે, તેજ વખતે ઉઠી ઇર્યાવહિ પૂર્વક પ્રતિક્રમણ કરી એકસો આઠ શ્વાસોશ્વાસને કાઉસ્સગ્ન કરે.” કાઉસ્સગ્ન કર્યા પછી અને
૧૨ સ્વમમાં સ્ત્રી સંજોગ, સ્ત્રી પરિચય તથા મોહમાયા અને તેમના પ્રસંગે અનુભવ્યા હોય તે. ૧૩ સ્વમમાં યુદ્ધ, અભિમાન, ઈર્ષા, કલહ વિગેરે કાર્ય કર્યા હેય. ૧૪ મા જરા જ થી શિરો જ સારો સુધી પચ્ચીસ ગાથાઓ ગણવી,